અહિલ્યાનું જંગલ
અહિલ્યાનું જંગલ
આજથી કંઈ વર્ષો પહેલાં એક સુંદરવન નામનું જંગલ હતું. આ જંગલમાં કેટલાક આદિવાસીઓ પણ રહેતા હતાં જેઓ જંગલમાંથી ફળો ખાયને તેમજ આ જંગલનું રક્ષણ કરીને પોતાનું જીવન ગુજારતા હતાં. આ આદિવાસીના મુખ્યા અહિલ્યા હતાં. જેઓ શરીરથી મજબુત, મુખ પણ આત્મવિશ્વાસની ચમક તેમજ સરદારનો સ્વભાવ પણ ખૂબ જ દયાળું હતો. પંરતુ અહિલ્ય જેટલો દયાળુ હતો એના કરતા દસ ગણો એટલો જ ખૂંખાર પણ. બહારની દુનિયાનો સમાજ ફકત એના નામથી જ ગભરાતા હતા. તેમજ તેમની પત્ની રંભા પણ તમામ યુદ્વ ક્ષેત્રમાં નિપુણ, દયાળું તેમજ ઊદાર દિલવાળી હતી.પોતે રાણી હોવા છતાં પણ તે આદિવાસી સમાજની સાથે હંમેશા નમ્રતાથી જ વાત કરતી હતી.
આ આદિવાસીઓ બહારની દુનિયામાં એમને કોઈ રુચિ ન હતી. કારણ કે આ આદિવાસીઓ પોતાના જંગલનું રક્ષણ કરવામાં જ પોતાને સામર્થવાન માનતા હતાં. આ જંગલમાં અહિલ્યા અને આદિવાસીઓ ખૂબ જ ખૂંખાર અને જંગલી હતાં આ જંગલમાં કોઈ પણ વ્યકિત પ્રવેશ કરી શકતો ન હતો. કારણ કે આ જંગલમાં કોઈ પણ બહારનો વ્યકિત જાય તો આ આદિવાસીઓ તેને મારીને ઊંચા ઝાડ પણ તેને એવી રીતે લટકાવી દેતાં કે કોઈ પણ સામાન્ય માણસ ને ત્યા જવાની હિંમ્મત ન હતી.આ જંગલમાં આદિવાસીઓ તેમજ જંગલના તમામ પ્રાણીઓ એકબીજા સાથે હળીમળીને રહેતા હતાં. અને પોતાના જંગલનું રક્ષણ કરતાં હતાં. આ આદિવાસી સમાજમાં તમામ ઔષધિ વનસ્પતિના જાણકાર તેમજ આદિવાસી સમાજની સેવા કરનાર કુલપતિ મહારાજ હતાં. જેમને અહિલ્યા તેમજ આદિવાસી સમાજ રાજગુરુ કહીને બોલાવતાં હતાં. આ આદિવાસીઓની મુખ્ય વિશેષતા છુપાઈને લોકો પર પ્રહાર કરવાની હતી જે પદ્વતીને તેઓ છાપામાર પદ્વતી તરીકે જાણતા હતાં.
પંરતુ આદિવાસી સમાજનો સેનાપતિ અંત્યત કઠોર તેમજ નિષ્ઠાવાન હતો, જેણે સમગ્ર જીવન અહિલ્યાની સેવા કરવામાં જ વિતાવ્યુ હતું. આ સુંદરવન જંગલ એક એવું સુરક્ષા કવચ હતું કે આ જંગલમાં કોઈ વ્યકિત અહિલ્યાની ઇરછાથી આવી જાય તો તે વ્યકિતનું કોઈ કંઈ પણ બગાડી શકતું ન હતું. આ જંગલમા તમામ આદિવાસીઓ અને જંગલના તમામ પ્રાણીઓ ખૂબ જ સુખેથી રહેતાં હતાં
અહિલ્યાની પત્ની રંભા મા બનવાની હતી. તેથી અહિલ્યાએ પોતાની આવનારી સંતાન માટે એક ભવ્ય ઊત્સવનું આયોજન કર્યું હતું. અહિલ્યા તેમજ એમની પત્ની રંભા તેમજ તમામ આદિવાસી સમાજ ખૂબ જ પ્રસન્ન હતાં અને તેઓ ઊત્સાહભેર ઊત્સવ મનાવતાં હતાં.
ક્રમશ:
