ભૂમિનું બાળપણ
ભૂમિનું બાળપણ
કાન્તાબહેન માટે પોતાના ઘરના રસ્તા કાયમ માટે બંધ થઈ ગયા હતાં છતાં પણ તેઓ એક વાર રાજુભાઈને ફોન લગાવે છે. પંરતુ રાજુભાઈની મોટી દીકરી ફોન ઊઠાવે છે. અને કાન્તાબહેનને કહે છે કે તમારે એકલા ઘરે આવવાનું હોય તો તમે આવી શકો છો એવું પિતાજી કહે છે. એમ કહીને મોટી દીકરી સુશિલા ફોન કટ કરી નાખે છે. હવે બિચારા કાન્તાબહેન પાસે એક જ રસ્તો હતો કે તેમણે બાકીનું જીવન ફૂટપાથના સહારે જીવવું પડશે. આટલું વિચારી કાન્તાબહેન પોતાની દીકરી ભૂમિ સાથે નજીકના ફૂટપાઠ પર સૂવા માટે જાય છે.
ધીમે ધીમે એ ફૂટપાઠ કાન્તાબહેન અને ભૂમિનું ઘર બની જાય છે. ભૂમિ પણ હવે ધીમે ધીમે મોટી થાય છે. અને તે કાન્તાબહેનને દરેટ કામમાં મદદ કરે છે. કારણ કે ભૂમી એ દયાળું, સાહસી અને લોકોની મદદ કરવા માટે પોતાને ભાગયશાળી માનતી હતી. હવે ભૂમિની ઊંમર ભણવાને લાયક થઈ ગઈ હતી. અને ભૂમિ પણ ભણવા માંગતી હતી. પંરતુ કાન્તાબહેન પાસે ભણાવવાના પૈસા ન હતાં તેથી તે ચૂપ રહેતી હતી. કાન્તાબહેન આખો દિવસ લોકોના ઘરે કામ કરીને પોતાનું અને પોતાની દીકરીનું ભરણપોષણ કરતાં હતાં.
ક્રમશ:

