ઝરૂખો
ઝરૂખો
એ ઝરૂખામાં ઊભો હતો મયંક અને બાજુમાં રહેતી પૂજાને જોઈને નિસાસો નાખી રહ્યો.. પૂજાની ભરાવદાર કાયા અને એને મનાવવા માટે કરેલાં અઢળક પ્રયાસ પછી એ દૂર જ હતી.
એ ઘરમાં આવ્યો અને ભારે પગલે એ બેડરૂમમાં ગયો ત્યાં એની પત્ની માયા પલંગમાં ફેલાઈને પડી હતી.
માયા ને જોઈને એને કમકમાટી આવી ગઈ પણ એ લાચાર હતો કે આવી પેરાલિસિસનો ભોગ બનેલી પત્ની સાથે એને રહેવું પડતું હતું કારણકે એ ઘર જમાઈ હતો એટલે ચૂપચાપ બેસી રહ્યો હતો નહીંતર માયાને છૂટાછેડા આપીને પૂજા જોડે લગ્ન કરી લીધા હોત.
પણ કરોડપતિ સસરાની મિલ્કત બંગલો હતો આવું આર્થિક સુખ એ કમાણી કરે તોય હાંસલ થાય એમ નહોતું પણ આ શરીરની જરૂરિયાત...
પૂજા પણ જીદ પકડી બેઠી છે કે છૂટાછેડા આપીશ તો જ લગ્ન કરીશ ને તારી બનીશ.
એટલે ઊંઘ ન આવે ત્યાં સુધી ઝરૂખામાં ઊભા ઊભા પૂજાને જોયાં કરવાનું વ્યસન થઈ ગયું હતું.
મયંક વિચારી રહ્યો કે આ ઝરૂખો ન હોત તો શું થાત..!
