ઝડપ- મજા કે સજા
ઝડપ- મજા કે સજા
પિતાનું અચાનક અવસાન થતાં રોહિત વધુ ભણી ન શક્યો. મા અને નાના ભાઈના ભરણ પોષણની જવાબદારી. મિત્રના કહેવા મુજબ ટેકસી ડ્રાઇવરનું કામ શરૂ કર્યું. આમ પણ રોહિતને નાનપણથી કાર રેસમાં નંબર 1 આવવાની ઘેલછા. ઘણીવાર ખૂબ ઝડપે ટેક્સી ચલાવવા માટે દંડ ભરી ચુક્યો હતો. ચેતવણીઓને અવગણીને આજે દોસ્તો સાથે લગાવેલી શરતનું પરિણામ ભોગવી રહ્યો છે.
