STORYMIRROR

ઈલાબેન પી. જોષી

Fantasy Inspirational

3  

ઈલાબેન પી. જોષી

Fantasy Inspirational

જાદૂઈ હાડી

જાદૂઈ હાડી

2 mins
118

કરણ આજે ખૂબ દુઃખી હતો. કોરોના કાળમાં લોકડાઉનમાં રોજેરોજનું રળીને ખાવાવાળો મજૂર વર્ગ, મધ્યમ વર્ગનાં લોકો જે કોઈની પાસે હાથ લાંબો કરી શકતા નથી.અને કીટ માટે પણ કહી શકતા નથી. અમુક લોકો મદદ કરવાવાળાઓની મદદ સાથેનાં ફોટાઓથી નાનપ અનુભવે તેવો વર્ગ. એક પરિવારમાંથી બે-બે ત્રણ-ત્રણ સભ્યો કાળનો કોળીયો બની ગયાં હોય. એમાં પણ કમાનાર જતાં રહ્યાં હોય એવાં પરિવારો.આવા પરિવારોની પીડા.કરણને લાગતું હતું કે આ વિચારોથી પોતાની માથાની નસો ફાટી જશે.

પોતાને પોતાની આર્થિક પરિસ્થિતિ ઉપર પહેલીવાર દુઃખ થયું.એને થયું કે હે !ભગવાન મારી પાસે સગવડ હોત તો આ બધાને હું મદદ કરી શકત. કમસે કમ પ્રભુ તારો કોઈ બાળક ભૂખ્યો ન સુવે એવું તો હું ચોક્કસ કરત. આવું વિચારતાં વિચારતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. 

એકાએક કરણને એક ગેબી અવાજ સંભળાયો. ''કરણ, ઓ કરણ ! શાંત થા." કરણ બેબાકળો થઇ આજુબાજુ જોવા લાગ્યો. ત્યાં એક જાદુગર પોતાની છડી લઈને તેની સામે હાજર થઇ ગયો. 

"બેટા ! હું તારા જેવા નિષ્પાપ, નિસ્વાર્થી, નિષ્કપટ અને નિખાલસ માણસની શોધમાં હતો. જાદુગરે કહયું; "માગ માગ, માગે તે આપું."

"મારે તો કંઈ નથી જોઈતું જાદુગર ભાઈ. લાચાર અને ભૂખ્યાં માણસોનું દુઃખ હું જોઈ શકતો નથી."

"ચિંતા ન કર બાળક ! ચાલ,મારી સાથે." જાદુગરે કહ્યું

જાદુગરે એક હાંડીમાં જાદુથી રસોઈ બનાવી. જાદુની છડી અને તે હાંડી કરણને આપી. દિવસમાં એક વાર સવારે જાદુની છડી હાડી ઉપર ઘુમાવી દેવાની. પછી હાડીમાંથી આખો દિવસ તારે જે જોઈએ અને જેટલું જોઇએ એટલી તૈયાર રસોઈ તને મળશે. કરણ ખુશ થઈ ગયો.પોતાના સેવાભાવી બે મિત્રોને સાથે લઈ એક રિક્ષામાં સવારનો નીકળી પડે.સવારથી સાંજ સુધી ઘરે ઘરે ચા, દૂધ, દાળ, ભાત. શાક, રોટલી, છાશ, તો વળી સાંજે ખીચડી, શાક, ભાખરી ઘરે-ઘરે જરુરત મુજબ પહોચાડવા લાગ્યો.

કરણે પ્રભુનો અને જાદુગરનો આભાર માન્યો. 

જ્યાં સુધી બધું નોર્મલ ન થઈ ગયું. ત્યાં સુધી ખુશી ખુશી પોતાને ગમતી આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી. લોકો પાસે જતાં લોકોનાં ચહેરા ઉપરની ખુશી તે તેની મોટી કમાણી હતી.તે તેનાં મિત્રોને કહેતો. "

"જો કોઈ પૂરા દિલથી કંઈ પણ શુભ કરવા ઈચ્છે તો પુરુ બ્રહ્માંડ તમારી સહાય કરવા તૈયાર થઈ જતું હોય છે.એ ખરેખર ખૂબ સત્ય વસ્તુ છે." 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy