Kalpesh Patel

Fantasy Thriller

5.0  

Kalpesh Patel

Fantasy Thriller

જાદુઈ વીંટી

જાદુઈ વીંટી

12 mins
1.9K


ચંદ્રપ્રભા નામનું એક નગર હતું. આ નગર પંચકણકી હતું. અહી બ્રાહ્મણ રહે, કુંભાર રહે, મોચી રહે, લુહાર રહે, ને સુથારે ય રહે, ઘાંચી તો હોય જ. સૌ સંપીને રહે, સંત જ્યાં જંપ. સંઘ હોય ત્યાં શક્તિ હોય.આવા સંતોષી અને સંપીલાં નગરના રાજાનું નામ ઉગ્રસેન હતું, રાજા તેની રાણી ગુણસુંદરી સાથે સુખેથી રાજ કરતો હતો. રાજા દયાળુ અને રાણી પણ માયાળું હતી, તેથી ચંદ્રપ્રભા નગરમાં કોઈ દુઃખી હતું નહીં કે કે ભૂખ્યું પણ સૂતું નહીં. આટ આટલા સુખ વચ્ચે "ખાટલે મોટી ખોટ કે" આવા નેક અને પ્રમાણિક રાજા રાણીને શેર માટીની ખોટ હતી, તેઓને કોઈ સંતાન નહતું. પણ રાજા અને રાણી પોતાનું દુઃખ ભૂલી પ્રજાના સંતાનને પોતાના ગણી તેઓના લાલન-પાલન અને વિકાસમાં જોઈતી બધી મદદ પૂરી પડતાં હતા. રાજા વાર તહેવારે વેશ પલટો કરી નગરના ભ્રમણે જતો અને પ્રજાજનના નહીં કીધેલા દુઃખો જાણી દૂર કરતો.

એક વરસાદી રાત્રિએ તે નગર ચર્ચાએ નીકળ્યો, તો જોયું કે ગામનો ઘાંચી તેની પત્નીને અડધી ઘોર અંધારી રાતે "ખરા બપોરે પણ તારા દેખાય તેમ તેમ લાકડીથી માર મારી રહ્યો હતો". પંડિતના વેશમાં નીકળેલ રાજાને દયા આવી અને ઘાંચીને તેની પત્નીને આમ માર-જૂડ કરતો જોઈ તેને શાંત પાડ્યો, અને પત્નીને માર મારવાનું કારણ પૂછ્યું ત્યારે, ઘાંચીએ આંખો નચવતા, રાજાને સામું પૂછ્યું,અરે બામટા, આઘો રહેજે...! અરે વાહ તું કોણ મને સલાહ દેનાર ? મારી પત્ની વાઝણી છે તેને પરણીને લાવ્યા ને ચાર વરસ વિત્યા કોઈ સંતાન નથી, આ વાઝણીનું મોઢું જોવું, તે આખો દી મારો બગડે છે, હું કઈ ઉગ્રસેન રાજા નથી કે તેની વાઝ્ણી રાણીની માફક વળગાડી ફરતો રહું. શું વાઝણી નારીના શુકન કોઈ લે ?,પંડિતજી તમારું ટિંપણું શું કહે છે બોલો ? હું ખરો કે ખોટો ? ઉગ્રસેનને ધોબીના વિધાન વીંછી જેમ ડંખ મારતા હતા. તે ચૂપચાપ નગર ચર્ચા પતાવી પાછો મહેલ આવ્યો. રાણી ગુણસુંદરીએ રાજાને વહેલો આવેલો જોઈ નવાઈ લાગી, અને બધુ હેમખેમ તો છેને પૂછ્યું ? પણ રાજા જવાબ આપ્યા વગર ચૂપચાપ સૂઈ ગયો. તને વારે વારે ઘાંચીના કીધેલા વેણ પરેશાન કરતાં હતા એટલે તેણે તેની કુળદેવીનું શરણું લીધું અને કુળ દેવીનું સ્મરણ કરતાં કરતાં સૂઈ ગયો.

તે રાતની વહેલી સવારે કુળદેવીએ રજાના સ્વપ્નમાં આવી દુઃખ નહીં કરવા કીધું, ત્યારે રાજાએ પોતે સંતાન વિહોણો છે, તો એક સંતાન આપવા માટે વિનતિ કરી.ત્યારે કુળ દેવીએ કહ્યું હે રાજા, તું નીતિ પારાયણ અને પ્રમાણિક છે એટલે તને સંતાન નથી, હકીકતમાં તારા નશીબમાં સંતાન વિરહનો યોગ છે, જો તને સંતાન થશે તો તારે એના વિરહમાં ઝૂરવું પડી શકે તેમ હોવાથી, મે તને સંતાન વિરહના કપરા દુઃખમાંથી બચાવી રાખવા સંતાન વિહોણો રાખ્યો છે. રાજાએ કુલદેવીની વાત સાંભળી વધારે દુઃખી થયો, અને વિચાર કર્યો અને કુળદેવીને વિનવતા બોલ્યો, હે દેવી હું અમે મારી પત્ની તને મન, કર્મ અને વચનથી વફાદાર રહ્યા હોય તો મને મારી પ્રજા એક અને એક મારી પત્ની માટે, એમ બે વરદાન આપ. કુળદેવીતો પહેથીજ રાજાની નિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન હતા એટલે રાજાની માંગણી સ્વીકારી, તેને બે વરદાન માંગવા કહ્યું ત્યારે રાજાએ વરદાન માંગવાની શરૂવાત તેના નગરજનો માટેથી કરતાં દેવી પાસે પહેલું વરદાન માંગતા, માગ્યું કે મારી પ્રજાને તેના પુરૂષાર્થનો બદલો મળે અને મારી રાણી ગુણસુંદરીને એક સંતાન. કુળ દેવી રાજાએ પોતાના હિત કરતાં, પ્રજાના હિતને પ્રાથમિકતા આપી એટલે તે પ્રસન્ન થયા અને બે વરદાન ઉપરાત રાજાને એક જાદુઈ વીંટી આપી, અને કહ્યું તને કોઈ મોટી મુશ્કેલી આવે તો આ વીંટી તેના ધારકને મદદ કરી, તેની મુશ્કેલી દૂર કરશે તો સાચવીને રાખજે આની સમયે તને કામ લાગશે !

કુલદેવીની વાત પતી અને રાજાની આંખ ખૂલી જોયું તો જમણા હાથની ટચલી આંગળીએ એક લોખંડની વીંટી હતી, મનોમન તે દેવીનો આભાર માની વહેલો પરવારી દેવસેવામાં લાગી ગયો. સમય વિતતો ગયો અને એક દિવસે ઉગ્રસેનરાજાની રાણી ગુણસુંદરીને કુંખે ખુબ સુંદર ચંદ્રના ટુકડા જેવી એક પુત્રીની જન્મ થયો. તેની હરણજેવી સુંદર આંખો હતી. તેથી રાજાએ રાજકુમારીનું નામ મૃગનયની પાડ્યું. રાજા અને રાણીને સંતાનમાં એક જ પુત્રી હોવાથી તેને ભારે લાડકોડથી ઉછેરતા હતા. ઉગ્રસેન રાજા અને તેની પ્રજા દેવોને ઈર્ષા આવે તેવું જીવતા હતા.

હવે વાત એમ બની કે આ ખુશીના મોકે બીજા સમાચાર એ હતા કે નગરના પ્રધાનને ત્યાં પણ પાછલી ઉમરે મોડુ મોડુ પારણું બંધાયું અને તેની પત્નીએ એક ભાઈબહેનના જોડિયાને જન્મ આપ્યો. રાજાએ આખા નગરજનોને યથા-યોગ્ય ભેટ આપી આ બેવડા ખુશીના અવસરને ધામધૂમથી માનાવ્યો. ચંદ્રની કળા માકફ રાજકુમારી અને પ્રધાનના બાળકો હસતા રમતા મોટા થતાં ગયા. રાજાએ પોતાની દીકરી અને પ્રધાનની દીકરી કુસુમને ભણાવવા પંડિત નિમેલા અને પ્રધાનના દીકરા કનકને કાશી મોકલી સર્વ કળામાં નિપુણ બનાવા કપરી મહેનત કરાવતા હતા.

રાજકુમારી મૃગનયની હતી ભારે નટખટ. રાજા એ રાજકુમારી માટે સુંદર મહેલ બનાવડાવ્યો હતો. મહેલમાં સુંદર બાગ-બગીચા પણ હતા. બગીચામાં રાજાએ દરેક દેશના ફૂલો વાવેલા તેથી અહી ખૂબ સુંદર ફૂલ ખીલતા અને ત્યાં જાતજાતનાં પક્ષી આવતા મૃગનયની અને તેની સહેલીઓ આખો દિવસ આનંદથી રમતા રહેતાં.

રાજકુમારી મૃગનયની હવે યુવાન થઈ ગઈ હતી. તેને એક દિવસ વિચાર આવ્યો કે આખો દિવસ શું આ એક ને એક મહેલમાં અને બગીચામાં ફરતા રહેવું ? તેણે બધી સહેલીઓને કહ્યું, ''ચાલો આજે આપણે વનમાં ફરવા જઈએ '' ત્યાં તો પ્રધાનની દીકરી કુસુમે કહ્યું, મારા ભાઈ કનકે મને જણાવ્યુ હતું તે મુજબ . ''રાજકુમારી બા, આપણે ભૂલેચૂકેય વનમાં ફરવાનો વિચાર કરવો નહી, કારણ કે નદી પાસે આવેલા વનમાં ભેદી ગુફામાં એક જીન રહે છે. વનમાં જે કોઈ ફરવા જાય તેને પકડી તેની ભેદી ગુફામાં કેદ કરી લે છે. એટલે તો મહારાજે વન જવાના રસ્તે કાંટાળી વાડ બનાવી ત્યાં જવાની મનાઈ ફરમાવી છે.''

 મૃગનયની બોલી, ''સારું, આપણે વનમાં જઈશું નહીં પણ મેં સાંભળ્યું છે કે વન પાસે વહેતી નદીની આસ-પાસ બહુ સરસ કુદરતી સૌંદર્ય છે. આપણે નદી કિનારે ત્યાં આખો દિવસ ફરશું અને મજા કરશું. ચાલો ચાલો પણ કોઈ મારા માતા-પિતાને ન કહેતા નહીંતર જવા જ નહીં મળે.''

બધી સહેલીઓ સાથે રાજકુમારી મૃગનયની તો ઉપડયા નદી કિનારાની સહેલ કરવા ઉપડી એટલે પ્રધાનની દીકરી રૂપસુંદરી પણ કમને તેની સાથે ગઈ. આખો દિવસ ખૂબ મોજ-મજા કરી, સુંદર ખળ-ખળ વહેતું પાણી જોઈને મૃગનયનીને તો નાહવાનું મન થઈ ગયું તેને થયું, અહી વળી ક્યાં જીન હોય, તે તો વનમાં છે આ નદીનો કિનારો વન થોડી છે ? તેતો બધી સહેલીઓની નજર ચૂકવી નદીના નિર્મળ વહેણમાં ન્હાવા ઉતરી, હવે જીન કપટી હતો તેણે રચેલી માયાથી રાજકુમારી અને તેની સખીઓ જે જગ્યાને નદીનો કિનારો માનતી હતી, તે હકીકતમાં વનનો એક ભાગ હતો, અને અહી આ જીનની આણ ફરકતી હતી. આજે જીન ઝાડ ઉપર બેસી શિકારની રાહ જોઈને જ બેઠો રહેતો, જીને જોયું, ''આહાહા ! આજે ઘણા દિવસે શિકાર હાથમાં આવ્યો છે તે પણ આટલી સુંદર છોકરી !'

' વાહ તે તો રાજકુમારી મૃગનયનીને પકડીને તેની ગુફામાં લઈ ગયો અને કેદ કરી લીધી અને વિચારવા લાગ્યો કે આની સાથે લગ્ન કરી ને હું તેને મારી રાણી બનાવીશ. મૃગનયનીએ ગુફાની બહાર નીકળવા ખૂબ મથામણ કરતી જોઈ જીને, રાજકુમારીને પોતાના જદુના જોરે એક 'મમી' બનાવી પેટીમાં પુરી નાખી હતી. મમી બનેલી રાજકુમારી હવે બંધાઈ ગયેલી હોવાથી હવે અહીથી બહાર ભાગી પોતાના પિતા પાસે જવા માટે, હવે કોઈ રસ્તો નહોતો. તેને તેની ભૂલ બદલ બહુ જ પસ્તાવો થયો. પણ હવે શું થાય બધી સહેલીઓ મૃગનયની ખોવાઈ પાણીમાં જતા ભારે આક્રંદ કરવા લાગી અને તેનો પત્તો ના મળતા, આખરે બધી સખીઓએ જઈ રાજા-રાણીને બધી હકીકત જણાવી.

રાજા-રાણી પણ ભારે વિલાપ કરવા લાગ્યા. રાજાએ તેના સેનાપતિ અને સૈનિકોને વનમાં મોકલી રાજકુમારીને શોધી લાવવા આદેશ આપ્યો. પણ આશ્ચર્ય ! જેટલા લોકો વનમાં રાજકુમારીને શોધવા જતાં તે વનમાંથી બહાર જ ન આવતા. સૌને જીન કેદ કરી લેતો. રાજા-રાણીના સુખ-ચેન હરામ થઈ ગયા. રાજા ઉગ્રસેને નગરમાં ઢંઢંરો પીટાવ્યો કે જે કોઈ મારી વહાલસોઈ દીકરી મૃગનયનીને જીવતી પાછી લાવશે તેના, હું મૃગનયની જોડે લગ્ન કરાવીશ અને મારો જમાઈ મારા મર્યા પછી આ નગરનો રાજા બનશે..

હવે આ સમય દરમ્યાન પ્રધાનનો પુત્ર કાશીએથી ભણી ગણી વિદ્વાન બની નગરમાં પાછો આવેલો. ઘણા વર્ષે આવેલો પ્રધાનનો પુત્ર કનક સુંદર અને ખડતલ દેખાતો હતો. એને આંખ મીચી પ્રશ્ન કુંડળી માડી જોયું તો રાજકુમારી મૃગનયનીને વનમાં એક જીને લગ્ન કરવાના ઈરાદે પકડી 'મમી" બનાવી કેદ કરેલી છે.આ જોઈ તેને ભારે દુઃખ થયું. તેને થયું, ''હું કેમ કરીને રાજકુમારીને છોડાવું ? તે વિચારમાં પોતાના પિતા પાસે બેઠો હતો. તેણે તેના પિતાને પોતાની જ્યોતિષ વિધ્યાના આધારે જે જોયું તે કહ્યું. પિતાએ રાજાના અનેક ઉપકાર યાદ કરાવી, કનકને રાજકુમારીને છોડાવી રાજાની ચિંતા દૂર કરવા આદેશ આપ્યો, અને અંતે તેઓ રાજા પાસે મંજૂરી લેવા ગયા !

રાજા ઉગ્રસેન દુઃખી હતો, પરંતુ તેમ છતાય "ગામના છોરા ગારાના, પાડોશીના પીત્તળના,મારૂ સંતાન સોનાનું" એવું નહતો માનતો, અને પ્રધાનને ભગવાને આપેલ કાબેલ પુત્રને પોતાની છોકરીની શોધ પાછળ બલી ચડવા દેવા નહતો માંગતો, એટલે કનકને રાજકુમારીની શોધ કરવા જવા મંજૂરી ન આપી, ત્યારે પ્રધાને કહ્યું, હે રાજા આ નગરના સૌ લોકોના પાલક છો. તમારું દુઃખ એટલે નગરનું દુઃખ, અંતે રાજા પ્રધાનની વાતમાં સંમત થયો અને રાજકુમારીની શોધ કરવા જઈ રહેલા કનકને દીર્ઘયુંના આશીર્વાદ આપવા જતો હતા ત્યાં કુળદેવીએ આપેલી લોખંડની વીંટી ઉપર નજર પડતાં તેને ઉતારીને, રાજાએ કનકને આપી અને કહ્યું કે કોઈ વિપદા આવે તો આ વીંટીને યાદ કરજે, તારી મુસીબત દૂર થશે ! વીંટીને હાથમાં લેતાજ પ્રખર જ્ઞાની કનકને વીંટીની મહત્તા સમજાઈ અને રાજા તેમજ તેના પિતાને પગે પડી રાજકુમારી મૃગનયનીની શોધ માટે નીકળી પડ્યો.

તે કાશીથી ભણી આવેલ અઘોરને કાબુમાં લેવાના મંત્રો બોલતો કનક નદી વટાવી, હવે વનમાં પ્રવેશી ચૂક્યો હતો. કોઈ નવું પ્રાણી રાજાએ પાછું મોકલ્યું છે તે જીનને તરત ખબર પડી ગઈ, પણ તેણે ખબર નહતી કે આ વખતે તેનો સામનો કોઈ કાશીના પંડિત સાથે છે. કનકના જ્ઞાનથી બેખબર તે જાદુઈ કોટ પહેરી તેના મહેલમાંથી બાહર આવ્યો. તે અદ્રશ્ય હોવાથી કનકને જીન દેખાયો નહીં. કનક તેની વિધ્યાના જોરે છેક ભેદી ગુફાના મુખ સુધી પહોચી ગયો. કનકને અહી ગુફામાં જવાનો રસ્તો મળતો નહતો. એટલે જીન કનકને હેરાન થતો જોઈ, મજા લેતો હતો. કનકના દરવાજો શોધવાના પ્રયાસોમાં તેણે પહેરેલી લોખંડની વીંટી ગુફના પથ્થર સાથે ઘસતા જીનની નજરોને ખાળી, તેમાથી એક દિવ્ય દેવીનું સ્વરૂપ પ્રગટ થયું, અને કનકનો હાથ પકડી ગુફાનો અદ્રશ્ય દરવાજો પાર કરવી લીધો. આ જોઈ જીનને થયું કે આ વખતે તેનો પનારો કોઈ ચતુર સાથે પડ્યો છે. એણે મંત્ર બોલી એક ચપટી ધૂળ પકડી ગુફામાં વેરી, અને કનકની સામે એક સ્વર્ગમાં હોય તેવો મહેલ હતો. કનકે મહેલના બગીચામાં ફરતા જોયું તો હોજમાં રંગીન પાણીના ફુવારા ઉડતા હતા. ચારે બાજુ દેવદૂત હવામાં ફૂલો ઉડાડતા હતા. ગુફામાં આવેલો બગીચો અજીબ હતો , અહી પંખીઓ પગે ચાલતા હતા અને ગાય, બકરી, ઘોડા, ગધેડા, વાંદરા, સિંહ, વાઘ જેવા પશુઓ તેમની પાંખથી ઊડી વિહાર કરતાં હતા..અહીંનો આખો આલમ અજાયબ હતો. બધા કનકને પગે ચાલતો જોઈ નવાઈ પામતા હતા. કનક સૌનો ડર દૂર કરી એક આંબાના ઝાડ નીચે પહોચ્યો. કનક બેટા તું આ માયાવી નગરીથી સાવધ રહેજે , હું પણ ચંદ્રપ્રભા નગરીનો સેનાપતિ છું, અને આ જીનની તરકીબમાં ફસાઈ જતાં મને ઝાડ બનાવી દીધો છે. કનકે બોલતા આંબાના ઝાડ ઉપરનજર ફેરવી જોયું અહીંના બોલતા આંબાના ઝાડ ઉપર પપૈયાં જેવી મોટી અને સોનેરી રંગની ચમકતી કેરીઓ હતી. આ જોઈ તેને અચંબામાં પડી જતાં જોઈ. અજબ ગજબ બોલતા આંબાના ઝાડે જીનના હુકમ પ્રમાણે કનકને એક કેરી ખાવા આપી. બોલતા આંબાના ઝાડે જેવી એક સોનેરી કેરી કનકના હાથમાં મૂકી, તે વખતે તરતજ તે સોનેરી કેરીમાથી એક મીઠા રસની ધાર આપોઆપ ઊડીને તેના મુખમાં પડી.અને કનકનું પેટ તો આવા મધુર પણ માયાવી રસથી ભરાઈ ગયું હોવાથી તે આંબાના ઝાડ નીચે ઘેનમાં પડી સૂઈ ગયો .કેટલો સમય થયો તેની તેને ખબર નહતી, પરંતુ તે ઊંઘમાથી ઉઠ્યો ત્યારે દિવસ આથમી ચૂક્યો હતો. પણ આ અજીબ ગુફાના પ્રદેશની વાત અલગજ હતી , અહીં આખા મલકને માથે રાતનો કાળો ડીબાંગ અંધકાર હતો, તો આખી ધારા ચાંદી જેમ ચમકતી હતી. દરેક ઝાડના ફૂલો સોના જેમ ચમકતા હતા. અને દાડમના ઝાડ પાકેલાં દાડમના દાણાં મોતી જેવા ચમકી ચારેકોર દિવડાઓનો ઉજાસ રેલવતાં હતા.

કનકનો અનાયસે હાથ આખો ચોળવા આંખે લાગ્યો અને તેને પહેરેલી વીંટી તેના ચહેરે ઘસાતા, દેવીએ કનકને ચેતવતા જણાવ્યુ કે આ બધી જીનની માયા છે, અને જે જાદુઈ ફૂલ ઝાડ દેખાય છે હકીકતમાં રાજકુમારીની શોધ માટે આવેલા ચંદ્રપ્રભા નગરીના સૈનિકો છે, તેઓ જીનની માયાથી ભટકીને આમ તેની ચુંગાલમાં ફસાયેલા છે. કનક વેરસરની દેવીની ચેતવણીથી ચેતી ગયો, પણ કનકે તેના હાવ ભાવ હજુ પણ પોતે આ અદભૂત નગરીથી મોહિત થયો હોય તેમ રાખ્યો હતો.

આ અજીબ નગરી જોઈ ઘેલો થયો હોય તેમ કનક આગળ ચાલ્યો. અને થોડે દૂર પહોચી જોયું તો તેને તે જગ્યાએ હવામાં તરતો એક મહેલ જોયો. મહેલ પાસે પહોચી ત્યારે મહેલની કેડી નીચી નમી તેને મહેલમાં આવકાર આપતી હતી. સતેજ કનકે એ ઉડતા મહેલની કેડીએ પગ મૂકી મહેલમાં જવા ગયો ત્યારે, મહેલની કેડી પછી જમીનથી ઉપર આવી તે પણ મહેલ સાથે ઉડવા લાગી. કનક આ બધુ વિચિત્ર અને નવું હતું, ઉડતા મહેલ માથી નીચે દેખાતો પ્રદેશ બહુજ સુંદર લાગતો હતો. સોનાકુંવરી તો આ નજારો જોતાં ધરાતી નહતી. આખરે તે ઉડતા મહેલના દરવાજે પહોચે છે ત્યાં તેણે મોઢેથી આગ ઓકતા અજગરને મહેલના દરવાજે ચોકી કરતો જોયો. કનક આવા વિશાળ કાય આગ ઓકતા અજગરને ભાળી ડરી ગયો. ત્યાં હાથમાં રહેલી પેલી વીંટી તેને યાદ આવી, ઓ કનક ડર નહીં, હું અજગરને ખાવા અળશિયા વેરુ છું અને તે અળશિયા ખાતા હોય તે વખતે તમે તેની નજર ચૂકવી તું મહેલમાં ઘૂસી જજે. વીંટીવાળા દેવીમાંની શિખામણ મુજબ. કનક અળશિયા ખાતા અજગરની નજર ચુકાવી પોતે ઉડતા મહેલની અંદર પહોચી ગયો.

મહેલની અંદરની સજાવટ જોઈ કનક આભો બની ગયો. ચારે બાજુ ઉડતા વિવિધ રંગના પતંગિયાઓએ તેઓના મધુર સંગીત સાથે રાજકુમારી મૃગનયનીને હિંચકે જુલતી જોઈને તેણે આનંદ થયો. મૃગનયનીએ પણ કનકને જોયો અને તે દોડતી આવી તે વળગી પડી, અને તેણે મહેલના અંદરના રૂમમાં ખેચે ગઈ. અવિરત ઉડતા મહેલના અંદરના બીજા રૂમમાં મૃગનયની, કનકને લઈ ગઈ ત્યારે કનક રૂમમાં પડેલા બેસુમાર હીરા માણેક, ઝવેરાત, સોના ચાંદીના વાસણ અને વચ્ચે પડેલી એક મામી રાખેલ સોનાની પેટી જોઈ આવક થઈ ગયો. કનકે આવો અદભૂત ખજાનો બતાવ્યા બદલ મૃગનયનીનો આભાર માન્યો. ત્યારે મૃગનયનીએ કણકને જણાવ્યુ, કનક આ બધી સંપતિનો તું માલિક બની શકે છે, જો તું મારી સાથે હજુ અંદરના કમરા આવે તો. કનક કોઈ સંમોહનમાં હોય તેમ ચાવી દીધેલ પૂતળાની માફક મૃગનયનીની પાછળ બેધડક જતો હતો, ત્યાં એકાએક તેના પગે કે મોટો મણિ અથડાયો ને જમીન ઉપર પડ્યો... અને હાથના ટેકે ઊભો થવા જાય ત્યાં... વીંટીવાળા દેવીમાંએ સંમોહનમાંથી જાગૃત કર્યો, અને કનક હવે સતેજ હતો, એક નજરે તેણે જોયુ તો, આગળ ચાલી રહેલી મૃગનયનીનો પડછાયો નહતો પડતો, અઘોર મંત્રને ફરી રટણ કરતાં જોયું તો સમજાયું કે હકીકતમાં રાજકુમારી મૃગનયનીના વેશમાં જીન તેને તેની પાછળ જવા આહવાન આપતો હતો. તેણે મૃગનયનીને પોતાને ઊભા થવામાં મદદ માટે વીંટીવાળો હાથ લંબાવ્યો..

મૃગનયનીના વેશમાં રહેલા જીનને કનકનું મોત સામે લગતા, તે અતિ ઉત્સાહમાં હતો, અને કનકે મદદ લંબાવેલો હાથ પકડ્યો, ત્યારે હવે જીનનો હવાલો હવે ચંદ્રપ્રભા નગરના દેવીમાને હાથ હતો, એકજ પળમાં જીન તેમના કાબુમાં હતો, અને દેવીમાએ ચંદ્રપ્રભાનગરની રાજકુમારી મૃગનયનીનો હિસાબ માંગતા તે અટહસ્ય કરતાં બોલ્યો, ઑ નગરદેવી, તારો આભાર મારી મુક્તિ કરવા બદલ, તું જીતી ગઈ આજે, પરંતુ "હું હારીને પણ આજે જીતી ગયો છું", ,, તમારી રાજકુમારી મૃગનયની પાછળના રૂમમાં પડેલી પેટીમાં મમી થઈ સૂતેલી છે.

એકા એક મોટા કડાકાના ગગન ભેદી અવાજ સાથે, અત્યાર સુધી પરીકથાના ચાલી રહેલા દ્રશ્યો.. પૂરા થયા, કનકે જોયું તો આંગળીએ રાજાએ આપેલી વીંટી હવે હતી નહીં, તેમજ થોડીવાર પહેલાનો તેણે જોયેલા માણેલા અજાયબ મહેલની જગ્યાએ હવે ઘેરા કાંટા અને ઝાંખરાં વાળી કોતરો હતી. કનકે જોયું ચારે બાજુ છૂટાછવાયેલા ઊંઘમાંથી ઉઠી રહેલા ચંદ્રપ્રભા નગરના સૈનિકો વચ્ચે બેજાન મૃગનયની હજુ સૂતેલી પડેલી હતી. કનકે ચંદ્રપ્રભા નગરના સેનાપતિને બાજુમાં વહેતી નદીનું પાણી લાવવા કીધું. જ્યારે સેનાપતિ તેના ખોબામાં પાણી લઈ આવ્યો ત્યાં સુધીમાં, કનકે તેની ટચલી આંગળી કાપી પોતાના લોહીથી મૃતપાય બનેલી મૃગનયનીને અંજલિ આપી. કાશીમાં શિખેલી સંજીવની વિદ્યાના પ્રયોગે આખરે કનકે તેને સજીવન કરી. સેનાપતિએ ચંદ્રપ્રભા નગરના ને પોતાના ખોબેથી જીવંત થયેલી રાજકુમારીને પાણી પીવરાવ્યું.

આટલીવારમાં ચંદ્રપ્રભા નગરના રાજાએ મોકલેલ રથ આવી ગયા હતા સૌ તેમાં બીરાજી હર્ષોલ્લાસ અને કનકનો જયજયકાર કરતાં ચંદ્રપ્રભા નગર પરત ફર્યા.

બીજે દિવસે ચંદ્રપ્રભા નગરના દરબારમાં રાજાએ જ્યારે મૃગનયનીના કનક સાથે સગપણની જાહેરાત કરી ત્યારે કાશી ભણી પંડિત બનેલા કનકે, રાજાને કહ્યું, તે મૃગનયનીને પરણી શકે તેમ નથી. ખચોખચ ભરેલી સભામાં સન્નાટો છવાઈ ગયો.. આખરે કનકે શાંતિનો ભંગ કરતાં જણાવ્યુ, હે મારા દેવ તેમજ પિતા તુલ્ય રાજન ઊગરસેન મહારાજ, મે મારા રક્તના સિંચન થકી તમારી દીકરી રાજકુમારી મૃગનયનીને જીવંત કરી છે તે નાતે હું તેનો પાલક પિતા ગણાઉં, એક પિતા તેની દીકરીની સાથે કેવી રીતે લગ્નના બંધને જોડાઈ શકે ? ખરેખર રાજકુમારી મૃગનયનીને લાયક જો કોઈ યોગ્ય મુરતિયો હોય તો ચંદ્રપ્રભા નગરના સેનાપતિ સિવાય બીજું કોઈ નથી, મે તો મૃગનયનીના શરીરમાં મારા લોહીના સિંચન થકી પ્રાણ મૂક્યા, પણ ચંદ્રપ્રભા નગરના સેનાપતિએ પાણી પીવરાવી રાજકુમારી મૃગનયનીના હૃદયને ધબકતું કર્યું. ચંદ્રપ્રભા નગરના દરબારી તેમજ રાજા, કનકની જ્ઞાનવાણીનું અમૃત પામી ભાવ વિભોર બની ગયા ! રાજાએ કનકને ચંદ્રપ્રભા નગરનો રાજગુરુ તરીકે નિમ્યો અને મૃગનયનીના વિવાહ ચંદ્રપ્રભા નગરના સેનાપતિ સાથે કર્યા.

લગ્ન પછી મૃગનયનીની વિદાય વખતે ઉગ્રસેન રાજાની બંને આંખ રડતી હતી, પણ હા બંને આંખો જુદા જુદા કારણે રડતી હતી, તેઓની જમણી આંખ વહાલસોઈ દીકરી મૃગનયનીને સાસરે વળાવવાના દુઃખમાં તો ડાબી આંખ વિધાતાના લેખ ઉપર મેખ મારી સંતાન સુખ આપવાળી ચંદ્રપ્રભા નગરની કુળદેવીની અસિમ કૃપા માટે....



Rate this content
Log in

Similar gujarati story from Fantasy