STORYMIRROR

Vandana Patel

Drama

4  

Vandana Patel

Drama

જાદુગરી

જાદુગરી

2 mins
394

એકવાર ધરમપુર નામના રાજ્યમાં એક જાદુગર આવ્યો. જાદુગર રાજસભામાં જાદુના ખેલ બતાવી રહ્યો હતો, ત્યારે જ ઝરુખામાં રાજકુમારી દેખાઈ. જાદુગર રાજકુમારીને જોતાં જ પુતળું બની ગયો. રાજાએ હુકમ કર્યો કે " બીજો જાદુ બતાવો." જાદુગરે જાદુઈ લાકડી ફેરવી રાજકુમારીને બાજ પક્ષીમાં પરિવર્તિત કરી, પોતાની આંગળીએ બોલાવી લીધી. જાદુગરે ક્ષણભરમાં ખેલ કર્યો હોવાથી કોઈને કશી ખબર પડી નહીં. ઝરુખેથી દાસી રાજાને જાણ કરવા આવે છે કે " રાજાજી, આપણાં રાજકુમારી ઝરુખેથી અચાનક જ ગાયબ થઈ ગયા છે." 

રાજાએ હુકમ કર્યો કે "રાજ્યમાં તપાસ કરવામાં આવે" રાજ્યમાંથી બહાર જવાના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. જાદુગર રાજસભામાં જ હતો. જાદુગર રાજસભામાંથી ધીમી ગતિએ બહાર નીકળ્યો. જાદુગર ઉતારે આવી બહાર જવાની યોજના વિચારવા લાગ્યો. જાદુગરને રાજકુમારી સાથે લગ્ન કરવાની લાલચ થઈ ગઈ હતી. 

જાદુગર રાજા પાસે જઈને બહાર જવાની મંજૂરી લઈ આવ્યો કે " હું બીજા રાજ્યોમાં મારું કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે જાઉં છું." રાજાએ સંમતિ આપી.

જાદુગર રાજ્યમાંથી બહાર નીકળવા માટે અંતિમ દરવાજે પહોંચી ગયો હતો. દરવાજે ઊભેલા સિપાહીને શંકા જતા જાદુગરને પોતાની સાથે રાજસભામાં લઈ ગયો. સિપાહીએ જાદુગરને કહ્યું કે "મહેમાનને છેલ્લી ભેટ તો મહારાણી આપે છે" એવું કહીને સિપાહી જાદુગર સાથે રાજાજી અને મહારાણી સામે ઉપસ્થિત થયો.

સિપાહી રાજાજી પાસે જઈને કંઈક કહી આવ્યો.

મહારાણીને બાજ પક્ષી પ્રત્યે અદમ્ય ખેંચાણ થયું. મહારાણીને બાજને પોતા પાસે રાખી લેવાનું મન થયું. રાજાજીએ જાદુગરને કહ્યું કે " તમે અહીં આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા." 

"આ બાજ પક્ષી કયાંથી આવ્યું ?"

બાજના પગમાં ઝાંઝર અને ગળામાં હાર કેમ છે ?" 

"તમે સત્ય કહો, નહીં તો જેલમાં જાઓ."

જાદુગર ડરી ગયો કે જેલ ! જાદુગરે બધી હકીકત કહી દીધી. રાજકુમારીને મૂળ રૂપમાં જોઈ રાજારાણી ખુશ થઈ ગયા. જાદુગરને સત્ય કહેવા બદલ અભિનંદન સાથે ઉપહાર પણ આપ્યા. રાજાજીએ સિપાહીની નિર્ણયશક્તિ અને ચકોર દ્રષ્ટિના વખાણ કર્યા. સિપાહીને બઢતી સાથે બહુમાન આપી ઉપહાર આપ્યા. 

 જાદુગરનુ રાજકુમારી સાથે લગ્નનું, ઈન્દ્રધનુષી રંગોથી રંગાયેલું સપનું તૂટી ગયું. એણે ભારે હૃદયે બીજા રાજ્યમાં જવા પ્રસ્થાન કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Drama