ઈશ્વરીય દર્શન
ઈશ્વરીય દર્શન
આજે રાગિણી ખુબ જ ખુશ છે. ઘરની બહાર જોરથી હોર્નનો અવાજ આવ્યો...રાગિણી ફટાફટ સેન્ડલ ચડાવીને ટક.. ટક કરતી પોતાની બેગ ખભે કરી બહાર આવી...જોયું, બસ રાહ જોઈ રહી છે. રાગિણી એક સંસ્થામાં જોડાઈ હતી. નાનપણથી જ એને કંઈક કરી છૂટવાની આદત વારસામાં મળી હતી. બસમાંથી અવાજ આવ્યો ચાલો ચાલો રાગિણીબેન જલ્દી બેસો ઉતાવળ કરો.
રાગિણીએ સીટ લઈ લીધી બસ ઉપડી બધા રાગિણીની ઉંમરના જ હતાં અમુક મિત્રો અને કોઈ અમુક નવા ચહેરા હતાં રાગિણી આ મુસાફરીની મજા લેવા એકદમ ખુશનુમા છે. ફ્રેંડ્સ સાથે વાતો શરૂ થઈ રાગિણીની સીટ બારીની બાજુમાં જ હતી બહારથી ઠંડો પવન રાગિણીના ચહેરાને ચૂમી રહ્યો હતો, રસ્તાઓ ઝડપથી કપાઈ રહયા હતાં આજુબાજુ લીલોતરી શરૂ થઈ ગઈ બસ વાંકાચૂકા રસ્તાઓ કાપતી અને ખેતરો માંથી પસાર થઈ આજુબાજુ ડુંગરો પણ દેખાતા હતાં.રાગિણી કુદરતી સુંદરતાની દિવાની હતી આ નજારો જોઈને ગીત ગુનગુનાવા લાગી..એક હિન્દી ગીત
પછીં નદિયા પવન કે જોકે ...
કોઈ સરહદ ના ઈન્હે રોકે ....
રસ્તો લાંબો હતો. આ સંસ્થા અલગઅલગ જગ્યાએ પછાત ગામ, ગરીબ, અનાથઆશ્રમ, વૃદ્ધાશ્રમ તેમજ જ્યાં મદદ કરવા જેવુ લાગે ત્યાં હાથ લંબાવી કાર્ય કરતી કોઈ યંગસ્ટર જોડાવા માંગતા હોઈ તેઓને પણ મોકો આપતી અને સાથે સેવા માટે લઈ જતી રાગિણી પહેલીવાર જઈ રહી છે. ઘણા સમય પછી આવા વાતાવરણમાં શ્વાસ લઈ રહી હોય એવું લાગી રહ્યું હતું. બારીમાંથી આવતો ઠંડો પવન રાગિણી નું મન મોહી રહ્યો હતો.રાગિણી જૂની યાદોમાં ખોવાઈ ગઈ !
એ વરસાદના એક એક ટીપા સાથે આવતી એક એક યાદ ...કોલેજનો પહેલો દિવસ મસ્ત વરસાદ કેન્ટીનમાં ગરમા ગરમ પકોડા સાથે' ચા ' મન કહે વાહ, શું દિવસો હતાં ! રાગિણી મનભરીને યાદો તાજી કરતી રહી..
વાતો વાતોમાં ને આનંદમાં રસ્તો ક્યારે કપાઈ ગયો ખબર જ ના રહી રાગીની એની મંઝિલ સુધી પહોંચી ગઈ ત્યાં જઈને બસમાંથી ઉતારતા બોર્ડ દેખાયું 'વૃદ્ધાશ્રમ'
બધા થોડો સમય રેસ્ટ કરવા જગ્યા શોધવા લાગ્યા પછી કામે લાગવાનું હતું પાછળથી અવાજ આવ્યો એ રાગિણી ઊભી રે યાર ક્યાં ખોવાઈ છે ? ક્યારની બૂમો મારું છું અહીંયા આવને સાથે બેસીને જમી લઈએ ! ઓહ કોમલ હા, કેમ નહિ ચાલ યાર બસ એ જ વિચારોમાં હતી કે અહીંયાનું વાતાવરણ કેટલું રમ્ય છે ! શહેરના કોલાહલથી તદ્દન નિશબ્દ:...
બધા જમીને થોડો વિરામ લે છે એટલામાં બુલાવો આવ્યો એ ચાલો...સાહેબ બધાને મળવા માંગે છે ને તમને અહીંયાના વડીલોના હાલ ચાલ લેવા બોલાવે છે.
જોયુ તો અમુક બુઝુર્ગ પોતાની મસ્તીમાં હતાં ને અમુક ત્યાંના કામોમાં મન પરોવીને હસતા હતાં કેટલાક સાથે બેઠા હતાં તો કોઈ એકલું ચોપડીઓ લઈ વાંચતું કોઈ ફૂલોને પાણી પીવડાવી રહ્યું હતું ને કોઈ ચાલવા ને કસરતમાં, આમ બધા ત્યાં જવાબદારીઓના બોજમાંથી જિંદગીના છેલ્લા વર્ષો આ રીતે જીવી રહ્યા હતાં.અમુક એવા છે જેમને શરીરની બીમારીથી બેચેન છે તો અમુક પોતાના વિચારોને વાગોળીને યાદોમાં સરી ગ્યા છે.
ત્યાંનું વાતાવરણ જાણે બચપનમાં જીવતા હોય એવું લાગી રહ્યું છે. બધા જ હશે છે રમે છે પણ આ શુ ? એક બેડ પર માજી ખુબ જ ગંભીર અવસ્થામાં હતાં ખુબ દુઃખી જોઈ રાગિણી તેમના નજીક ગઈ અને જોયું તેઓની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતાં ને ઓ રામ ઓ રામ બોલી રહ્યા છે રાગિણી આ જોઈ જાણે ખુબ ચૂપ થઈ ગઈ તેને એ વૃદ્ધાનો હાથ સ્પર્શ કર્યોને પોતાના હાથમાં લીધો બાજુમાં બેઠી રાગિણીને જાણે નવી જ અનુભૂતિ થઈ રહી છે જાણે આ કોઈ તેનું પોતાનું જ સભ્ય હોય એવું લાગે છે એમને જોઈને રાગિણી નું હૈયું હેતથી ઉભરાઈ ગયું.. ને એ લગભગ પંચોતેરની આસપાસના માજીને પણ રાગિણીના હાથનો સ્પર્શ થતા મુખ પર થોડી ચમક આવી હતી પણ આ ફક્ત માનવતાની લાગણીઓ નહિ હતી આ અનોખો સંબંધ લાગતો હતો.
આમને આમ બધા જ પ્રૌઢ સાથે વારાફરતી મળ્યા તેઓની પાસેથી અવનવી વાતો જાણવા મળી નવી પેઢી સમજી ગઈ હતી કે આ ખોટું છે જેઓને આપણને મોટા કર્યા ને એમને જ આમ ના તરછોડાય અહીંયા ભલે ગમે તેટલુ સુખ મળી જાય પણ જ્યાં એમના પોતીકા જ ના મળે ને પોતાના જ ઘરથી દૂર નવીન જગ્યાએ કેમ ગમે ? આ દર્દનાક હતું જે રૂબરૂ જોઈને પોતાના સંતાનોને કેમ દયા નથી આવતી આમ આખા ગામમાં દાન કરે ને માબાપની સેવા ના કરે તો ભક્તિ ને દાન બંને વ્યર્થ છે.
સવારમાં જ રાગિણી સીધી પેલા માજી તરફ ચાલી નીકળી એમની પાસે ગઈ ને રાગિણીએ તેઓનું નામ પૂછ્યું પણ માજી કંઈ જ બોલી શક્યા નહિ લગભગ યાદશક્તિ પણ ઓછી લાગતી જણાઈ રાગિણીએ વૃદ્ધાશ્રમનુ સંચાલન કરતા ભાઈને વિનંતી કરી કે આ માજીની મારે બધી જાણકારી જોઈએ છે ને જેટલા દિવસ અહીંયા રહું તેટલા દિવસ હું મારો સમય એમની સેવામાં આપવા માંગુ છું. સંચાલન ભાઈ એ હા કહ્યું ને પછી માજી વિશે થોડી વાતો શરૂ કરી..
દસ વર્ષ પહેલાની વાત છે આ વૃદ્ધાશ્રમ નવું નવું શરૂ થયું હતું. આ માજીનું નામ છે' મંગુબા 'જયારે તેઓ અહીંયા આવ્યા એટલે એકદમ સ્વસ્થ હતાં. તેઓનો છોકરો વિનય જ એમને અહીંયા મૂકી ગયો હતો ને કહી ગયો હતો કે બધું સારું થઈ જાય એટલે મા તને ચોક્કસ લેવા આવી જઈશ પણ આવું કહી ને જ બધા અહીંયા થી ભાગે છે લેવા તો શુ મળવા પણ આવ્યો નથી કે નથી ફોન કરી મંગુબાની ખબર લીધી ! આવાને હજુ મંગુબા દીકરો માને છે ને રોજ એના આવાની રાહ જોવે છે.
વિનય ? તમે શું નામ બોલ્યા નરેન્દ્ર ભાઈ ? ફરીથી બોલો.. વિનય બોલ્યો અરે મારાં પપ્પાનું નામ પણ વિનય જ છે પણ એ બિલકુલ આવા નથી..જરા આ મંગુબાની ફાઈલ બતાઓ.. તેઓની ફાઈલ હું કાલે આપુ અરે ઓકે કઈ વાંધો નહિ રાગિણી ત્યાંથી પાછી વૃદ્ધાશ્રમના ગાર્ડનમાં ફરવા નીકળી અત્યારે નવા નવા ફૂલોને ઓળખતી થઈ દરેક ફૂલોની મહેક એણે ખૂબ જ ગમી રહી હતી અહીંયા એ વારંવાર આવા ઈચ્છે એવી જગ્યા હતી પણ આ બધું છોડીને થોડી થોડી વારે મંગુબાને વિચારી રહી હતી અને એમની આગળની સ્ટોરીમાં શું થયું એની પ્રતીક્ષા હતી કાલ ક્યારે થાય અને ફાઈલ ક્યારે જોવે... રાગિણી દોડતી મંગુબા પાસે ગઈ મંગુ બા પાસે જઈને તેમના પગ દબાવવા લાગી મંગુબા પણ ધીમું ધીમું બોલવા લાગ્યા બેટા કોણ છે તું? હું રાગિણી.. સરસ નામ છે તારું મારાં દીકરાની દીકરીનું પણ આજ નામ છે રડતી આંખે બોલ્યા તો પછી ક્યાં છે તમારી રાગિણી ? ખુબ નાની હતી એટલે મેં બસ એક થી બે વાર રમાડેલી હવે તો તારા જેટલી થઈ હશે. ઘણો વખત થયો પણ નથી જોઈ દીકરાને પણ નથી જોયો ભગવાન કરે સુખી હોઈ ને જલ્દી મને લઈ જાય અંતિમ સમયમાં હું મારાં દીકરા પાસે જવા માંગું છું
રાગિણી એ જાણે મંગુબાના ઘાવ પર મલમ લગાવતી હોય એમ વાતો શરૂ કરી ચિંતા નહી કરો મંગુબા જરૂરથી તમારો દીકરો તમને લેવા આવશે જરૂર કોઈ ટેન્શનમાં હશે આવી વાતોમાં એમનું મન ફેરવીને મંગુબાના વિચારોમાં બદલાવ લાવીને એમણે ગાર્ડનસેર કરાવવા નીકળી ગઈ એની સાથે મંગુબા ને ખુબ મજા આવી રહી હતી જાણે ઘણા સમય પછી કોઈ પોતીકું મળી ગયું રાગિણી તેમના માથામાં મસાજ કરી આપતી આમ ને આમ પછી બીજો દિવસ પૂરો થયો !
સવાર પડીને તરત જ ફાઈલની શોધમાં દોડી નરેન્દ્ર ભાઈ નરેન્દ્રભાઈ ફાઈલનું શું થયું? લાવ્યો રાગિણી લાવ્યો હવે કોઈ પણ સંજોગે મારે મંગુબાની મદદ કરવી જ છે નરેન્દ્રભાઈ હું તેમને એમના પરિવાર સાથે મળવા લઈને જઈશ હા, બેટા રાગિણી હું મારાથી બનતી બધી કોશિશ કરીશ તારો સાથ આપવા હું તૈયાર છું.
ફાઈલ ખુલે છે એક એક પાના પલટાવી પલટાવી રાગિણી તલ્લીન થઈને જુવે છે એને એકદમ ધ્રાસ્કો લાગે છે કે આ તો બધી માહિતી પોતાના પરિવારને લગતી છે. આ મંગુબા બીજું કોઈ નહિ આ તો મારી પોતાની જ દાદી છે અરે.. ભગવાન આટલો અત્યાચાર મારી દાદી સાથે પપ્પા કેમ કરી શકે ? મારા માબાપે આજ સુધી મને અંધારામાં રાખી હું આ ઈટનો જવાબ પથ્થરથી જ આપીશ આટલા બેરહેમ હશે પપ્પા કે મા ને આ રીતે અહીંયા તરછોડી રાગિણીના આંખો માંથી ગંગા જમના શરૂ થઈ ગયા અને પોતાની જાતને પણ ધિક્કારવા લાગી અત્યાર સુધી તેને કહેવામાં આવ્યું હતુ કે દાદી આપણા ગામના જુના મકાનમાં રહે છે અને ત્યાં જ ખુશ છે મારી ગણી વાર કહેવા છતાં મારી વાત કાપી કાઢતા મારા ગામ જવાના અને દાદીને મળવાના પ્રસ્તાવને ટાળતા રહ્યા એવી તો શુ મજબૂરી પડી ? બસ બધુ બહુ થયું હું મારા મંગુબાને અહીંયાથી લઈને જઈશ નરેન્દ્રભાઈ તમે મંગુબાનો જે કંઈ સામાન હોઈ એ મુકાવો અને અહીંયાથી તેમને લઈને જઈ શકાય એવી ગાડીની સુવિધા કરી આપો મારી ફરજ હું બજાવીને જ રહીશ ને અમુકને એમની ફરજો યાદ અપાવીને પણ..
દોડતા દોડતા એકી શ્વાસે રાગિણી મંગુબા પાસે ગઈ અને એમના પગે લાગી માફ કરો દાદી અમે તમારા ગુનેગારો છીએ તમે બીજું કોઈ નહિ મારા જ દાદી છો ને હું તમારી જ રાગિણી મંગુબા અચંબો પામ્યા દીકરા... સાચું હે ભગવાન મારો દીકો આવ બેટા મંગુબાના જાણે જીવમાં જીવ આવ્યો અને રાગિણીએ માંડીને વાત કરી પણ મંગુબા નો જીવ ઉદાર બોલ્યા ના.. મારા દીકરા ને મળી સાચું શુ છે પૂછી લઈશ પછી જ એને દોષ દેવાય મારો વિનય આવું પગલુંના ભરે જરૂર કોઈનું દબાણ હશે !
બીજા દિવસે સવારે રાગિણી દાદીને લઈને ગાડીમાં બેસી દાદી સાથે રસ્તામાં વાતચીત કરતાં-કરતાં ક્યારે ઘર આવી ગયું ખબર સુધ્ધાં ના રહી દાદીને કહ્યું તમે થોડીવાર આ ગાડીમાં જ રહો હું પપ્પાને સરપ્રાઈઝ આપીને આવું છું રાગિણીએ ડોરબેલ વગાડ્યો.. ઘરમાંથી મમ્મી દોડતી બારણું ખોલવા આવી અરે.. બેટા તું આવી ગઈ હા, મમ્મી બહુ ભૂખ લાગી છે જલ્દી કંઈ ખાવાનું બનાવ ક્યાં છે પપ્પા? પપ્પા હમણાં જ આવ્યા અંદર બાથરુમમાં હશે આવતા જ હશે ચાલ પહેલા તું ફ્રેશ થઈજા થોડીવાર રહીને તેના પપ્પા પણ બહાર આવ્યા એમના પપ્પાને જોઈને બોલી પપ્પા તમારા માટે સરપ્રાઈઝ છે શું વાત કરે છે બેટા? મારા માટે સપ્રાઈઝ આઈ કાન્ટ બિલિવ એવું તો શું લાવી ? ચોક્કસ કોઈ સારું જ ગીફ્ટ લાવી હોઈશ હા, પપ્પા પાંચ મિનીટ થોભો રાગિણી દોડીને બહાર ગઈ દાદીમાને વિલચેર પર બેસાડીને લઈ આવી દાદીમાં ચાલી શકતા નહોતા એટલે ગાડીમાં મુકવા આવેલા માણસો સાથે વીલચેર લઈને જ આવ્યા હતાં દાદીને તેમાં બેસાડી અંદર સુધી મુકવા આવ્યા આ જોઈને વિનય બોલ્યો હવે આ કોણ છે? ધ્યાનથી જુઓ પપ્પા વિનય એ જોયું તો અરે આતો મારી મા છે.. મારી મા... બેટા તને ક્યાંથી મળ્યા? મમ્મી પપ્પા ધિક્કાર છે તમારા પર તમારી મમ્મીને તમે આવી રીતે તરછોડી કેટલા સમયથી વૃદ્ધાશ્રમમાં જિંદગી જીવે છે. એવું તો શું કારણ હતું કે તમારે આ પગલું ભરવું પડ્યું વિનય માના પગમાં સરી પડ્યો મમ્મીને જોઈને રડવા લાગ્યો આખરે મા એ મા.. મારો વિનય મારો વિનય કરીને રડી પડી આશીર્વાદ આપવા માંડી આટલા સમયથી વિનય તને જોયો ન હતો એના ચહેરા પર હાથ ફેરવવા લાગી ખૂબ વહાલ કરવા લાગી મા ને દીકરો જાણે કેટલા દિવસથી એકબીજા માટે ભૂખ્યા હોય એમ લાગણીના સંબંધમાં સરી પડ્યા દૂરથી રાગિણીની મમ્મી આશા બધું જોતી હતી... વિનય એ તેનો હાથ પકડીને મંગુબા ના પગમાં ધક્કો માર્યો કીધું માફી માંગ મારી માને મેં તારા લીધે જ બહાર કાઢી હતી હવે તું જા મને તું ના જોઈએ બહુ ચુપ રહ્યો હવે નહિ મંગુબા બોલ્યા અરે દીકરા એ તારી પત્ની છે. આવું ના બોલાય રાગિણીની મા છે મંગુબા મને માફ કરી દો બધી મારી જ ભૂલ છે હું તમને સમજી ના શકી તમે મારું ભલું ઈચ્છતા હતાં હું જ તમને ઓળખી ના શકી મારા માબાપની વાતોમાં આવીને વિનયના કાન ભર્યા ખરેખર હું ગુનેગાર છું તમારી મારી દીકરી પર પણ આવી અસર પડી ગઈ એના મનમાં અમારા વિષે છાપ ખરાબ ઊભી થઈ ગઈ હું નથી ઈચ્છતી મારા સંતાનો પણ મને ખરાબ દ્રષ્ટિએ જોવે... રાગિણી મને તારા પર ગર્વ છે બેટા કદાચ ભગવાને જ તને ત્યાં મોકલી મા અને દીકરો દરરોજ એક બીજાને યાદ કરતા હતાં ને વિરહની વેદનામાં દિવસો પસાર કરતા રહ્યા એટલે જ નસીબ તને ત્યાં ખેંચી ગયુ તે બંનેને ભેગા કરી દીધા ખરેખર ઉપરવાળાને ત્યાં દેર છે અંધેર નહિ રુહથી જોડાયેલા લાગણીના સંબંધો દુનિયાની કોઈ તાકાત નથી તોડી શકતી આજે સાબિત થઈ ગયું ગમે તેટલું કર્યું પણ વિનયના મનમાં મા ની લાગણી સદાય કાયમ રહી ફક્ત મારા અને મારા માટે મારી જીદ પર આ પગલું ભરવા વિનયને મજબુર કરી દીધો તમે લોકો કહો તો હું ઘર છોડીને જવા તૈયાર છું.
શુ બોલે છે વહુ બેટા ભાન છે. કોઈને ક્યાંય જવાની જરૂર નથી તને તારી ભૂલ સમજાઈ ગઈ એટલે બધું માફ હવે આપણે મળીને સાથે જ રહેવાનું છે.અને તું જતી રહીશ તો હું ઠપકા કોને આપીશ? મારો હુકુમ કોના પર ચલાવીશ? આવી જવા વાળી.. હા હા હા.. કરીને સાસુને વહુ મા અને દીકરી ની જેમ હસી પડ્યા. હું મારા અંતિમ દિવસ મારા પરિવાર સાથે જ વિતાવવા માંગું છું આ છેલ્લો દિવસ તમારી સાથે ખૂબ જીવી લેવા માંગું છું. આટલું કહી સાસુમાં હસતા હસતા દેવલોક પામી ગયાને છેલ્લા શ્વાસે બેટા બોલી ગયા..
માબાપ ને તરછોડીને કોઈ ખુશ કેવી રીતે રહી શકે ? મંગુબા જેવા કેટલાય વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં તડપી રહ્યા છે. બે હાથ જોડી વિનંતી કે તેઓને આવી સજા ના આપો. મા બાપ નું હૈયું ત્યાં એવુ રડે છે કે જેનો કોઈ શબ્દ નથી.
