ઈશ્વર જે કરે તે સારા માટે
ઈશ્વર જે કરે તે સારા માટે
ઈશ્વર કરે તે સારા માટે કરે છે. હંમેશા વિશ્વાસ રાખવો. આપણાં માટે શું સારું અને શું ખરાબ એ ઈશ્વર વધારે સારી રીતે જાણે છે. ક્યારેક કેટલીય માગણીઓ પછી આપણને એ મળતું નથી. આપણને ગુસ્સો આવે, ઈશ્વર ને ફરિયાદ કરીએ. પણ સમય જતાં સમજાય કે એ આપણા હિતમાં નહોતું.
એક ખૂબ ધનિક વેપારી હતો. અને એને ફરવાનો ખુબ શોખ હતો. એની પાસે પોતાની બોટ હતી. જ્યારે બોટ લઈને દરિયામાં ફરવા જાય છે. દરિયામાં ખૂબ તોફાન આવે છે એની બોટ ડૂબવા લાગે છે. પણ એ વેપારી ને તરતા આવડતુ હોય છે. એટલે તરી ને કિનારે આવી જાય છે પણ બીજી બાજુ પરત ફરવા એને કોઈ બીજી બોટ મળતી નથી. એટલે એ કિનારે એક ઝૂંપડી બાંધે છે. અને એમાં રહેવાનો વિચાર કરે છે. પણ એની ઝૂંપડી પર વીજળી પડે છે અને ઝૂંપડી સળગી જાય છે. ત્યારે ઈશ્વરને ખૂબ ફરિયાદ કરે છે. મારી સાથે આવું કેમ ? અને થોડા જ સમય માં થોડાક માણસો ત્યાં આવે છે. અને કહે છે. તમે કઈ તકલીફમાં છો ?
અમે આ બાજુ પ્રકાશ જોયો એટલે આવ્યા. ત્યારે વેપારી બધી વાત કરે છે. અને પેલા લોકો વેપારી ને સહી સલામત પોતાના ઘરે પહોચાડે છે વેપારી ઈશ્વરનો આભાર માને છે. એક નવી જિંદગી આપવા માટે. અને વિચારે છે અગર મારી ઝૂંપડી સળગી ના હોત તો આ લોકોને મારી જાણ કેમ થાત ?
ઈશ્વર જે કરે તે સારા માટે એવું વિચારી ફરી વાર ઈશ્વર ના શુકરાનાં અદા કરે છે.
આપણી જિંદગીમાં પણ ઘણા બનાવ એવા બનતા હોય છે. ત્યારે આપણે ઈશ્વરને ફરિયાદ કરીએ છીએ. પણ સમય જતાં એનો ખ્યાલ આપણા ને આવે છે. એક નાનું બાળક છરી કે કાતરથી રમતું હોય એની માતા એના પાસેથી લઈ લે છે. તો એ રડે છે ચિલ્લાઈ છે. એની માતા પર ગુસ્સો કરે છે. તો પણ એની માતા એને નહિ આપે કારણ કે એના માટે આ ઘાતક છે. બાળક અજાણ છે માતા નહિ. ઈશ્વર પણ આપણા પિતા છે આપણા માટે એ ખૂબ ખ્યાલ રાખે છે.
એ તો દયાળુ છે આપણે એક બુંદ માંગીએ એ આખો સમંદર આપે છે. એક ફૂલ ના બદલે આખો બાગ આપે છે. આપણે એક ચમચી લઈને બેઠા છીએ. એની રહેમત તો વરસતા વરસાદ જેવી છે. પણ આપણી ઝીલવાની પાત્રતા કેવી છે એના પર બધો આધાર છે. આપણી યોગ્યતા પ્રમાણે અને યોગ્ય સમયે આપે છે. જેમ પાચમાં ધોરણ ના વિદ્યાર્થી ને દસમા ધોરણનું નથી ભણાવતા પણ એજ વિદ્યાર્થી એક પછી એક પસાર કરી દસમા ધોરણમાં આવે છે. એવી જ રીતે જ્યારે આપણે કાબેલ બનીએ છીએ ત્યારે એ આપે જ છે. જેવી રીતે એક પાચ વર્ષ ના બાળક પર દસ કિલો વજન નથી મૂકતા એમ ઈશ્વર પણ ગજા બહારનું દુઃખ કોઈને નથી આપતા. બસ આપણી શ્રદ્ધા અને વિશ્વાસ મજબૂત હોવા જોઈએ.
