ઈન્સાફ
ઈન્સાફ


ભીનું અંધારું વધુ મીઠું લાગતું ગયું.
"હાશ, દુનિયાની ભીડથી અલગ અહીયાં કોઈ દખલ નહીં કરે.
સાહેબેઆલમને પણ યુધ્ધભૂમિમાં ધરપત રહેશે કે એમની અનારકલીને હવે કોઈ છીનવી નહીં શકે.
હે ખુદા, મારો સંદેશ એમના સુધી પહોંચાડ કે, પ્રેમનગરની દિવાલોમાં આપનો પ્રેમ મહેફૂઝ રહેશે. અહીયાં ન અમ્મી જીજોબાઈ હર પળ સમજાવવા હાજર છે કે ન કોઈ બહાર જેવી સામાન્ય નર્તકી શહેનશાહના કાન ભંભેરવાની તાકાત ધરાવે છે. અહીયાં ગજબનાક શાંતિ છે. બસ,આંખ મિંચાતી જાય ત્યારે નજર સમક્ષ સાહેબેઆલમ આપ હો અને જીવવાની એક ઝંખના જાગે અને પલક ઝપકતાં આપનું સ્મરણ માત્ર.
શિલ્પીએ મને પથ્થર બનાવી,આપે જીવંત બનાવી અને જહાંપનાહે ફરી પથ્થર.
ખેર,અકબરી ઇન્સાફ ગલત હોય જ નહીં."
સલીમ યુદ્ધ જીતીને હારવાના દર્દ સાથે દિવાલ તરફ આગળ વધી રહ્યો હતો.