Margi Patel

Drama Tragedy Inspirational

3  

Margi Patel

Drama Tragedy Inspirational

ઈંડાચોર

ઈંડાચોર

1 min
49


દાદા આ લોકો શું રમે છે ? મારે પણ રમવું છે. આ કેવી રીતે રમાય ? તમે શીખવાડશો ? દાદા તમે રમતાં હતાં ?

અરે અરે બેટા, તું કેટલા સવાલ પૂછીશ એકસાથે. એક એક પૂછ તો હું કહું તને. બેટા આ ઈંડાચોર રમે છે. આ રમત પાંચ થી વધારે જેટલાં લોકો હોય એટલાને રમવાની વધારે મજા આવે. પણ પાંચથી ઓછા ના રમી શકાય. ચાલ આપણે રમીએ. 

દાદા અને તેમનો પુત્ર રૂદ્ર બંને ઈંડાચોર રમવા લાગ્યાં. દાદા અને રૂદ્ર બે રાઉન્ડ રમ્યા, અને દાદાની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. દાદાની આંખમાં આંસુ દેખી રુદ્ર તરત પૂછવા લાગ્યો, " શું થયું દાદા ? તમે કેમ રડો છો ? " દાદા એ રુદ્રને ખોટો દિલાસો આપવા બસ આંખમાં કંઈક જતું રહ્યું છે કહી, ચુપચાપ ઝાડ પાછળ જઈને આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં અને બોલ્યા, " મારો જીવનસાથી સાથે મારી ઈંડાચોર પાર્ટનર પણ અમે છેલ્લા સત્યાવીસ વર્ષથી એકલો મૂકી ને જતી રહી છે. જે એ તો ભગવાન જોડે બેસીને મારી જ વાતો કરતી હશે. પણ, મારા પાસે તો પોતાનું કહેવા માટે એક રૂદ્ર જ છે. જે હજી પાંચ વર્ષનો છે. બે દીકરા, દીકરા વહુ, છોકરી હોવા છતાં હું મારી એકલતા દૂર કરું તો પણ, કોના સામે ?


Rate this content
Log in

Similar gujarati story from Drama