ઈજ્જત
ઈજ્જત
શહેરમાં આવેલાં બાલિકા અનાથઆશ્રમનું સંચાલન અને વહીવટ છેલ્લાં થોડાં વર્ષોથી અનુબેન કરતાં હતાં. આ થોડાં વર્ષોમાં પોતે આશ્રમમાં સારા સારા દાતાઓ મેળવી આશ્રમની કેટલી બધી પ્રગતિ કરી છે એવું સાબિત કરી, પોતે ખૂબ સારા કાર્યકર્તા છે તેમ તેમને સમાજને બતાવવું હતું. અનુબેન સારા દાતાઓ ગોતી દાન મેળવતાં પણ ખરાં. આમાંથી અમુક દાતા કઈ રીતે દાન આપતાં તે તો, આશ્રમમાં રહેતી કિશોરાવસ્થામાંથી યુવાની તરફ ડગ માંડતી છોકરીઓ જ જાણતી.
તે દિવસ પણ એવું જ થયું અનુબેન કોઈ દાતા સાથે એક હાથે લેવાની અને એક હાથે દેવાની વાત સમજાવી રહ્યા હતાં. ત્યાં જ બહારગામ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી તેમની સતર વર્ષની દીકરી ઉર્વી તેમની ઓફિસમાં આવી. ઉર્વીને જોતાં જ આવેલ દાતાએ ખૂબ મોટી રકમ દાનમાં આપવા કહ્યું. સામે તેમણે ઉર્વીને પોતાને ત્યાં મોકલવા માટેની શરત રાખી. પેલાં દાતાએ અનુબેનને ધમકી આપી જો તેમનું કહ્યું તે નહીં કરે તો પોતે બધાં સામે તેમનાં કરતૂતો ખુલ્લા પાડશે. અનુબેનને સમાજમાં બદનામ કરી મૂકશે. અનુબેને કહ્યું," તમે મને બદનામ કરશો તો સામે તમે પણ તો બદનામ થશો."
આ સાંભળી પેલાં દાતાએ કહ્યું," મારી પાસે તો મારું ક્યાંય નામ ના આવે તે માટે બધે ઓળખાણ છે. સાથે એટલાં રૂપિયા પણ છે કે એ બધાંનાં મોઢા પૈસાથી બંધ કરાવી શકીશ."
આ સાંભળતાં જ અનુબેનની હાલત કાપો તો લોહી ના નીકળે તેવી થઈ. અનુબેન મનમાં જ બોલ્યા, " પેલી કહેવત કોઈએ ખોટી નથી કહી ' ખાડો ખોદે એ જ પડે' આજે આ કહેવત મારી પર જ સાબિત થઈ."એ રાત્રે અનુબેનને પોતાની ઈજ્જત બચાવવા નાછૂટકે ઉર્વીની ઈજ્જત ?
