MITA PATHAK

Drama

3.5  

MITA PATHAK

Drama

હુતોહુતી (જનતાકરફ્યુ)

હુતોહુતી (જનતાકરફ્યુ)

4 mins
253


નેહલ;- આ એકવીસ દિવસ ઘરે રહેવાનો. તારે શાંતિ ટીફીન શું બનાવું. અને મમ્મી પપ્પા અને નીલ પણ હવે તો ઘરે.

નેહા હા તો હું પહેલા જેવી છું. મને જનતા કરફ્યુની અસર વધારે છે. તમારે નવરા બેઠા શું કરુ.!! અને ચા પાણી ને ખાવાનું આપ એટલું જ બોલવાનું. ના તો શું? આખો દિવસ કામ મારે ચાલે છે ઉપરથી તું કહે છે? મારે રજા છે તો પણ મારી પાસે બેસવાનો સમય નથી તો કયાંથી હોય? લે તારે શું કામ કચરા પોતા ને ખાવા....કામ પુરું...નેહા એમ બસ એટલું હા!!ખાલી તમે અને નીલ બે જન તમારું કામ ફક્ત જાતે કરો તો પણ મારા માટે બહું છે.

હા એવું છે જા તારા માટે હું આખો દિવસ તારું કામ કરી આપું તો તું શું કરીશ મારા માટે....નેહા બોલી તો બુમો પાડ્યા વગર હું તમે કે'શો એ કામ કરીશ!! એવું છે તો કાલનો દિવસ તારે રજા...ઓકે પણ હું એકપણ કામ નહિ કરું...અને જો તમે ગુસ્સે થયા અને બોલ્યા કે આ બધું મારુ કામ નહી તો તમારે હું કહું તે કરવું પડશે. શરત મંજૂર છે. મારી ધર્મપત્ની !!

બીજા દિવસે ફટાફટ જાગી જઇને કચરા વાળી ને નહી ધોઈ લીધું. સોફામાં બેઠેલા મમ્મી પપ્પા બોલ્યા ;નેહાની તબિયત તો સારી છેને?હા એતો !! આજે મેં શરત મારી છે કે આખો દિવસ ઘરનું કામ આજે હું કરીશ!! એવું છે..તેના પપ્પા બોલ્યા બેટા તું કરી લઇશ!! હા એમાં શું ધાડ મારવાની છે. સારુ અમારા માટે ચા બનાવી લાવ. હા. એજ કરવા જઉં છું. એટલા માં દિકરો આવ્યો મારી ટૂથપેસ્ટ કંઈ ગઈ મળતી નથી.? પપ્પા રસોડામાંથી ચાલ હું આપું તારે જે કામ હોય તે મને કહેજે...આપીને ફટાફટ રસોડામાં આવે છે અરે ચા ઉકળી ને કડક થઇ ગઇ ...ફટાફટ મમ્મી પપ્પા ને આપી લઉં. લો પપ્પા મમ્મી ચા તૈયાર છે ..મમ્મી બોલી મારી ખાંડ વગરની બનાવી છે ને? અરે હું તો ભૂલી ગયો હમણાં બીજી બનાવી લઉં.પણ પહેલા હું અને પપ્પા ચા પી લઈએ. પપ્પા બોલ્યા આજે નાસ્તો ગરમ મળે એમ નથી લાગતું..જા બિસ્કિટ લઇ આવ ચાલશે. ત્યારે નેહલ મનમાં નેહા કેટલું મેનેજ કરવું પડતું હશે. એટલે એ ધણીવાર બોલે આજે ગરમ નાસ્તા ચલાવી લો ને મમરા પૌવા બધું ઘરમાં વધારેલું છે. ચા પીને !....નેહા ચા આપી અને મમ્મી માટે ફરી ચા બનાવી ત્યાં દિકરો દુધની રાહ જોઇને બેઠો હતો. દૂધ લઇને આયો તરત દિકરો બોલ્યો પપ્પા બોલ્યા જરા ટીવી ચાલુ કરી આપોને...ત્યાં જ પપ્પા બોલ્યા; નેહલ બહાર થી છાપું લઇ આવજે મારા માટે હજું તો દિવસની શરૂઆત છે. છતા નેહલ મનમાં થોડી સમજ આવવા લાગી હતી. નેહા નાહીં ધોઇને આજે શાંતિથી પૂંજા કરવા બેઠી.કલાક એક મસ્ત પૂજાપાઠમાં સમય પસાર કયૉ.પછી રસોડામાં આવીને ખીચડી ની થોડી તૈયારી કરી આપે છે. બહાર સોફા પર આવી નીલ સાથે થોડીવાર રમીને મમ્મી પપ્પા સાથે વાતો કરવા બેસી જાય છે.

આ બાજું નેહલ મસીનમાં કપડાં ને બાથરુમ સાફસફાઈ માં જ બાર વાગી જાય છે.ત્યાં નીલ આવીને બોલે છે ...પપ્પા!આજે તમે યમ્મી ખીચડી બનાવાના છો.!મને ભૂખ લાગી છે જલદી કરો.અરે હા હવે, હમણાં બની જાશે. મનમાં વિચાર કરતો...બોલે છે... સારુ થયું નેહા એ ખીચડી બનાવવાનું કહ્યું નહી તો બે વાગે જમવાનું બની ના રે...દાલભાત,શાકને રોટલી...રસોઈ માં જાય ... ત્યાં ખીચડી ની તૈયારી થયેલી હતી.મનમાં જ Thank you નેહા .તરત રસોડામાંથી જ બુમ મારે છે નેહા મરચું નથી મળતું ; આપને.......બધું રેડી હોવા છતાં બુમ પાડવાથી નેહા જાય છે. નેહલ તેને તરત ગળે વળગી જાય છે. થેન્ક યું સો મચ..તું મારી લાઈફ પાર્ટનર છે તો.ઓહ હો આજે તમને બહુ પ્રેમ આવે છે.હા નેહા દિલથી...સારું ચાલો વઘાર કરી દો.મમ્મી પપ્પા અને નીલ ને ભૂખ લાગી છે. છાસ,પાપડપાપડી અને અથાણું બધું તૈયાર કરીને રાખ્યું છે. ઓકે ફટાફટ બનાવી લઉં. બધા જમી પરવારિયા એટલે નેહા આજે તો તેની પસંદગીની મુવી લગાવીને ,બધા જોવા બેઠા..ત્યાં જ નેહલ બોલ્યો; વાસણ ....એટલે નેહા હસતા હસતા બોલી અરે ગીત આવે ત્યારે ધસી આવજો..હું તમારી રાહ જોઇશ. નેહલ મનમાં કેમ ગીત ન જોવું હોય. તેને વાત બરાબર સમજાવા લાગી.મુવી પુરી થતાં જ ચા નો સમય...વાસણ બાકી જ હતા. બીજી તપેલીમાં બનાવી ને વાસણ ફટાફટ નેહલે ઘસ્યા ત્યાં અડધો પલડી ગયો હતો. કપડાં બદલી શાંતિ થી બેઠો. હવે તો નીલ પણ કંઈક માંગે તો મમ્મી ને કે આપશે.. સાંજનું જમવાનું બનાવા ને સમયે તેને નેહાને કહ્યું તું જીતી ગઇ .હું હારી ગયો .મને સમજાય ગયું તારે મારી જોડે રાત્રે બેસવું હોય તો પણ તું કેમ સૂઈ જાય છે. હવે આજથી મારું નાનું મોટું કામ હું જ કરી લઇશ અને નીલ અને મમ્મી પપ્પા ને પણ છાપું ,દવા...વગેરે જેવા કામ હું જ કરી લઇશ. તો આપણે સાથે સમય પસાર કરી શકીયે અને મુવી પણ શાંતિ થી તું જોઈ શકે. હા, વહુ બેટા અમે પણ અમારા નાના કામ જાતે કરી લઇશું. નેહા ખુશ છે તેને બધા સમજ્યા... એટલે ફટાફટ જમવાનું બનાવું હસતા હસતા ચાલી.સારું નહેલ ...હું હમણાં જ કામ પતાવી નાખું છું.


Rate this content
Log in

Similar gujarati story from Drama