હું તારી રાહ જોઇશ
હું તારી રાહ જોઇશ


"હું તારી રાહ જોઇશ."
કોઈએ એને કહ્યું હતું.
પણ રાહ ન જોઈ.
અન્ય સાથે લગ્ન કરી લીધા.
એણે હતાશામાં જીવન ટૂંકાવી લીધું.
અન્ય કોઈ પણ દરરોજ ઘરથી નીકળતી વેળા એને અચૂક કહેતું હતું :
"બેટા, હું તારી રાહ જોઇશ."
અને એ આજે પણ એની રાહ જોઈ રહી છે.....