Jagruti Pandya

Abstract

2  

Jagruti Pandya

Abstract

હું ને મારો ભઈલો

હું ને મારો ભઈલો

5 mins
14


તારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય.

સતત તારા જ માર્ગદર્શનથી તારી ધાકમાં કામ કરતાં કરતાં, કેવી રીતે કામ કરવું! ,બાળકોને કેવો વ્હાલ કરવો! , કાર્યમાં નવીનતા કેવી રીતે લાવવી ! અસરકારક શિક્ષણકાર્ય કેવી રીતે કરવું ! સમયપાલન! કર્તવ્ય નિષ્ઠા! લેખન કૌશલ્ય ,,, વગેરે જેવા સદગુણો વિકસાવનાર. 

એકદમ સ્પષ્ટ વક્તા ! નીડર ! બાહોશ ! ખૂબ જ મહેનતુ ! ખૂબ મહત્ત્વકાંક્ષી ! પરોપકારી ! સૌને મદદ કરનાર ! 

અત્યંત કઠોર છતાં પણ એથી વિશેષ નરમ !

મારી સાથે સૌથી વધુ ગુસ્સો કરનાર !

 મારા પ્રથમ ઈનોવેશન વખતે મારી આંખોમાં આંસુ લાવી દીધેલાં. કંઈ જ ચલાવી ન લે. બઘું જ પરફેક્ટ જ કરવું પડે. જ્યારે પ્રથમ વખત GCERT માં મારું presentation હતું ત્યારે અમે સવારે આવવામાં લેટ પડ્યાં. એ વખતે તો તુ મને કંઈ જ ન બોલ્યો, મારી હાજરી લઈને કામ આગળ કર્યુ. બધો જ કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ , મારું આવી બન્યુ. મેં મારી સાચી રજૂઆત કરીને , તુ જે બોલ્યો તે ચૂપચાપ સાંભળી લીધું. 

"શિક્ષક થયાં છો તો ; શૈક્ષણિક લેખો , બાળ ઊપયોગી સાહિત્યો લખો , યોગ વશિષ્ઠ કેમ ? લેખો અલગ અને કામ અલગ !!! " આમ મને સ્પષ્ટ જણાવી દીધું. એ પછી મેં વાર્તાઓ લખવાની શરૂ કરી. મારા પ્રથમ પુસ્તકની આતુરતાથી રાહ જોનાર અને હજુ સુધી પ્રકાશીત નથી થયું તે બદલ આકરો ઠપકો આપનાર. " તારાથી કંઈ જ નહીં થાય ! તુ કેટલાં વર્ષોથી કહે છે , હજુ સુધી કંઈ જ નથી કર્યુ !!" તારા આવાં આકરાં વાક્યો ફરી મને જગાડી, ઉત્સાહ વધારે અને હું મારી આળસ ખંખેરી કામે લાગી જાઉં. 

ગયાં વર્ષે પપ્પાનું તેરમું હતુ, તારા જન્મ દિવસે. તુ એવુ કહેતો હતો કે, " આજ પછી કદી મારી બર્થડે પર કેક નહીં કપાય! " મમ્મીએ તને તારી દીકરીઓની ખૂશી માટે જન્મ દિવસની ઉજવણી કાયમ કરવા જણાવ્યું હતું.

ભગવાન તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.

જન્મદિવસ ની શુભકામના

સફળતા તમને ચૂમે.

સુખ તમને ગળે લગાવે.

તક તમને પસંદ કરે.

સમૃદ્ધિ તમારો પીછો કરે.

પ્રેમ તમને ભેટી પડે.

શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ રહે… જન્મદિવસ મુબારક !

લાસ્ટ યર

તારી સાથે, માણ્યુ છે મસ્ત બાળપણ !

  જન્મ દિવસની ઘણી ઘણી મંગલકામનાઓ

ભાવ્લા માંથી ડૉ.ભાવેશ પંડ્યા બનેલ, ખાસ તો તારુ જ બાળપણ આજે વાગોળવાનું મન છે.પણ તારી સાથે મને પણ જે મજા આવી છે તે પણ મજાનું છે.

" બળતા બપોરમાં વાતા વંટોળમાં,રાયણનીકોકડી લઈ હા,હા રે અમે વનમાં ભટકતા ભઈ"

 આ અને આવા કંઈક બાળગીતો આપણને ગાવાની જે મજા આવે છે, તે તો અમે માણ્યા છે,જીવ્યા છીએ આ ગીતો.કેટલી મજા આવી હશે? વિચારો.

  પ્રથમ તો આખા વર્ષની લખેલી ભરાયેલી પાકા પૂંઠાવાળી નોટબુકો,વર્ષના અંતે પસ્તી માં આપતા પહેલા પાકાપૂંઠા કાઢી લેવાના.ઘર બનાવવા માટે.ભાવેશ તારુ,મારુ અને પરિમલ નું ત્રણેયનુ અલગ અલગ ડિઝાઈનો માં બનાવેલું ધર,આપણી અને કાકાની સહિયારી ઓસરીમાં બનતુ.મોટોભાઈ યોગેશ તેને ક્રિકેટ મેચમાં વધુ રસ,તે આવે અમારુ બનાવેલુ ઘર જુવે ને હળવું સ્મિત આપી જતો રહે,ને આશિષ નું કામ વેરવિખેર કરી આપવાનું.આશિષ તેનું કામ પતાવી દોટ કાઢી જતો રહેવા ઈચ્છે પણ પરિમલની બાજ નજર માંથી છટકે શાનો? પછી બંન્ને ભાઈઓ બથ્થંબથ્થા.

 ભાવેશ ! ઉનાળુ વેકેશન આપણે રાત્રે બહાર ખુલ્લા આકાશ નીચે સૂતા' તા ને તેં મને ભર ઊંઘમાંથી ઊઠાડી ને આકાશ તરફ આંગળી ચીંધી , " જો જાગુ, કૃષ્ણ ! "  તને કૃષ્ણ દેખાય મને નહીં!

 ને આજદિન સુધી કૃષ્ણ દર્શન માટે તડપુ છુ.

ઓસરી આખી જ તે કલર કામ કરી ચીતરી કાઢેલી.અક્ષરો,વાક્યો,ચિત્રો અને કાર્ટુનો થી.તારુ જ કામ આ.મને તો અડવા જ ન દે ! એકવાર તારી ગેરહાજરીમાં કલર ને પીંછી લઈને શરુઆત કરી' તી તે એ જ દિવસે તારી થપ્પડ ખાઈ ને અંત.કદી તારી પીંછી ને અડી નથી.હા, પણ તુ કામ કરતો તે જોતી,અને1988-'89 માં જોયેલું 2012-'13 માં મારા ઈનોવેશન વખતે કામમાં લાગ્યુ.

 થપ્પડ ખાધા પછી સીધી 2013 માં પીંછી પકડી.

જો તેં મને તે વખતે કામ કરવા દીધું હોત તો મારું ઈનોવેશનનું કલર કામ કેટલુ સારુ હોત !

આજે તુ લેખક બની ગયો છે. પણ તને યાદ હશે, S. S. C. બોર્ડની ઍક્ઝામને આગલે દિવસે જ મેં તને છંદ,સમાસ,અલંકાર,જોડણીદોષ અને સમગ્ર ગુજરાતી વ્યાકરણ શીખવેલું. હા મિત્રો આ નગ્ન સત્ય છે.બોર્ડની પરીક્ષાનો આગલો દિવસ.તુ ભણવામાં પહેલેથી જ સામાન્ય,તો મને ચિંતા કે લાવ જોઈ લઉ, કેવી તૈયારી.જોયું તો,ગુજરાતી વ્યાકરણમાં ધમ્મમેંડું. તરત જ મમ્મી ને વાત કરી, મેં શીખવવું શરુ કર્યુ બાકીનું મમ્મી એ પુરુ કર્યું.

નાથાવાસ પ્રા.શાળા.મેઘરજ - મોડાસા રોડ પર.પપ્પા આચાર્ય.પ્રાર્થના સંમેલન જબરજસ્ત.મને યાદ છે,રોડ પરની શાળા હોઈ પ્રાર્થના સંમેલન દરમ્યાન રોડ પરથી પસાર થતી બસો થંભી જતી,પ્રાર્થના પૂર્ણ થાય ત્યાં સુધી. પપ્પા ઢોલક,બેન્જો તથા સંગીતના અન્ય સાધનો વગાડવામાં માહેર ને મમ્મી આકાશવાણી કલાકાર! કોઈની તાકાત છે, આ પ્રાર્થના પૂરી થયા વિના ખસવાની? પ્રકૃતિ નો પણ સાથ હોય પછી જોવુ જ ક્યાં પડે?

સફાઈપણ કરવી પડે,પપ્પા તો 11 થી 5 ના નહિ.કડવા લીમડાની સૂકી સળીઓ ભેગી કરી, દોરી બાંધી નાની સાવરણી બનાવવાની,ને તે મેદાન સફાઈ માટે.મેદાનમાં ઘણાં બધાં ઝાડ એટલે કચરો પડે.સફાઈ કરવી પડે.ક્યારેક ગૂંદાની સીઝન માં શાળાના મેદાનની સફાઈ કરતાં કરતાં , ગૂંદા ખાવાનુ મન થાય તો ભાવેશ નાનુ ઝાડ ( કેસરી કલર ના ગૂંદાનું- નહી છોડ નહીં ઝાડ- કદાચ ક્ષૂપ વર્ગમાં આવે) તેના પર ચઢે ને ગૂંદા તોડી લાવે.ક્યારેક ઝાડ પર ચઢ્યો હોય ને પપ્પા સોટી લઈને આવી જાય ને સોટીનો માર બંન્ને ને ખાવો પડે.

મારા કબાટમાંથી તું કંઈપણ સ્ટેશનરી વસ્તુ મને પૂછ્યા વિના લઈ લે, હું જાણું પછી ઝગડો થાય ને માર તો પાછો તારા હાથનો મને પડે. મમ્મી સમજાવે: " બેટા,બેનને ના મરાય.પાપ લાગે." પણ તને કાંઈ પડેલી નહી.તારી અસ્તવ્યસ્ત વસ્તુઓમાં તને કાંઈ જડે નહિ,માટે તુ શોધવાની તસ્દી ન લેતો કે વસ્તુ ઠેકાણે ન રાખતો.મારી જ લઈ લે. પછી હું તેનું કબાટ સાફ કરું- ખાનુ ગોઠવું.

એક પણ ફૂલોના રસ ચૂસવાનું કે એકપણ ઝાડના પાન ખાધા વિના ના નથી રાખ્યા.

અને આપણી શનૂડી! પપ્પા કદી બધું દૂધ દોહી ન લે.શનૂડી( વાછરડી) માટે જ બધું રે'વા દે.

અરે ! પપ્પાએ ગાયના આંચળથી સીધી જ દૂધની શેર આપણા મોં મા કરી હતી યાદ છે!

આ ગાય પપ્પાએ 1 વર્ષ રાખી હતી.પછી બહેડજ ગામમાં આપણે બધા જ ગાય અને શનુ ને મુકવા ગયેલા ત્યારે આપણે બંન્ને ધ્રુસકે ધ્રુસકે રડેલા.

ઘણી બધી વાતો છે જે જો વિસ્તારથી વર્ણન કરાય તો એક પુસ્તક તૈયાર થાય.

 પણ આ બધો જ શ્રેય મમ્મી પપ્પા ને જાય છે.બંન્ને એક આદર્શ શિક્ષક અને બાળકેળવણી કાર પણ ખરા.મમ્મી એ તો સંગીત દ્વારા જ શિક્ષણ આપ્યું છે.

ખરેખર, બાળપણ માણ્યુ છે અમે એક આદર્શ ગુરુ મા બાપ ની ઓથે!

એ દિવસો પાછા નથી મળવાના,પણ અમારા બાળકોની આગળ એ વાતો કરવાની મજા આવે છે. અને હા, એ જ રીતે અમારા બાળકો , શાળાના બાળકો પણ આ રીતે બાળપણ માણવામાંથી રહી ન જાય અને અમારી પણ ક્યાંય કચાશ રહી ન જાય એ બાબતની અમે બાળકો માટે ખૂબ કાળજી લઈએ છીએ,અને આ એટલે જ શક્ય બન્યું છે કે બનશે કેમકે અમે જોયું છે અનુભવ્યું છે.

આજના મંગલદિને અમારા ગુરુ મા- બાપ ને એટલી પ્રાર્થના કે અમને આશીર્વાદ આપો કે અમે પણ ક્યાંય અમારા બાળકોની કેળવણીમાં ઊણા ન ઉતરીએ.

ફરી એકવાર ...... ભાવેશ તને હેપ્પી બર્થડે. તુ પણ તારાં કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિનાં શિખરો સર કરે તેવી અભ્યર્થના.તારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય.

મંગલ હો

મંગલ હો

તેરા

મંગલ હો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract