Hitakshi buch

Abstract Inspirational

2  

Hitakshi buch

Abstract Inspirational

હું એક પગથિયું

હું એક પગથિયું

2 mins
7.1K


આપણી રોજબરોજના જીવનમાં આપણે ના જાણે કેટલીવાર એક અથવા બીજી જગ્યાએ પગથિયાં ચડતાં અને ઉતરતાં હોઈશું. ખરું ને ?

ક્યારેય આપણે એવું વિચાર્યું કે જેણે આપણે દાદર, પગથિયું કે પછી સીડી કહીયે છીએ એ આપણાં કેટલા નખરાં સહન કરે છે...

કેવી રીતે એમ... જોવોને આપણે વારંવાર આપણે એના ઉપર પગ પટકતા આમ તેમ આવતા જતાં હોઈએ છીએ . જો કોઇના ઉપર ગુસ્સો આવ્યો તો તો પગથિયા બાપડાનું તો જાણે આવી જ બન્યું. ધબ ધબ કરતાં એની છાતી વિઝીને આગળ વધીએ અને જો મન પ્રસન્ન હોય તો ઓહઃ ઓ હળવાશથી એનો આભાર માનતા ધીમે ધીમે પગ મૂકી આગળ વધીએ.

પગથિયાંના જીવનમાં કેટલા બધા ઉતાર ચડાવ.. કોઈકને નાનું ગમે તો વળી કોઈકને મોટું. કોઈકને પાતળું જોઈએ તો વળી કોઈકને ડાયટીગ કરતું હોય એવું પાતળી પરમાર જેવું. બિચારું જાય તો જાય ક્યાં.

તે વળી ક્યાંય તો એના આકાર ઉપર ચર્ચાનો એવો તે દોર ચાલે કે વાત ન પૂછો. ઘણાં સીધા પગથિયાં ના હિમાયતી તો કોઈક દાદર માં એક બે થોડા ત્રાંસા બનાવવાના હિમાયતી અને પછી પડે તો પણ આ નિર્દોષ પગથિયાં નો વાંક કાઢે. કોઈ ગમે એટલી પાણી ચાલક કેમ ન મારે એ તો પણ અકળામણ જોવા ના મળે. વરસાદી થપાટો ખાતું જાય અને આપણને સહારો આપતું જાય. કેવું મજાનું છે નહીં...

આ બધાથી પર એ ખુશ મિજાજ ક્યારે હોય ખબર છે ? અરે ભાઈ... જ્યારે નાના નાના ભૂલકાઓ એની સાથે અથવા આસપાસ રમવા આવે. એમની કિલકારીઓથી મન પ્રફુલ્લિત થઈ જાય. પછી ભલેને ગાડી ફરે કે ચોકથી પોતાનું નામ લખે બાળકો પગથિયાં ને આનંદ જ આનંદ. તેને પોતાનું અસ્તિત્વ સફળ થયાની તૃપ્તતા થતી જોવા મળે છે.

ખરું કહું તો આપણે અવગણીય એવાં પગથિયાં પાસેથી ઘણું શીખવા જેવું છે. પોતાની છાતી પર અગણિત વાર ઘા ઝીલતું હોવા છતાં એણે ક્યારેય આપણો અસ્વીકાર કર્યો નથી. ખૂબ જ સકારાત્મક અભિગમ સાથે હમેશાં આપણું સ્વાગત કરવા આતુર હોય છે. આપણે પણ જીવનમાં આવા બની શકીએ તો ફરિયાદ નહીં કરીએ. હર હંમેશ આપણે પણ લોકો મદદકાજ અડીખમ ઉભા રહીશું.


Rate this content
Log in

Similar gujarati story from Abstract