Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Hitakshi buch

Tragedy

3  

Hitakshi buch

Tragedy

આપણી સમાજ વ્યવસ્થા

આપણી સમાજ વ્યવસ્થા

2 mins
863


આપણી સમાજ વ્યવસ્થા પર નજર કરીએ તો ઘણીવાર લાગે કે શા માટે આપણે એકબીજાની સાથે હોવા છતાં અલગ અલગ રહીએ છીએ.

આજે ૧૦ માથી ૬ લોકો કોઈને કોઈ કારણસર એકબીજાથી વિમુખ રહેવામાં માને છે પછી એ કુટુંબ હોય કે મિત્રો. આપણી સમાજ વ્યવસ્થા નું ઘડતર એકબીજા સંગ રહી આગળ વધી શકાય એ રીતે થયું છે. આમ પણ કહેવાય છે કે માનવી એકલવાયું જીવન જીવવા ટેવાયેલો નથી અને જ્યારે એવું બનશે ત્યારે લાગણીઓ, પ્રેમ જરૂર અલિપ્ત છે એમ માનવું રહ્યું.

સમાજનું ઘડતર જ એકબીજા સાથે રહી આગળ ધપવા માટે થયું છે એ વાત તો માનવી જ રહી. ક્યારેક એવો સવાલ પણ મનમાં આવે કે જો આ રીતે જીવવાનું છે તો શા માટે દ્વેષ કે ક્લેશ ભાવ જોવા મળે છે. મારા મત પ્રમાણે એનું મુખ્ય કારણ સહન શક્તિનો અભાવ તથા એકબીજાથી આગળ વધી જવાની હરીફાઈ છે અને જેને પ્રમાણરૂપ આજે માનવી માનવતા અને માનવીનો દુશ્મન બન્યાે છે. કદાચ આ કારણસર જ સ્ત્રીઓને લાગે છે કે આ પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી. એમના વિશે વાત કરવી પુરુષો માટે આનંદનો વિષય છે. તેમને આગળ વધવા માટે અડચણ રૂપ પુરુષો જ બને છે.

પરંતુ મને અહીં ચિત્ર કંઈક અલગ લાગે છે. આજે ઈર્ષા, લડાઈ કે સમાનતાની વાતો સ્ત્રી અને પુરુષોની નહી પરંતુ સ્ત્રી.. સ્ત્રી વચ્ચેની વધુ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન બની રહી છે. હા, આ ખૂંચે એવું પરંતુ નગ્ન સત્ય છે.

એવા કેટલા પુરુષો છે જે સ્ત્રીની નિંદા કરતા જોવા મળે છે ? ભાગ્યે જ કોઈક.. એની સામે સ્ત્રી જો કોઈ બીજી સ્ત્રીની નિંદા કરવાનો એક પણ મોકો છોડતી નથી. ઓફિસમાં પણ આજ જોવા મળે છે. ઉપરી અધિકારી એ તેની એક સાથીને સારા કામ બદલ જો બિરદાવી કે વર્ષના અંતે પગાર વધારો કર્યો તો તરત જ બીજી સ્ત્રી દ્વારા તેને અલગ રીતે જોડવામા આવે છે.

સ્ત્રી ને કોઈ પુરુષ મિત્ર હશે અને જો એ સ્ત્રી અપરણીત હશે તો સૌથી પહેલા એમના સંબંધને અવૈધ કહેનાર પણ એક સ્ત્રી જ હોય છે. દેખાવ, સુંદરતાની બાબતે જેટલું સ્ત્રીઓ એકબીજા વિશે જાણી ટિપ્પણી કરતી જોવા મળે છે. પુરુષો સામાન્ય રીતે આ બધી વસ્તુઓથી પર હોય છે.

એમને મન સ્ત્રી મિત્ર પણ એટલી જ મહત્વની છે જેટલા પુરુષ મિત્ર. હા અમુકવાર આ સંબંધો અલગ વળાંક લઈ લેતા હોય છે પરંતુ એ કેટલાક કિસ્સાઓમાં જ. ઉઠાવા, બેસવાથી લઈને હસવા કે કપડાં પહેરવા સુધી દરેક પગલે પુરુષો કરતા સ્ત્રીઓ એકબીજાની ટિપ્પણી કરતી હોય છે અને ઉપરથી દોષ તો પુરુષો નો જ હોય.

આ રીતે દુશ્મન બની એકબીજા સાથે વેરભાવ વધારવામાં જ સ્ત્રી દુ:ખી થાય છે અને સામાજિક સુંદર વ્યવસ્થાને અધોગતિ તરફ લઈ જાય છે.


Rate this content
Log in

More gujarati story from Hitakshi buch

Similar gujarati story from Tragedy