Hitakshi buch

Inspirational

3  

Hitakshi buch

Inspirational

સ્વીકાર

સ્વીકાર

2 mins
130


આ માત્ર શબ્દ નથી, એક પૂર્ણતઃ પ્રક્રિયા છે. જેના માટે આપણે દરેક વ્યક્તિએ સમજણ કેળવવી પડે છે. મનુષ્ય માત્ર માટે સ્વીકાર એ ખૂબ જ મોટી પ્રક્રિયા છે. જેમાં કેટલાક અવલ્લ નંબરે પાસ થયા છે તો કેટલાક નહી. જન્મથી લઈ પ્રયાણ સુધી આપણે એવી ઘણી પરિસ્થિતિનો સામનો કરતા હોઈએ છીએ જેમાં ઘણીવાર પરવશતા અનુભવીએ છીએ કારણકે એ કુદરતી રીતે આપણી સામે આવી છે અને તેનો સ્વીકાર કરવો જ રહે છે. આ સ્વીકાર આપણે મને-કમને કરી લઈએ છીએ. 

પરંતુ ઘણી સ્થિતિ એવી પણ ઉદ્દભવે છે જેમાં સમાન રીતે ભાગીદાર હોઈએ છીએ. આવા સમયે તેનો સ્વીકાર આપણે કરી નથી શકતા. એના નિર્માણ માટે આપણે અન્ય લોકો કે પછી સમયને દોષી ઠેરવી આગળ વધી જઈએ છીએ. પણ મનના કોઈક ખૂણામાં આપણો રાઝ અકબંધ આ જીવન રહી જાય છે. ખોટી વસ્તુની ખરીદીથી લઈ અયોગ્ય પાત્રની પસંદગી સુધીનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે. કોઈ આંગળી ચીંધી ને કહી જાય ત્યારે પણ એ જ વ્યક્તિ ખોટો છે એ સાબિત કરવા વલખા મારીએ છીએ. આપણાં કર્યાનો સ્વીકાર કર્યા વગર જ્યારે આપણે તેને નસીબના ખોળે પધરાવી દઈએ છીએને ત્યારે કદાચ યુનિવર્સ પણ આપણને એજ ફેરવીને પાછું આપે છે. 

બાળક નાનું હોય ત્યારે પોતાની જીદના કારણે થયેલા નુક્શાનના પાત્ર માતા પિતાને બનાવે છે, તેનું ઘડતર કોઈ કારણસર એણે ઈચ્છયું હોય એવું ના થાય તો તેનો અસ્વીકાર તરત જ જોવા મળે છે. નોકરીમાં પોતાની મહેનતના અભાવે પ્રમોશન ના થાય તો તેનો સ્વીકાર કરતા રિટાયર થઈ જવાની ઉંમર આવી પહોંચે છે. લગ્ન પછી જીવનસાથી સાથે અનબનમાં પણ પોતાની વિચારધારાનો અભાવ ઓછો છે એ સ્વીકારી શકાય જ નહી. આવા તો કેટકેટલા દાખલા છે જે આંગળીના વેઢે ગણવા બેસીએ ને તો હાથમાંથી લોહીના ટસિયા ફૂટી નીકળે. 

આપણે સ્વીકાર શબ્દને અપનાવવો જ રહ્યો. કારણ કે તેનાથી જીવન સ્પષ્ટ અને વધુ મજબૂત બનાવી શકાય છે. હા ચોક્કસ પણ અઘરૂ છે પરંતુ એક પ્રયત્ન તો કરી જ શકાય. આ ઉપરાંત સમયનો સ્વીકાર પણ એટલો જ અગત્યનો છે. તેના માથે દોષનો ટોપલો પહેરાવતા પહેલા જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર કરવો પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે અમુક પરિસ્થિતિ ની સાથે લડી શકવાના નથી ત્યારે તેનો સકારાત્મ સ્વીકાર જ આગળ વધવા ગતિબળ પુરુ પાડે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational