Hitakshi buch

Inspirational

5.0  

Hitakshi buch

Inspirational

પિરિયડ : શરમ નહી ગર્વ

પિરિયડ : શરમ નહી ગર્વ

2 mins
813


કિશ્વી, આજે મને ઓફિસમાં કામ કરવાની બિલકુલ ઈચ્છા નથી. ખબર નહી કોઈ વાતે ચેન જ નથી પડતું. ( બોલવાની સાથે એનું ધ્યાન કેલેન્ડર પર પડ્યું )

ઓહ... હવે સમજી... શા માટે આમ થઈ રહ્યું છે.

વિનિતા, શા માટે ? શું છે આજે ? સવારે સર સાથે કંઈ....

કિશ્વી, અરે ના ના... સર સાથે શું થાય અને થાય તો પણ આવી અસર ના થાય હો...

વિનિતા, તો પછી.. કેમ આટલી અકળામણ અનુભવે છે. ઘરમાં કંઈ થયું છે ?

કિશ્વી, અરે અરે આમ ખયાલી પુલાવ બનાવવાનું બંધ કરીશ. મૂળમાં વાત એવી છે કે મને પિરિયડ આવવાના હોય ને ત્યારે આવું થાય છે. કશું જ ગમતું નથી. જેના કારણે ક્યારેક રોવાનું પણ મન થઈ આવે છે.

વિનિતા, હું સમજી શકું છું પરંતુ એમાં આટલો બધી ચિંતા શા માટે ? એ તો બધા સમજી શકે..

કિશ્વી, (ક્ષોભ અનુભવતા) તું શું વાત કરે છે ? ઓફિસમાં થોડું કહેવાય છે કે....

વિનિતા, અરે મારી ભોળી મુલગી... હું કંઈ છાપરે ચડી જાહેરાત કરવાનું નથી કહેતી. આપણે આપણા બોસને એટલું તો કહી જ શકીએ ને કે તબિયત બરાબર નથી.

કિશ્વી, વિનિતા આવું ઉઘાડું તું બોલી શકે. હું નહી. કેવું લાગે...

વિનિતા, સાચે કહું તો આપણે આ બધામાં જ પાછળ રહી ગયા છીએ. શા માટે ખુલી ને નથી બોલી શકતા. હું તો માનું છું કે જ્યારે ખૂલીને બોલતા થઈશું ને ત્યારે અડધાથી ઉપરથી તકલીફોનો અંત આપો આપ આવી જશે. સ્ત્રીને માસિક આવવું એ કુદરતી ક્રમે જેને કોઈ રોકી શકે તેમ નથી અને એને છુપાવવાની પણ કોઈ જરૂર નથી.

માસિક જેને આપણે પિરિયડ કહીએ છીએ એ પ્રજનનતંત્ર નો એક ખૂબ જ મહત્વનો હિસ્સો છે. જે લોકો આ પ્રક્રિયાને ખરાબ માને છે અથવા તો આભડ છેટ માને છે તેમણે ખરેખર એકવાર પોતાના મનને ટટોળી વિચાર કરવાની જરૂર છે. ભગવાને આ અમૂલ્ય વરદાન સ્ત્રીઓને આપ્યું છે ત્યારે જ નવ જીવનની ઉત્પત્તિ શક્ય છે. આમા શરમ શાની ? આ તો આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. પેડમેન જેવી ફિલ્મ આ વિષય પર જ પ્રકાશ પાડે છે ને.

સાચું કહું તો મને લાગે છે કે આ વિષય પર સ્ત્રીઓ કરતા પુરુષો વધુ સંવેદનશીલ છે. માટે જ હવે ઓફિસમાં, હોસ્પિટલમાં કે હોટલોમાં કામ કરતી મહિલા કર્મચારી માટે સેનેટરી નેપકિન તેમની કાર્ય કરવાની જગ્યાએ ઉપલબ્ધ કરાવે છે. આ સાથે માસિકના ત્રણ દિવસ દરમિયાન પગાર સાથેની રજા આપવા પર પણ વિચારણા ચાલી રહી છે. તો મને લાગે છે કે આપણે જ આપણા દુશ્મન બની આખી વાતને સરળતાથી લેવાને બદલે ગંભીર મુદ્દો બનાવી રહ્યાં છીએ. આજે જ્યારે “Periods : End Of Sentence” જેવી ફિલ્મને ઓસ્કર એવોર્ડ એનાયત થયો છે જે આ વિષય પર ગંભીરતાથી પ્રકાશ પાડે છે.

કિશ્વી, (થોડું વિચાર્યા પછી) તારી વાત સાચી છે. જ્યારે મનમાંથી રૂઢિતાવાદી વિચારો ત્યજી નવા જીવન તરફ હાથ લંબાવશું ત્યારે જ નવચેતનની ઉર્જા પથરાશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational