જીવનની વણ માંગી ભવાઈ
જીવનની વણ માંગી ભવાઈ
મહુઆ પવનના જોકાથી હળવે હલતા હીંચકા સામે ટીકીટીકી માંડી વરંડાના એક ખૂણે ઉભી હતી. હીંચકા પર બેસી કલાકો સુધી પરમાર્થની રાહ જોવી એને ગમતી. અને સવારે એની સાથે બેસી હીંચકા ખાતા વાતોની ચા પીવી ખૂબ જ વહાલી લાગતી.
છેલ્લા ૩ વર્ષોથી રોજ સવારે આમ એકીટશે જીવના એ પાના ખોલી ફરી ફરીને વાંચતી. કદાચ વાંચવા અને પાક્કા પાયે રટી લેવા એને ગમતા. એને હમેશાં લાગતું કે નઈને ક્યાંક ભૂલી જવાય તો.. એ મીઠી યાદો, સંભારણા અને એનો સાથ.
(સ્વગત) હોતું હશે હું અને પરમાર્થને ભૂલું ક્યારેય નહીં.. આ ભવમાં.. ( પાછળથી કોઈ વળગી પડે છે)
આંખો નીચી જાણે પરમાર્થના સ્પર્શને મહેસૂસ કરતી 'મહુઆ, તું આવી ગયો. કયા હતો ? હું તને કેટલું મીસ કરતી હતી ખબર છે ?' ( બોલવાની સાથે પાછળ ફરે છે) 'હા.... પરમ.... ખરેખર કહું છું... ચા પી.......સ...'
મહુઆની સામે ૭ વર્ષનો મીત ઉભો હતો. એને જોતા જ રોજની જેમ એને વળગી મહુઆ આક્રંદ સાથે રડે છે.
'મા... પ્લીઝ... છાની થા.. હું સમજણનો થયોને ત્યારથી ( લગભગ ૨ વર્ષથી) તો જોઉં જ છું કે રોજ સવારે તું આમ અહીં... શું છે એવું જે તને આટલી બેચેન કરે છે અને આજે તો જાણે બધી જ પાળ તોડી પાણી નહી જાય એમ તું પણ.'
પોતાને સંભાળતા 'મહુઆ, બેટા મને માફ કરી દે.. જાણું છું તને હું આ રીતે ભાગી પડુ એ ગમતું નથી.. પરંતુ શું કરૂ...'
'મા.. મને આ બધું સમજાતું નથી પણ એટલી ખબર છે... આઈ કાન્ટ સી માઈ મોમ લાઈક ધીસ...'
'હું તને ખુબ જ પ્રેમ કરૂ છું...'
'મહુઆ:એવો દાવો તો...'
મીત: શું ? મા તું શું કહે છે?
મહુઆ: નથીગ બેટા..
મીત: પણ તું આટલું રડે છે શા માટે ?
મહુઆ: બેટા... આજે જ તારા.... પિતા એ મને કહ્યું હતું કે મારે તારી સાથે..
મીત: કોની સાથે.. આપણી સાથે ? ખરૂને...
મહુઆ: હા... તેણે કહ્યું હતું... મને લાગે છે મારા સપના અલગ છે તારાથી.. હું બંધાવા નથી માંગતો...
મીત: કોની સાથે બ
ંધાવા ?
મહુઆ: દીકરા.. એને આપણે જવાબદારી લાગતા હતા..
મીત: મા.. તું અને હું એટલે એનો દુલારો જવાબદારી કેવી રીતે.. કંઈ સમજાય એવું બોલને..
મહુઆ: બેટા તું હજી ખૂબ જ નાનો છે. નહીં સમજે..
મીત: મા હું એટલું જ સમજુ કે મારી મા રડે છે, અંદરથી રોજ તુટે છે જે મને નથી ગમતું. ( ઉભો થઈ પોતાના રૂમમાં જાય છે)
નિસ્તેજ... નિષાદ... મનમાં દબાયેલા દાવાનળ ને હવા ના લાગે એ રીતે ચુપચાપ કલાકો સુધી ત્યાં જ બેઠી રહી મહુઆ.
(સ્વગત) 'કોની માટે આટલા આંસુ સારવાના... એ પરમ માટે જેણે ક્યારેય સામે નથી જોયું ? જેને કહેતા શરમ પણ ના આવી કે હું જાવ છું.'
મને એક થોડીવાર માટે દિલમાં રાખી મન ભરાય એટલે સિગરેટની જેમ કુચળી આગળ ચાલવા સંબધ બાંધ્યો એના માટે... મારી જરૂર જાણે શારીરિક તૃપ્તિ માટે જ હતી. મે એને જીવન અર્પણ કર્યું એનું રતીભર આકરણ પણ નહી.
સ્ત્રી... એ પણ મારા જેવી સ્ત્રી... જે ક્યારેય પ્રેમમાં નહી પડે એવા વેણ લઈ ચાલનારી. અને ખોટા વાયદામાં ફસાઈ. એ પણ માથાથી પગના નખ સુધી આત્મશ્લાઘામાં રાચનાર વ્યક્તિ માટે આટલું દુ:ખ. આટલી લાગણી, પ્રેમ... શા માટે ? પરમાર્થને ગયે ૩ વર્ષ વિતી ગયા એ સ્વીકાર મહુઆ અને આગળ વધવાની કોશિશ કર. નહીતર તારી સાથે...
બસ પછી શું હતું જુની યાદોના સંદૂકને મારી તાળું નવી દુનિયાને સહર્ષ સ્વીકારવા જાણે આતુર હોય એમ મહુઆ આગળ વધતી ગઈ. મહેનત અને લગનથી પોતાનો યુનિક ડિઝાઈન સ્ટુડિયો શરૂ કર્યો. સાથે સાથે મીતની સારથી બની. એને આધુનિક જમાનામાં કેવી રીતે પોતાની મંઝિલ મેળવવી એ શીખવતી આઝાદ પરંતુ નવા વિચારો વાળુ નિલ ગગનનું પખેરુ બની ઉડતી ગઈ.
આજે ફરી એજ વરંડો હતો. એજ મહુઆ... એજ મીત હતો... એક મનગમતો દોસ્ત છતાં અજાણ્યો હૂંફ ભરેલો હાથ... પરંતુ ન હતી તો એ કડવી છતાં ગમતાની યાદો કે ન હતા આંખોમાં આંસુ.
હતું તો જીવનમાં કંઈક આપ્યાનો અને કંઈક મેળવવાનો સંતોષ. અને દીકરાને સારો વ્યક્તિ બનાવવાનો ગર્વ.