Shanti bamaniya

Horror Classics

4.6  

Shanti bamaniya

Horror Classics

હુ ફરી આવીશ

હુ ફરી આવીશ

5 mins
926


સોમ્યા સોહન અને આરવ ત્રણેયની ત્રિપુટી કોલેજમાં મસ્તી કરવા માટે ખૂબ જ ફેમસ હતી જ્યારે પણ હોય ત્યારે હોરર ફિલ્મ જોવી વાર્તાઓ વાંચવી તેની પર રિસર્ચ કરવાનો તેમને શોખ હતો. હમણાં જ કોલેજમાં એક્ઝામ પૂરી થઇ ગઇ હતી અને તેઓ ત્રણે જણ ફ્રેશ થવા માટે બહાર ફરવા જવાનું વિચારી રહ્યા હતા.

સોમ્યા બોલી, 'મે એક મહેલ વિશે સાંભળ્યું છે ત્યાં કોઈ વેમ્પાયર હજુ પણ રહે છે, મારે તો તે મહેલ જોવા જવું છે.'

આ સાંભળીને સોહન અને આરવ બોલ્યા, 'આજના જમાનામાં આ બધું સાચું હોતું નથી. હવે કોણ માને છે આ બધું.'

સોમ્યા એ કહ્યું, 'હા આપણે તો માનતા નથી, પણ મહેલ ખૂબ જ સુંદર છે, તેના વિશે ઘણું સાંભળ્યું છે. તેની સ્ટોરી મે વાંચી હતી. મારે તેની પર રિસર્ચ કરવું છે.. મારે જાણકારી લેવી છે.' આ સાંભળીને સોહન અને આરવ તેને ના પાડી શક્યા નહીં.

ત્રણેય જણ ગાડી લઈને મહેલ જોવા નીકળી પડ્યા. 'અરે જુઓ કેટલો સુંદર મહેલ છે.' સોમ્યા બોલી.

સોહન : 'હા કેટલો મોટો મહેલ છે. આ બનાવવા વાળા એ ખૂબ મહેનત કરીને બનાવ્યો છે.'

આરવ: 'હા યાર મને તો આ મહેલ જોઈને થાક દૂર થઈ ગયો. આ મહેલને જોઈને તો એવું લાગે છે અહીં જ રહી જાઉં.'

સોમ્યા : 'એટલે જ કહું છું પહેલા જોઈ લઈએ આરામથી રહીશું ચલો બધા અંદર.'

સોહન: 'તેતો ઘણા પુસ્તકો વાંચ્યા છે. આ મહેલ વિશે. એનું શું રહસ્ય છે, જણાવો તો ખરી.'

સોમ્યા: 'રહસ્ય બહાર જણાવી દઈશ તો અંદર જઈ નહીં શકાય પહેલાં અંદર જઈએ પછી જણાવું છું.'

મહેલ ની આજુબાજુ એકદમ સૂમસામ ઊંચા ઊંચા વૃક્ષો એકબીજા જોડે ખામોશીથી વાતો કરતા હોય એવું લાગી રહ્યું છે. ઘરના દરવાજાને અડીને ખૂબ મોટી વેલ નીચે સુધી લટકી રહી છે.. લાલ લાલ પથ્થરોથી આ મહેલ બન્યો છે. જે તેની સુંદરતામાં વધારો કરે છે. ત્રણે જણે દરવાજો ખોલીને મહેલની અંદર પ્રવેશ કર્યો પ્રવેશ કરતાંની સાથે અંદર એકદમ ડરાવનુ અંધારું હતું.

આરવ: 'કેટલું બધું અંધારું છે, ગુટામણ થાય એવું લાગે છે.. મોબાઈલની લાઈટ ચાલુ કર સોહણ.'

સોહન :અરે મારે તો ટાવર પણ નથી પકડાતું મોબાઇલમાં.'

સોમ્યા : 'મોબાઈલની ટોચ ચાલુ કરવા માટે ટાવરની જરૂર નથી પડતી'.

સોહન : 'અરે યાર મારું તો મગજ પણ કામ નથી કરતું. મને તો આ મહેલ ખૂબજ ભયાનક લાગે છે, આપણે પાછા ચાલી જવું જોઈએ.'

આરવ : 'હવે આવી જ ગયા છીએ તો સોમ્યાની ઈચ્છા પૂરી કરી લેવા દે જોઈને જઈએ. સારું સોમ્યા હવે તો સ્ટોરી સંભળાવ.

સોમ્યા હા હા સાંભળવું છું !

સો વર્ષ પહેલાની વાત છે. એક હત્યારો અહીં પકડાયો હતો જેને સજા કરવાની હતી. પણ તેને મારવા માટે કોઈ પણ તૈયાર થતું નથી. કારણ કે તે એક વેમ્પાયર હતો અને તેને શ્રાપ મળ્યો હતો કે જે પણ એને મારશે એ તો મરી ગયા પછી પોતાને બચાવવા માટે મારવાવાળી વ્યક્તિમાં પ્રવેશ કરી લે છે. અને તેનામાં જીવે છે. તેનો મુકાબલો કરી શકે તેવું કોઈ જ નહોતું. તે માણસોનું લોહી ચુસી જતો અને તેનાથી જ તે જીવિત રહેતો . તે રાતો નો રાજા હતો. તેના લીધે આ ગામની આજુબાજુની બધી જ વસ્તી ખતમ થઈ ગઈ હતી એવી માન્યતા છે. ત્યાર પછી આ મહેલ સુમસામ પડ્યો છે. અહીં હવે કોઈ પણ આવતું નથી. કારણકે હજુ પણ આ વેમ્પાયર લોહી પીવા માટે માણસોને પકડીને મહેલમાં લઈ આવે છે. તેનામાં એવું જાદુ છે કે બધા આપોઆપ તેણી જોડે ખેંચાઈ આવે છે અને એટલે જ અહીં કોઈ આવતું નથી.

વેમ્પાયરને ખુન પીવાનો ખૂબ જ શોખ હતો. તે પણ એક માનવી જ હતો માનવી તરીકે માણસો વચ્ચે પહેલા રહેતો હતો, તેને પણ એવી ઇચ્છા હતી કે મારો પણ એક પરિવાર હોય મારો પણ વંશવેલો આગળ વધે તેને એક છોકરી પસંદ આવી ગઈ અને તેથી શિકાર કરવાના બદલે તેની પત્ની બનાવવાનું વિચાર્યું. તે છોકરીને ઉઠાવી ગયો પણ તે વખતના રાજા કહેવાથી સિપાહીઓ આ વેમ્પાયરને પકડી લાવ્યા. અને સજા આપવાનું વિચાર્યું પણ તેને સજા કોઈ આપી શકે તેમ નહોતું. એક સાધુએ કહ્યું કે જે પવિત્ર આત્મા હોય તેનાથી જ તેને સજા મળી શકે છે. પણ હિંમત કરે કોણ ? તેથી સાધુએ એક હથિયાર આપ્યું છોકરીને તું પોતાની જાતને તેનાથી બચાવી શકીશ. આ હથિયારથી વેમ્પાયર ડરે છે. અને આ લાકડાની તલવારથી તેને મારી શકાશે. આ વેમ્પાયર તેનાથી જ વંશમાં આવી શકે તેમ હતો. પણ તેની પહેલાજ આ વેમ્પાયરે રાજા અને સાધુથી લઈને બધાને જ ખતમ કરી નાખ્યા. આ જોઈને છોકરી પણ ખૂબ જ ડરી ગઈ તેને આપેલું હથિયાર ચલાવી શકી નહીં અને આત્મહત્યા કરી મોતને વહાલું કરી લીધું.

બસ ત્યારથી આ વેમ્પાયર આ મહેલમાં રહે છે એવી સ્ટોરી છે. જે થોડા ગણા ગામના લોકો બચી ગયા હતા તે પણ અહીંથી જતા રહ્યા. ત્યારથી આજે સો વર્ષે પછી પણ અહીં કોઈ જ આવતું નથી.

સોહન : 'આ તો ખૂબ જ ડરામણી, ભયાનક સ્ટોરી છે ચલો જતા રહીએ અહી રોકાવું યોગ્ય નથી.'

આરવ : 'અરે સોમ્યા જો આ કોઈ હથિયાર જેવું છે, મને લાગે છે તારી સ્ટોરીમાં કહ્યું તે પ્રમાણે આ હથિયાર અહીં પડ્યું છે કે શું ?'

સોમ્યા : 'હા એ જ તલવાર છે જે સાધુએ આપી હતી મેં વાર્તામાં આવું જ ચિત્ર જોયું હતું.'

સોહન : 'મેં તો એવું સાંભળ્યું છે કે તે ક્રોસથી પણ ખૂબ જ ડરતો હોય છે.'

સોમ્યા : 'હા તે ક્રોસથી પણ દૂર જ રહે છે કોઈ પણ પવિત્ર વસ્તુ નજીક વેમ્પાયર આવી નથી શકતો.'

આરવ : 'અરે યાર બંધ કરો કઈ દુનિયામાં રહો છો તમે બંને હવે એવું કશું નથી હોતું આ બધી વાર્તાઓ છે.

સોમ્યા કેમેરામાં ઉત્સુકતાથી મહેલના ફોટા લઈ રહી હતી એટલામાં જ એક વ્યક્તિ અંદર ચહેલ પહેલ કરતો હોય એવું દેખાયું. તે વ્યક્તિની એક આંખ હતી નહીં આ જોઈને સૌમ્યા તો ખૂબ જ ડરી ગઈ. અચાનક વીજળીના કડાકા થતા હોય તેવો અવાજ આવવા લાગ્યો કુતરાઓનો રડવાનો અવાજ પણ સંભળાવા લાગ્યો. ચારે બાજુ ખૂનની નદીઓ વહેતી હોય એવું દ્રશ્ય ઊભું થઇ ગયું.આ બધું જોઇને સોહન ખૂબજ ડરી ગયો અને તે ભાગવાની કોશિશ કરતો હતો ત્યાં જ.

સોહનને પકડીને તે વ્યક્તિ ગળામાં બચકુ ભરવા જતો જ હતો. તે જોઈને આરવે તેની જોડે પકડેલું તલવાર જેવા હથિયારથી તેની પર પ્રહાર કરતા સોહન છુટકારો થયો. હવે દોડીને સોહનને ગાડીમાં બેસી જવા કહ્યું.

સૌમ્યા અને આરવ ગાડીમાં ગોઠવાઈ ગયા હવે ફટાફટ આરવે ગાડીને મહેલમાંથી હંકારી મુકી. આ હાદશા પછી તેઓની જોડે બોલવાના કોઈ જ શબ્દ ન હતા. પણ મહેલમાંથી એક અવાજ જોરજોરથી આવી રહ્યો હતો કે તમે ભલે બચી ગયા પણ હું મારો શિકાર કરીને જ રહીશ. હું મારી ઈચ્છા જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હું કોઈને છોડીશ નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Horror