હમસફર
હમસફર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ચારે દિશામાં વ્યાપેલું ગાઢ, શ્યામ અંધકાર. સૂર્યની ઉષ્ણ કિરણોની કામચલાઉ ગેરહાજરીનો લાભ ઉઠાવી ઠુઠાવી રહેલી ચંદ્રની ચતુર શીતળતા. કાળી ચાદરમાં લપેટાયેલી હરિયાળીમાંથી પડઘાઈ રહેલા જીવડાંઓનો કાનને ચીંધતો ધારદાર સ્વર. શહેરના સુમસાન રસ્તાઓનો વેરાન, શાંત, નીરવ સન્નાટો. વીજળીના થાંભલાઓના પીળા અજવાશની એકધારી મૌન એકલતા. આખા દિવસની દોડધામ અને મહેનતથી થાકેલી 'જાગ્રતતા'એ આખરે હથિયાર નાખી સ્વીકારી લીધેલું નીંદરનું વર્ચસ્વ.
બારી બહારથી ' શુભરાત્રી ' પાઠવી રહેલ નિંદ્રાધીન સૃષ્ટિ પર ફરી રહેલી દ્રષ્ટિ ઘરની સામેન
ા વૃક્ષ ઉપરની ટગર ટગર મોટી આંખો પર આવી થોભી. એ આંખોમાં આંખો પરોવાઈ ને જાણે હમસફર મળી ગયાનો હર્ષ રોમેરોમમાં મલકાઈ ઉઠ્યો. હાથમાં થમાયેલ કોફીનો તાજો, ગરમ કપ હવામાં ઊંચકી નિયમિત ટેવ અનુસરતા ધીમા અવાજે, હાસ્યસભર હોઠ દ્વારા અભિવાદન ફેંકાયું.
' શુભ સવાર '
વૃક્ષ ઉપર બેઠું ઘૂવડ ખબર નહીં એ અભિવાદનનું મર્મ કળી શક્યું કે નહીં ? એના હાવભાવો દર વખત જેવાજ નિઃશબ્દ અને સ્થિર હતા.
સામે બેઠા એ હમસફરના સંગાથે આખરે એક નવો દિવસ ફરી આરંભાયો અને લેખકની નવલકથા શબ્દોના સથવારે ધીમે ધીમે આગળ વધવા માંડી ....