Amrut Patel 'svyambhu'

Romance Tragedy

3  

Amrut Patel 'svyambhu'

Romance Tragedy

હળવી વાત હળવેકથી - 21

હળવી વાત હળવેકથી - 21

1 min
235


 સવારે ઓફિસ જતા સમય હતો એટલે બાજુમાં પડેલી ડાયરીનું પાનું ફેરવું છું ત્યાં..

 પનરવો

 કુંદન પનરવો પાસે ઊભી વિચારી રહી છે:

'તે નાની હતી ત્યારે એકવાર શાળાએથી પાછા ફરતા હતા ત્યારે અચાનક જ નરેન્દ્રએ તેની પીઠ પાછળ પનરવોનું બી ઘસીને ડામ દીધો હતો અને તે ચીસ પાડી ગઈ હતી.

કુંદન આજે એજ સ્કૂલમાં શિક્ષિકા છે. જ્યારે નરેન્દ્ર રાજકારણનું એક પછી એક પગથિયું સર કરતો ગયો અને આજે-

કુંદન નરેન્દ્રએ બનાવેલા વિશાળ મહેલ જેવા બંગલામાં એકલતા ભર્યું જીવન પસાર કરી રહી છે.

ગાર્ડનમાં એક ખૂણામાં તેણે પનરવો ઉછેર્યો છે. પાંચ પાંખડીયાં વાળા રાતાં ફૂલ અને શીંગોથી પનરવો ભરાઈ ગયો છે. શીંગો દૂરથી જોતા પાન જેવીજ લાગે એનું મોટું લીસુ કઠણ બી ઘસીને એનો ડામ દેવાની રમત રમવાનું બાળકોને ગમે.

 આજે પણ કંઈજ બદલાયું નથી !

તે જ્યારે જ્યારે એકલી પડતી ત્યારે ત્યાં આવીને ઊભી રહેતી. આજે પણ પાંચ પાંખડીયાંવાળા રાતાં ફૂલને સ્પર્શ કરવા તેણે હાથ લંબાવ્યો.

ત્યાં..

 તેની પીઠ ઊપર મોટું લીસું કઠણ બી ઘસીને કોઈએ ડામ દીધો હોય તેવો તેને અહેસાસ થયો !

* * *

 ડાયરી બંધ કરી... 'કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે જીવનમાં' વિચારતો હું ઓફિસ જવાની તૈયારીમાં લાગી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance