Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

3  

Amrut Patel 'svyambhu'

Tragedy Inspirational

હળવી વાત હળવેકથી - 13

હળવી વાત હળવેકથી - 13

1 min
241


ઓફિસથી ઘરે જઈ રાત્રે સૂતા પહેલા ડાયરી ઉપાડું છું ત્યાંજ સવારે મિત્ર સાથે થયેલી વાત માનસપટ પર ફરી તરવરી અને સર્જન થયું-

 'માળો'

- સ્વયંભૂ

બેલ વાગતા જ પટાવાળાભાઈ હાજર થયા. 

'અલ્યા, આ તિજોરી પરનો માળો ઊખેડીને બારી બહાર ફેંકી દેતો.' સાહેબ બોલ્યા.

પટાવાળાભાઈએ સાહેબની આજ્ઞાનું તુરંત પાલન કર્યું.

 કેટલાય દિવસથી એક એક સળીથી મહા-મહેનતે તૈયાર કરવામાં આવેલો કબૂતરનો માળો પળવારમાં વીંખાય ગયો.

પટાવાળા અને સાહેબને માટે આ કોઈ નવીન વાત નહોતી.

પણ...

નિવૃત્તિ આરે આવીને ઊભેલા સાહેબજી જેવાં ઘરે પહોંચ્યા ત્યાં ફોનની રિંગ વાગી-

'પપ્પા, મારો માળો આજે વીં...ખા...ઈ… ડૂસકાં સાથે દીકરીએ ફોન કાપી નાંખ્યો !

*  *  *

ખબર નહીં કેમ પણ મિત્રએ જ્યારે તે સાહેબની દીકરીની વાત કરી ત્યારે મને એવું લાગ્યું કે, ' શું આ પણ કર્મનાં સિદ્ધાંતમાં જ આવતું હશે ?! હું ડાયરી બંધ કરી વિચારતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy