અમૃત પટેલ સ્વયંભૂ

Tragedy

3.1  

અમૃત પટેલ સ્વયંભૂ

Tragedy

હજ

હજ

2 mins
569



    ઈશરતને હજ પઢવા જવાનું હોવાથી તે ખુશી ખુશી કેટલા દિવસથી તૈયારી કરી રહી હતી. આજ દરમિયાનમાં તેને રુબીનાની અમ્મીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે તે સમાચાર મળતા હજ પઢવા જતા પહેલા તેમની ખબર કાઢવા માટે આવી છે. બંને સંધી વાતો કરી રહી છે. ત્યાં ઈશરતની નજર એક ખૂણામાં બિસ્તર ઊપર પડી. બિસ્તર ઊપર એક બીમાર મહિલા શ્વાસ લઈ રહી છે. સાવ એકલી આજુબાજુ કોઈ દેખાતું નહોતું. એટલે સંધીને તેના વિશે પૂછ્યું. સંધીની વાત સાંભળતાજ ઈશરત તે તરફ દોડી બધા તેને આશ્ચર્યથી જોઇજ રહ્યા!


    પલંગમાં એક જીવતી લાશ જેવી ઉમાને જોઈ તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. તેની વહુ રુબીના પણ તેમની પાસે આવી ગઈ. તેના પરિવારને નવી જિંદગી આપનાર આ દશામાં મળશે તેવું તો તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું.


     આજથી ત્રણ દાયકા પહેલાં પોતાનો જીવ જોખમમાં મુકીને ઉમાએ ઈશરતના આખા પરિવારની જિંદગી બચાવી હતી તે સમય હતો જ્યારે અહીં કોઈપણ કારણ વગર કોમી તોફાનો ફાટી નીકળે, તે સમયે ધર્મઝનૂનમાં આંધળા બની ગયેલા તોફાની ટોળા વચ્ચે એકલા હાથે તે ઈશરતના પરિવારની ઢાલ બનીને ઊભી રહી હતી.


    અને આજે આ હાલતમાં મળી!

     તીન બત્તીવાળી ચાલીમાં ઉમા શંકર જોશીનું ઘર. ઉમાના પતિનું આવસાન થતા તે એકલી પડી. બંને દીકરાઓ વિદેશમાં વસતા ત્રણ વરસ પહેલાં ઉમા માંદી પડી ત્યારે નાનો દીકરો આવી સારવાર કરાવી સાથે લઈને ગયો. પરંતુ ઉમાને માફક ન આવતા તે પાછી ફરી. આજ દરમિયાનમાં એકવાર મોટા દીકરાએ નાના સાથે મળી ઉમા હવે વિદેશમાં જ રહેશે તે રીતનું આયોજન કર્યું અને અહીંનું ઘર વેચી નાખ્યું. એટલે ઉમા જ્યારે પાછી ફરી ત્યારે ઘર વગરની થઈ. શરૂઆતમાં સંબંધીઓ ને ત્યાં રહી દિવસો પસાર કરતી રહી!

    પણ શરીરે સાથ ન આપ્યો શરૂઆતમાં દીકરાઓ સંબંધીઓ સાથે સંપર્કમાં રહ્યા તે પછી…!

    

    ઈશરતને આજે સિત્તેર થવામાં છે. ઉમા પણ પંચોતેર વટાવી ચુકી છે. ઉમાની કિડની ખરાબ થઈ છે.. સારવારની ખૂબ જરૂર છે. ઈશરતને હજ ઊપર જવાનું છે. તેની પરિસ્થિતિ સારી નથી. દિકરાએ રિક્ષા ચલાવી રાતદિવસ જોયા વિના પાઈ પાઈ બચાવીને હજ માટે પૈસા ભેગા કર્યા છે. પણ અહીં ઉમાની હાલત જોઈ ઈશરતે હજ માટેની તમામ મૂડી ઉમાની સારવાર માટે લગાવી દેવાનો નિર્ણય લીધો તે સાથે તેણે ડોકટર ને ત્યાં સુધી કહી દીધું કે, 'જરૂર પડે તો મારી કીડની લઈને પણ ઉમાને સાજી કરો... હું કિડની આપવા પણ તૈયાર છું.' ઉમા સાજી થઈ જશે તો હું સમજીશ કે ખુદાએ મારી મુરાદ પુરી કરી અને મેં 'હજ' પેઢી લીધી!


      ઈશરાતના આ નિર્ણયથી તેની સાથે આવેલા દીકરા-વહુ ગર્વથી તેને જોઈ રહ્યા. તે સાથે જ ઈશરતે ઉમાનું માથું તેના ખોળામાં મૂકીને તેના કપાળે હાથ પંપાળતા ઉમાની નિર્જીવ કોચલા જેવી આંખમાં માંડમાંડ બચેલા આંસુ ઈશરતના સાડલે સુકાઈ રહયા…!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy