STORYMIRROR

purvi patel pk

Tragedy Others

4  

purvi patel pk

Tragedy Others

હાથની કરામત

હાથની કરામત

1 min
383

"લાવો કાકા, તમને તકલીફ પડતી હોય તો હું ગણી દઉં."

સરળ સ્વભાવના સવજીકાકાએ પેલા યુવાનને ૫૦૦ની નોટોનું બંડલ ગણવા આપી દીધું. 

"લો કાકા, બધું બરાબર છે. તમતમારે નચિંત થઈ ઘરે જાવ."

"દીકરા, ભગવાન તારું ભલું કરે. બાકી, એકાદ નોટ પણ આમતેમ હોય તો મારા દીકરા- વહુ તો....."

થોડું અટકીને સવજીકાકા આગળના શબ્દો ગળી ગયા.

ત્યાં સુધીમાં તો પેલો યુવાન સડસડાટ બેન્કની બહાર નીકળી ગયો. ઘરે પહોંચીને સવજીકાકાએ બંડલ વહુને આપ્યું. વહુએ ગણતરી કરીને લગભગ રાડ પાડી.

"આ શું ? રૂપિયા ગણ્યા નહોતા ? બંડલમાં સાત નોટ ઓછી છે. ધ્યાન ક્યાં હતું ? રસ્તામાં પાડી આવ્યા કે પછી હાથની કરામત ઘરના જ રૂપિયામાં અજમાવી ?"

સવજીકાકાની તો કાપો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy