Rajesh Baraiya

Classics Inspirational

3  

Rajesh Baraiya

Classics Inspirational

ગરબો અને નવરાત્રિ

ગરબો અને નવરાત્રિ

3 mins
7.9K


ગરબાની ઉત્પતિ અને સ્વરયાત્રા

ગરબો એટલે શું?

'દીપગર્ભહ ઘટહ’ પદ જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો. કાળ ક્રમે એમાંથી ‘દીપ’ પદ છૂટી ગયું. અને ‘ગર્ભહ’માંથી ગરબો આવ્યો. એટલે કે એવો માટીનો કે તાંબા- પિતળનો ઘડુલિયો જેને કોતરાવેલ હોય અને તેમાં દિવો મૂકેલ હોય ઘટ એટલે ઘડો આખા ઘડામાં છિદ્ર પાડવા તેને 'ગરબો 'કોરાવ્યો તેમ કહેવાય.

આ સૌપ્રથમ ગરબો તે "પાત્રવાચક" હતો ત્યારબાદ તેને માથે મૂકીને કે તેની આજુ બાજુ ઘૂમીને માં શક્તિની આરાધના માટે ગાતા ગાતા 'ગરબો' કીધો એટલે ગરબો નૃત્યુવાચક બન્યો ત્યારબાદ એ 'માં શક્તિ 'ની આરાધન માટે ગવાતાં ગીતો ઉમેરાયા અને ગરબા ફરતે ફરીને ગાઈ શકાય તેવા ભાવવારી સાથે મા શક્તિની ભક્તિનો રંગ નો સમન્વય થયો સાથે તાલ, ચપટી અને ઠેસની લયબંધ્ધતા ભળી આથી ગીત વાચક બન્યો આવી રીતે પાત્ર વાચકમાંથી ધીરે ધીરે સમાજ ના તમામ સ્તર સુધી બારે માસ કરતા નૃત્ય માં શક્તિની આરાધના રૂપે લોકોમાં વહેતો રહ્યો પણ આજે આ ગરબો લુપ્ત પામ્યો અને રહ્યો ફક્ત ફિલ્મી ગીતો સાથે ડાન્સ જેવા આધુનિક ગરબા.

ગરબો ક્યાંથી આવ્યો?

ગરબો દક્ષિણ ભારતમાંથી આવ્યો જે કર્ણાટકમાંથી આવ્યો તે "ગરબી" સ્વરૂપે ત્યાં હાલ પણ છે. પ્રાચીન કાળનાં શ્રીકૃષ્ણ અને રાધા-મયવત અને નચ્યિ નઈ નીન્ડાની નૃત્યક્રીડામાંની "કુરવઈ કટુ" માંથી આ નૃત્ય પ્રકાર ગુજરાત સુધી પહોંચ્યો. તામિલ 'કુરવઈ' શબ્દોનો ભારતીય ઉચ્ચાર 'ગરવી -ગરબી' છે.

નૃત્યનાં અનેક પ્રકારો છે પરંતુ નૃત્યનાં સૌથી મોટો વ્યાપક પ્રકારો બે

1) ભગવાન શંકર સાથે સંકળાયેલ તાંડવ નૃત્ય.

2)પાર્વતી સાથે સંકળાયેલ નૃત્ય તે લાસ્ય.

જે નૃત્ય રૌદ્ર ભાવને પ્રગટાવે તે તાંડવ અને જે રમ્યને લાલિત્યપૂર્ણ રીતે વ્યક્ત કરે તે 'લાસ્ય' નૃત્ય.

હવે આપણી સંસ્કૃતિમાં વણાયેલ ગરબા વિશે વાત કરીએ તો ગરબો એટલે ગુજરાતનું ગૌરવ ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું એક ઉત્કૃષ્ટ અંગ એટલે ગરબો આસો મહિનાની નવરાત્રીમાં શક્તિ આરાધના માટે ભક્તિભાવ પૂર્વક તાળી ચપટી અને ઢોલના તાલે વર્ષોથી ગવાઈ રહેલો ગરબો આજે શેરીની બહાર નીકળી આ ગરબો વિશ્વના દરેક ખૂણામાં પહોચ્યો છે. આનંદની વાત એ છે કે આજનો ગરબો ગુજરાતની સંસ્કૃતિની સામજિક મૂલ્યોની જાળવણીમાં પાશ્વાત્ય સંસ્કૃતિના આક્રમણ સામે અડીખમ રહ્યો છે.

નવરાત્રી ગુજરાતીઓનું વિશેષ પર્વ છે આસો મહિનાની નવરાત્રિ રઢીયાળી રાતમાં માથા પર ગરબો મૂકી તાળી અને ચપટીના તાલે મન મૂકીને ગરબે ઘૂમતી ગુજરાતણને નીરખવી એ પણ એક લાહવો છે. પણ સમયની સાથે 'ગરબા' માં પણ પરિવર્તન આવ્યું છે .

ભારતનું નવરાત્રી મહોત્સવ વિદેશોમાં પણ જ્યાં જ્યાં ભારતીયો વસ્યા છે ત્યાં ત્યાં આ મહોત્સવ ઉમંગભેર ઉજવાય છે.

નવ દિવસના આ પર્વને નવરાત્રી નામ આપી આ પર્વની વિશેષતા વધારી છે.

કોરી માટીના સફેદ કે રંગબેરંગી કાણાવાળા આહલાદક ઘડામાં દીવડો પ્રગટાવે છે માટીનો ઘડો દીવડો સર્જનના પ્રતીક છે રાત્રે ગરબો ચોકની વચ્ચે મૂકી નર-નારીઓ માતાજીની આરતી ઉતારી ગરબે ઘૂમે છે.

નવરાત્રી એટલે નવ પ્રકારની શક્તિઓનું પ્રાપ્ત કરવાનું પર્વ નવ શક્તિઓ આ પ્રમાણે છે બુદ્ધિ, શ્રદ્ધા, ક્ષમા, ભક્તિ, સંગઠન, સંયમ, સંરક્ષણ, સામર્થ્ય અને સહન શક્તિ.

નવરાત્રી દરમિયાન માતાની ઉપાસના કરી સદબુદ્ધિ માગવાની છે ફક્ત બુદ્ધિ હશે તો નહીં ચાલે. જીવનમાં શ્રધ્ધાનું પુષ્પ મુસીબતોમાં પણ કરમાવું ન જોઈએ. ભક્તિ વગર ની શક્તિની ઉપાસના શક્ય નથી કેમકે શ્રદ્ધાને મજબૂત બનાવવા ભક્તિ અને સંયમની આવશ્યકતા રહે છે.

સંયમ એટલો ઇન્દ્રિયો પરનો કાબૂ આ સંયમ ઉપાસનાથી મેળવી શકાય છે.

નવરાત્રીમાં નાત જાત ધર્મ નો ભેદભાવ ભૂલી સૌ નવરાત્રિના પર્વનો સંદેશ છે. જીવનમાં દુઃખો આવવાના છે એટલે સહન શક્તિની જરૂર પડે માનવીમાં સંસારમાં યોગ્ય કાર્ય કરવાનું સામર્થ્ય હોય તો જ જીવન વિકાસ થાય. આ નવરાત્રિ નવ શક્તિઓનું પ્રતીક છે. સૌ નવરાત્રીના પાવન પર્વ ને વધાવી શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરો એવી શુભેચ્છા.


Rate this content
Log in

Similar gujarati story from Classics