Rajesh Baraiya

Drama

3.0  

Rajesh Baraiya

Drama

પ્રેમ ઉત્સવ

પ્રેમ ઉત્સવ

3 mins
221


પ્રેમમાં તો પાગલ થવાનું હોય છે,

બંધ આંખે બધું જોવાનું હોય છે.

દર વર્ષે આપણે ૧૪ ફેબ્રુઆરી 'વેલેન્ટાઈન ડે'તરીકે ઉજવીએ તો પ્રેમ વિશે થોડી વાતો કરીએ. પ્રેમ એટલે પ્રકૃતિને એનો સુંદર ખોળો, પ્રેમ એટલે માતાની ઝરમર આંખડી, પિતાની બાથ, બહેનની બાંધેલ હાથે રાખડી, પ્રેમ એટલે જીવનની સાધના, પ્રેમ એટલે પત્નીનો કોમળ હાથ, પ્રેમ એટલે ઈશ્વરે મોકલેલો માણસો માટેનો અદભૂત અનુભવ આ અનુભવમાં નદીની ભીનાશ છે, ફૂલોની સુગંધ છે, સૂર્યનું તેજ છે. શિયાળાનો ભેજ પણ છે, હવાનો સ્પર્શ છે તો વરસાદનું વહાલ છે. વૃક્ષનો છાંયાડો છે. પ્રેમ જ કુદરત છે. કારણ કુદરતના બધા અનુભવો પ્રેમમાંથી પ્રગટ થાય છે અને આથી જ પ્રેમ એ ઈશ્વરનું સ્વરૂપ છે.

કારણકે કોઇ ફૂલ પોતની સુગંધ ક્યારેય પોતાની પાસે સંગ્રહી રાખતું નથી. પ્રેમ ફૂલ જેવો છે. પ્રેમમાં બીજા જ મહત્વના છે કારણ કે પ્રેમ ભાવનો વિષય છે. હ્રદયની વાત છે અને હ્રદય ભાવોથી સુગંધી બને છે. જ્યારે ભાવ એક હદયથી બીજા હદય તરફ ગતિ કરે ત્યારે પ્રેમ કહેવાય હદય એક બાગ છે અને ભાવો એ ફૂલો છે. એટલે રવીન્દ્રનાથ ટાગોર કહે;  

"પૈસા અને પ્રેમ વચ્ચેનો તફાવત એટલો જ કે પૈસાને સાચવવા પડે છે જ્યારે પ્રેમ આપણને સાચવે છે."

આજ સુધી પ્રેમની શક્તિ માપવાનું, કોઇ યંત્ર બન્યું નથી મુઠી જેવડા હદયની શક્તિ એ છે કે તે પહાડ જેવડા માણસને પણ ઝુકાવી શકે નહીં આથી પ્રેમની શક્તિનું કોઇ માપ નીકળી શકે નહી જેમ આકાશ વિશે પણ આપણે માહિતી નથી આપી શકતા એમ પ્રેમ વિશે પણ આપણે અચોક્કસ છીએ આથી સુરેશ દલાલ કહે છે.

"રાત-દિવસનો રસ્તો વ્હાલમ નહી તો ખુટે કેમ ?

તમે પ્રેમની વાતો કરજો, અમે એમ કરીશું પ્રેમ."

પ્રેમ એ અનુભૂતિ છે, પણ એ અભિવ્યકિત ત્યારે જ બને જ્યારે કોઇની ઉપર તેને ઢોળવામાં આવે કોઇના પર ઢોળવામાં આવેલો પ્રેમ જ વાસ્તવિક બની શકે છે. પ્રેમ સોના જેવો છે એક જ સોનામાંથી અનેક ઘરેણા ઘડાય છે પછી તેનું જુદુ નામકરણ થાય છે વિંટી, બૂટી, હાર જેવા નામથી ઓળખાય પ્રેમ એકાંતમાં અનેકતા છે. અનેકતામાં એકતા પ્રેમનું લક્ષણ છે. આવો પ્રેમ જ વસ્તવિક પ્રેમ છે તેથી એ સહકાર રૂપે, ક્ષમારૂપે, સમર્પણરૂપે દેખાય જેમ શરૂઆતમાં કહ્યું તેમ પ્રેમ વાદળ જેવો છે તેનો આકાર બદલાય છે.

પ્રેમમાં બેઉ જરૂરી છે જેમ નદીને માટે કિનારો જરૂરી છે તેમ કિનારાની માર્યાદા લઈ લેવાય તો ? નદીની મસ્તી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે એવું જ પ્રેમનું છે. પ્રેમની મસ્તી અલગારી હોય પણ માર્યાદા સૂક્તો નથી પ્રેમ મસ્તી સદ્ ગુણોમાં રજૂ થાય પ્રેમ જ એવો છે કે એમાં ઉડવાનું મન થાય કારણ પ્રેમમાં કલ્પના વગર જીવી શકાય નહીં. કોઇ કવિએ કહ્યું છે...

"પ્રેમ માટે ઊંડો ભાવ જોઇએ,

કલ્પનાની એક નાવ જોઇએ.

બીજુ કશું નથી ચાહતો એ,

મન-હદયનો લગાવ જોઇએ."

રાધાએ પ્રેમ કર્યો પછી માત્ર કષ્ણનો વિરહ અનુભવ્યો, જાનકીજીએ લગ્ન પછી રામનો વિરહ વનવાસ અનુભવ્યો, ઊર્મિલાએ પાંપણ પટ પટાવ્યા વગર લક્ષ્મણની રાહ જોઇ પ્રેમ સ્થળ નથી જોતો ! આંખોની ઝળહળમાં સમયના પૂરને ડૂબાડી દે છે. પ્રેમ કોઇને સુધારી નથી શકતો જેવા છીએ એવા અપનાવવાનું કામ કરે છે. પ્રેમમાં પડેલા બે વ્યક્તિઓમાં કૃષ્ણનો કલરવ અને રાધાનો રાસ પ્રગટે છે. મીરાએ એકતાર લઈ પ્રેમ ગાયો, તો નરસિંહ મહેતાએ કરતારમાં ઘુટયો છે ભક્તિનું પાત્ર છે ઈશ્વર પ્રેમ કરનાર તથા પ્રેમનું પાત્ર એ બે વિના પ્રેમ થઈ શકે નહીં વળી પ્રેમનું પાત્ર પ્રથમ તો આપણા પ્રેમનો પ્રત્યુતર આપે એવી કોઇ એક વ્યકિત હોવી જોઇએ તેથી પ્રેમમય ઈશ્વર અમુક અર્થમાં માનવી ઈશ્વર હોવો જોઇએ તે પ્રેમ ઈશ્વર હોવો જોઇએ. આપણે સ્વયમ પ્રેમના વિચાર તરફ વળીએ અને પ્રેમને ત્રિકોણ તરીકે લઈએ તો પાયો પ્રથમ ખૂણો નિર્ભયતા ભય હોય ત્યાં સુધી પ્રેમ નથી, પ્રેમ ભયને દૂર કરે છે પોતાના બાળક બચાવવા માતા વાઘની સામે પણ થશે, ત્રિકોણનો બીજો ખૂણો અયાચકતા પ્રેમ કદી માંગતો નથી પ્રેમનો ત્રીજો ખૂણો એ જ પ્રેમ છે. કેવળ પ્રેમની ખાતર જ પ્રેમ કરે છે. જેમાં પ્રેમપ્રતિ પ્રેમ થતો હોય એ પાત્ર તેવું એકમાત્ર સ્વરૂપ પ્રેમ છે આ ઊઁચામાં ઊંચો ભાવ છે અને એ નિવિશેષ સ્વરૂપ છે અહીં જ ભક્તિ પ્રગટે છે... પ્રેમ માપવાનો એક જ ઉપાય પ્રેમ આપવાની શરૂઆત કરી દો બધુ ભૂલી જઈ પ્રેમમાં ઝંપલાવો.અને પ્રેમ ઉત્સવ માનાવો.


Rate this content
Log in

Similar gujarati story from Drama