Rajesh Baraiya

Inspirational Others

3  

Rajesh Baraiya

Inspirational Others

દિપાવલી નું શુભપર્વ

દિપાવલી નું શુભપર્વ

2 mins
7.4K


નવલા વર્ષતણો નવલો સંદેશ,

જગતને ઝગમગતું કરો,

જ્યાં અંધારું ત્યાં દીપ કરો.

તમસોમાં જ્યોતિર્ગમય ! ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને ઈશ્વરની આરાધનાનું પ્રતિક એટલે દીવડો. દિવાળીમાં દિવડાની હારમાળાનું પર્વ દીપાવલીનું શુભપર્વ અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક છે અને તે આપણને પ્રેરણા આપે છે કે સત્યના પ્રકાશથી જળહળવાનુ સાથે એ પણ પ્રેરણા આપે છે કોઈપણ કામ સંગઠિત થઈને કરવાથી અશક્ય કાર્ય પણ શક્ય થઈ જાય છે. અમાસની રાતે અંધકાર દૂર કરવાનું અશક્ય છે પણ બધા ભેગા થઈને રોશની દીવા કરે ત્યારે રાત્રે અંધકાર દૂર થાય અજવાસ થાય છે. અને દિવાળીમાં દીવડા દીપકને માત્ર બહાર જ પ્રગટાવવાની વાત નથી. આપણી પોતાની અંદર પણ દીપ પ્રગટાવવાની વાત છે. દીપોત્સવ ગમે તેવા ગાઢ અંધકારની વચ્ચે પ્રકાશના એક બિંદુનો દીપનો વિજય થવાનો છે. તેવી અતુટ અને અખૂટ શ્રધ્ધા.

નૂતન વર્ષ એટલે નવા વિચારો નવું ભાથું અને નવી દિશામાં જીવનને વાળવાનો શુભ અવસર, સૂરજ નિત્ય નવીન પ્રકાશ વડે પૂથ્વીને અજવાળે છે તેમ દર નવું વર્ષ માનવીના જીવનમાં એક આશાનું કિરણ પ્રગટાવે છે જેમ દિવાળીના દિવસોમાં ઘરમાં ઘરવખરીને નવો ઓપ આપએ નવું વરસ આપણા જીવનને નવી દિશા નવા વિચારો અને ઓપ આપી જીવનને અજવાળવાનુ કામ કરે છે.

દીવો પ્રગટાવવો અને દીવાથી બીજો દીવો પ્રગટાવવો એ જ છે પ્રભુ પ્રાર્થના અને સદ્કાર્મથી દીવો પ્રગટે છે માત્ર લક્ષ્મીના આગમન માટે ઘર સાફસૂફી કરવાથી નહીં પણ અંતર પણ સાફ કરીને પૂરી જીવ સૃષ્ટિ પ્રેત્યે શુદ્ધ પ્રેમ પ્રગટાવવો તે સાફ સૂફી છે અને ઘરની સાફ-સફાઈ સાથે અંતરમાં પણ છુપાઈ રહેલા ક્રોધ, બદલો, ઈર્ષા જેવા અનેક ઝેરી જીવજંતુઓને ભગાડી ઘુવડ જેવી તામસીવૃત્તિઓને વિદાય આપીએ તો જીવન સફળ થાય છે. દરેક પ્રકારના અંધકારથી મુક્તિ અપાવે તે પ્રકાશ આપ સૌને પ્રાપ્ત થાય.

માનવી પણ પ્રભુએ પ્રગટાવેલો આતમ દીવો છે વિશ્વ કોડિયામાં મુકાયેલી એની કોડ ભરેલી દેહ દીવેલને ચૈતન્ય ચિનગારીનો સ્પર્શ થતાં માનવ કોડીયામાં મુકાયેલી એની કોડ ભરેલી દિવેલને માનવજીવનનો જ્યોતિદીપ ઝગમગી રહે છે. એ દીપક પ્રભુ એટલા માટે પ્રગટાવે છે કે એ સર્વત્ર પ્રેમ અને કરુણાને પ્રકાશ પાથરતા રહે ને જગતને પ્રભુના પંથભણી દોર્યા કરે એટલું નહીં જરૂર પડ્યે એ કર્તવ્ય પરાયણતાની જ્ઞાનની પશ્ચાતાપની તે તપસ્યા જ્વાળા બનીને કલ્યાણ મંગળનું સર્જન કર્યા કરે.

દિવાળી પ્રકાશના પર્વની સાથે-સાથે એક બીજાના નજીક આવવાનું પર્વ પણ છે. દરેક મનુષ્ય એકબીજાના વેરઝેર અને દુશ્મનાવટને સમજણપૂર્વક તેનું નિવારણ લાવી તેને દૂર કરશું તો આપણું જીવન પણ દીપક સમાન પ્રકાશિત બનશે અને એકબીજાના જીવનમાં અંધકાર દૂર કરી શકશું. દિવાળી અને નૂતન વર્ષ પર્વોને લોકો ધામધૂમથી ઉજવે છે. પરંતુ જ્યાં સુધી હદયમાં શુદ્ધ ભાવો નહીં હોય ત્યાં સુધી આપણે એકબીજા પર અમીનજર નહીં કરી શકીએ આથી આ પર્વમાં વેરભાવ ભુલી એક થવાના આ મહાપર્વ ને ઉત્સાહપૂર્વક ઉત્સવને માણશું તો જ જીવન ધન્ય બનશે. સૌને દિવાળી અને નૂતન વર્ષની ખુબ ખુબ શુભકામના.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational