Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Rajesh Baraiya

Classics Inspirational Thriller


3  

Rajesh Baraiya

Classics Inspirational Thriller


ભારતીય સંસ્કૃતિમાં સાપ

ભારતીય સંસ્કૃતિમાં સાપ

4 mins 15.2K 4 mins 15.2K

મહાભારત અને પુરાણોમાં એવી ધાર્મિક માન્યતા જોવાં મળે છે કે, કશ્યપ નામનાં એક ઋષિ હતાં. જેમનાં પત્નીનું નામ કેતુ હતું. આ ઋષિ દંપતીએ સાપ જાતિને જન્મ આપ્યો. જેમનાં નામ અનંત, વાસુકી, તક્ષક, કર્કોટક, પદ્મ, શંખ અને કૂલિક હતાં. જેમણે અષ્ટનાગ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે નવ નાગનાં નામ છે.

અનંત, વાસુકી, શેષ, વદ્મનાભાશ, કુલંબ, શંખવાલ, ધ્રૂતરાષ્ટ્ર, તક્ષક અને કાલીય.

નાગ કુટુંબોમાંથી અનંત, વાસુકી અને શેષ આર્યો સાથે મિત્રાચારી ધરાવતાં હતાં અને તેથી ભગવાન વિષ્ણુ અને શંકરે તેમનો સ્વીકાર કર્યો હતો. નાગનો સ્વીકાર કર્યો હોવાથી શંકર ભગવાનનું એક નામ નાગફળ ભૂષણ પણ છે. અને વિષ્ણુભગવાનનું અનંત શયન તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઋગવેદમાં ભગવાન ઇન્દ્રએ વૃત્રાનો વધ કર્યાનું વર્ણન જોવાં મળે છે. વૃત્રાસૂરે વાદળોને વર્ષા કરતાં અટકાવેલા તેથી ઇન્દ્રભગવાને તેઓનો વધ કરવાની ફરજ પડી હતી. જેનાં કારણે 'નાગપૂજા 'ની શરૂઆત થઈ હતી.

બૌધ્ધ ધર્મની જાતક કથાઓમાં નાગ જાતિનાં રાજાઓ અને અગ્રણીઓનાં વર્ણનો જોવાં મળે છે. ભગવાન બુદ્ધનાં જન્મ બાદ નંદી અને ઉપનંદી નામનાં બે નાગે તેમને પ્રથમ સ્નાન કરાવ્યું હતું. બુદ્ધ ભગવાનને જ્ઞાનપ્રાપ્તિ થયાં બાદ મૂચલિંદ નામનાં નાગે તેમનાં માથાં ઉપર છત્ર ધર્યું હતું એમ પણ કહેવાય છે.

જૈન ધર્મનાં એક સંતને 'કામંથ' નામનો રાક્ષક તેમનાં માથાં ઉપર જ સતત ભારે વરસાદ પાડીને પરેશાન કરતો હતો. આ સંતને 'પક્ષનાગ' નામનાં નાગે રક્ષણ આપ્યાની માન્યતા છે. આ જગ્યાનું નામ પાછળથી 'અર્હિછત્ર' પડવામાં આવેલું આમ બૌદ્ધ અને જૈન ધર્મો સાપને મહત્વ આપીને તેમની પૂજા કરે છે. ઐતિહાસિક ગ્રન્થોમાં નાગની આરાધનાનું એક વિખ્યાત સ્થળ હતું એવી નોંધ મળે છે.

ભગવાન રામનાં પુત્ર કુશ અને લંકાપતિ રાવણનાં પુત્ર મેઘનાદ રાજા યહું ઉગ્રસેન અને અર્જુનનાં લગ્ન નાગકુળની કન્યાઓ સાથે થયાં હતાં. આમ જણાય છે કે નાગ એ કંઈ માત્ર સરિસૃપ ન હતાં પરંતુ બુદ્ધિશાળી માનવ હતાં. આપણાં ગ્રથોમાં પણ જાણવાં મળે છે કે દરેક પ્રકારની પૂજાઓમાં નાગપૂજા સૌથી પૌરાણિક પૂજાઓમાની એક છે. આપણે જાણીએ છીએ કે હજું પણ નાગ પંચમીને દિવસે આપણે પૂજા કરીએ છીએ એમાંનાં મંદિર પણ મોટા ભાગનાં ગામડાંમાં જોવા મળે છે. ગુજરાતનાં ડાંગમાં પણ આ જોવા મળે છે.

* હવે વિગતે સાપ વિશે જોઈએ.

ભારતમાં આશરે 300 જેટલી જાતનાં સાપ જોવા મળે છે. જેમાંનાં માત્ર 20% ઝેરી છે અને 80 સાપ બિન ઝેરી છે.

*ઝેરી સાપ

1.નાગે (કોબ્રા),

2. કાળોતરો (કોમન ક્રેઈટ),

3.ખડ ચિતળો (રસેલ્સ વાઈપર),

4.પૈડકું /ફુર્સો (સ્કેલ્ડ વાઈપર)

આપણાં દેશમાં ઝેરી સાપનાં ઝેરનો ઉપયોગ કરીને તેની સર્પ દંશનાં ઉપચાર માટેની દવા બને છે. તેથી ઝેરી સર્પનાં દંશનાં કિસ્સામાં યોગ્ય સારવાર કરવામાં આવે તો જ માણસને બચાવી શકાય છે.આ સિવાય ભારતમાં મળી આવતાં કિંગ-કોબ્રા અને તમામ દરિયાઈ સાપ અત્યંત ઝેરી છે.

*હવે સાપ વિશે વિશેષ માહિતી.

તમામ સાપ પોતાનાં નાકનો ઉપયોગ માત્ર શ્વાસ લેવાં માટે જ કરતાં હોય છે. સુગંધ લેવા માટે સાપ દર સેકંડે 20વખત લપકાટ મારતી જીભનો ઉપયોગ કરે છે.

પોતાનાં તાળવામાં આવેલી જેકબસન્સ ઓર્ગન નામનાં અંગનાં ઉપયોગથી આસપાસની ગંધનો અભ્યાસ કરે છે, અને તે મૂજબ પોતાનું વર્તન અને પ્રવુતિ નક્કી કરે છે. તેઓ જમીન દ્વારા સૂક્ષ્મ થડકારા અનુભવે છે. સાપની દ્રષ્ટિ બાઈનોક્યૂલર નથી. સાપ કાંચળી ઉતારે જે તેમની તંદુરસ્તી દર્શાવે છે. તેમની ત્વચા કેલ્સરસ તત્વની બનેલી હોય છે. અને હર ત્રણ-ચાર મહિને વધે છે. પણ ચામડી વૃધ્ધિ પામતી નથી તેથી તે ચામડી ઉતારી નાખે છે.

ઝેરી સાપ પોતાનાં શિકારને ઝેરથી મારે છે, જયારે બિન ઝેરી સાપ પોતાનાં શિકારને ભરડામાં ગૂગળાવીને મારે છે અને સાપનાં જડબાં સ્થિતિ સ્થાપક સ્નાયુથી જોડાયેલા હોવાથી પોતાનાં કરતાં ત્રણથી ચાર ગણાં મોટા શિકારને પણ ગળી જાય છે. તમામ સાપ માત્ર હલન-ચલન પર પ્રહાર કરે છે ને ભૂખ્યો હોય ત્યારે શિકાર કરે છે. સાપ મહિનામાં પંદરેક દિવસ આહાર લે છે અને સારો ખોરાક મળી ગયો હોય તો મહિનાઓ કાઢી નાંખે. સાપ સ્તનધારી ન હોવાથી તે દૂધ પીતો નથી. ઝેર તેમનાં પાચક રસ છે. ઝેર કાઢી પણ નાખવામાં આવે તો ફરી બની જાય છે. તેમની ઝેરની કોથળી જો કાઢી નાખવામાં આવે તો શિકાર કરી તેને પચાવી ન શકે અને ભૂખમરાને કારણે મૃત્યું પામે. મદારીઓ આજ કરે છે.

અંતે એજ સાપ એક પ્રાણી છે જેને લોકો ક્રુરતાં પૂર્વક અવિચારીપણે માત્ર ડર અને અજ્ઞાનને કારણે મારી નાંખે છે. સામન્ય રીતે લોકો સાપને ખૂબ મારીને એવું સમજે કે સાપ મરી ગયો પરંતુ આવી ઇજાઓનાં કારણે સાપનું મૃત્યું થતું નથી તેનું મગજ અને હદય જીવંત રહે છે. તેથી તેનું મૃત્યું ધીમું પરંતુ અત્યંત પીડાદાયક હોય છે.

ભગવતગીતામાં શ્રીકૃષ્ણ કહે છે સાપોમાં હું શેષનાગ છું.


Rate this content
Log in

More gujarati story from Rajesh Baraiya

Similar gujarati story from Classics