Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Rajesh Baraiya

Inspirational


0.8  

Rajesh Baraiya

Inspirational


વૃક્ષા રોપણ

વૃક્ષા રોપણ

3 mins 8.1K 3 mins 8.1K

આવો સાથે મળીને સર્જીએ વન-ઉપવન ,

ધરતી પર વાવીએ વૃક્ષોના વન.

પર્યાવરણ પંચ મહાભૂતનું એટલે કે હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિનું બનેલ છે. ગીતાજીમાં ઉલ્લેખ છે તે મુજબ પંચ મહાભૂત એ ઈશ્વરનો જ અંશ છે. એટલે કે (પર્યાવરણ :પંચ મહાભૂત = ઈશ્વર )

પર્યાવરણને નુકશાન કરવું તે ઈશ્વરને દુ:ખ લગાડવા જેવું છે અને પર્યાવરણ જતન કરવું એ ઈશ્વરની ભક્તિ બરાબર છે. અને આજના સમયમાં આ શક્ય નથી પણ આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પર્યાવરણનો મુખ્ય ભાગ વૃક્ષ પર આભારી છે. વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષ થકી જીવન ઉજીયાળા આથી પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોના જંગલો આવશ્યક અને અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઈડ શોષી ઓક્સિજન એટલે કે પ્રાણવાયું આપે છે. સાથે આસપાસમાં ઠંડક આપે એટલે વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણની ખાસ જરૂરીયાત છે. આ કાર્યની જવાબદારી દરેક વ્યક્તિની છે. નહીં કે સરકાર એકલાની, વૃક્ષા રોપણ માટે થોડી લાંબી દ્રષ્ટિથી વિચારીએ અને કેવા પ્રકારના વૃક્ષો વાવવા ક્યારે અને કાળજી વગેરે બાબતો પણ ખ્યાલ રાખવો જોઈએ.

વૃક્ષો એટલે છાયા અને શીતળતા સૌદર્ય સમૃદ્ધિ, સંપતિ અને રંગબેરંગી પક્ષીઓ, પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ આપવાને ખ્યાલ છે. વેદીક કાળથી આપણી સંસ્કૃતિ અને આપણા જીવનના અવિભાજય અંગ છે. એ વૃક્ષોના મહત્વ વિશે ભાગ્યે જ કોઈ સ્પષ્ટાની જરૂર હોય શકે.

કુદરતની આહાર કડીમાં દરેક જીવ સમૂહ એક મહત્વની કડી છે અને વૃક્ષો આ કડીઓને જોડતો પાયો છે.

એક સમય એવો હતો કે પૃથ્વી પર વૃક્ષોની હરીયાળી છવાયેલ હતી ચારેય તરફ હરીયાળી હરીયાળી લહેરાતી હતી. વૃક્ષોને કારણે વરસાદ હતો અને આવા લીલા લીલોતરી વાળા પ્રદેશમાં પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓએ પોતાના આવાસ્થાનો બનાવેલા હતા આથી સમગ્ર સૃષ્ટિ હાલના સમય કરતા સુંદર હતી કુદરતના તમામ ઘટકોથી પૃથ્વીની શોભા અનેરી હતી.

આજે આ મનુષ્ય દ્વારા સઘળું બદલાયું છે. એ પણ ખૂબ ઝડપથી વૃક્ષોના જંગલો નાશ કરવા લગ્યો આથી વનરાજીવાળો વિસ્તાર સતત ઘટાડો થતો ગયો અહીં એક વાત કહેતા ખૂબ જ દુ:ખ થાય કે આપણી અણમોલ ઔષધિય વનસ્પતિની કેટલીક જાતિ પ્રજાતિ નાશ પામી અને ખૂબ મોટા પ્રમાણમાં ભયને આરે છે રેડ લિસ્ટમાં છે તો આપણાથી બનતા પ્રયત્ન કરી આ ચોમાસામાં વૃક્ષા રોપણ દરેક કરીએ અને ઉછેરીએ.

વૃક્ષા રોપણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત આબોહવા, ભૌગોલિક વિસ્તાર અને પ્રાપ્ય જગ્યા પાણીની સુલભતા જેવા પરિબળ ધ્યાનમાં રાખી વનસ્પતિની પસંદગી કરવી દેશી વનસ્પતિ આબોહવાના ફેરફાર સહન કરી શકે તે માટે ઉત્તમ અનુકૂલન ધરાવે છે. સ્થાનિક હોવાથી પક્ષીઓ માટે પણ આદર્શ છે, દેશી વૃક્ષો મોટાભાગના પાનખર હોય છે. તેથી તેમની સાથે આપમેળે ન ફેલાતા હોય અને સદાહરિત હોય તેવા વૃક્ષો પણ વાવી શકાય વૃક્ષોમાં વિવિધતા ખૂબ જરૂરી છે. લીમડો, ગરમાળો, કદંબ, કરંજ જેવા વિવિધ વૃક્ષો પણ વાવવા જોઈએ દરેક પક્ષીને અમુક વનસ્પતિ વધુ પસંદ પડે છે વૃક્ષોમાં વિવિધતાથી પક્ષીઓ, પતંગિયા અને કીટકો આકર્ષાશે વૃક્ષો એ રીતે પસંદ કરવા કે દરેક ઋતુંમાં પક્ષીઓને ખોરાક મળી રહે આસોપાલવ, કાંચનાર, રાયણ, સવન, બોરસલી, પીલુ, જાંબુ, શેતૂર, ઉંબરો, પીપર, પગારો, ગુંદી, સરગવો વગેરે સાથે ખ્યાલ રાખવો એક સરખી ઊંચાઈ વૃક્ષો સાથે નાના છોડ, વેલ, ક્ષુપ, ફૂલ -ફળ આપતા શક્ય હોય તો એકાદ બે કાંટાળા અને સાથે અશ્વગંધા, કુંવારપાઠું, અરડુસી, કામિની, તુલસી જેવા છોડ શતાવરી, મધુમાલતી, ગળો, જૂઇ, ડોડી જેવી વેલની પણ પસંદગી કરી નૈસર્ગિક વાતવરણ ઊભું કરવું સાથે અર્જુન સાદડ, સીતા અશોક, કદંબ, શિવજટા, કોદારો, અંબાડો, આમલી, ઘાવડા વગેરે ફૂલ ફળ વાવી શકાય તો ચાલો સાથે મળી વૃક્ષા રોપણ કરીએ હા એક વાત આપ વૃક્ષ વિશે વધુ પરિચય મેળવવા માંગતા હોવ તો મારી facebook/vanwasikavi પર "પ્રકૃતિ પરિચય"માં ૨૦૦થી વધારે પરિચય ફોટો સાથે મેળવી શકો... ફરી વૃક્ષ વાવવાની અપીલ સાથે વંદે વસુંધરા


Rate this content
Log in

More gujarati story from Rajesh Baraiya

Similar gujarati story from Inspirational