ગોઠડી
ગોઠડી
આ વાત છે પચ્ચીસ વર્ષ પહેલાની. ત્યારે કચ્છનો જોઈએ તેવો વિકાસ થયો ન હતો. રણથી નજીક છેવાડાનું ગામ એટલે બેલા. જ્યાં વધારે પડતી રબારી લોકોની વસ્તી હતી.
સવાર થતાં જ લોકો પોતાનાં ઘેટાં બકરાંઓ, ઢોર ઢાંખર સાથે રોટલો અને શાક તાહડીમાં બાંધી વન વગડામાં નીકળી પડે. ઘરે બાયું એકલી હોય. તે સમયમાં પાણીની તંગી ભારે હતી. તો ફળિયાની હંધીય બાયું રતિ, સભી, રમલી અને કંકુ બધાં માથે બેડા લઈને બે ગાઉં ચાલી પાણી ભરવા જતી. હંધીય સહેલીઓ ઉવા પાણી ભરી થાક ખાતી અને ખાટી મીઠી ગોઠડી કરતી.
રતી: " એય કંકૂડી તોજો કયો મેણું હલેતો હે ....".
કંકૂડી : " અહીંયા તો ચોથો વઠુ આય મુઈ......"
સભી :" રતી, તોજીને તોજી ધણી જી ભરાભર ભને તી ક ના ....."
રતી :" હોકે, હો અરજણ તા મૂજી મડે ગાલિયું મંનજે તો હો. મા મેલડી જી કરપા આય હો...."
તેઓનાં જીવનમાં ન ભણતર, ન સગવડ બસ કામ એ જ એમનું જીવન હતું. તો એકબીજા સાથે મીઠી, મધુરી ગોઠડી કરી હંધીય બાયું પોત પોતાનું મન હલકું કરી લેતી.
