ગોઝારો દિવસ
ગોઝારો દિવસ
દર વર્ષે નવરાત્રી આવતાં જ એ વાત યાદ આવી જાય. અને બંને જણ ચોધાર આંસુએ રડી પડે. આ વાતને લગભગ પાંચેક વર્ષ વીતી ગયા છતાં હજી એ દિવસ આંખની સામેથી જાણે જતો જ નથી.
આકાશમભાઈ અને અંબિકાબેન પાંચ- છ વર્ષથી સુરત શહેરમાં સ્થાયી હતા. એ પહેલા તેઓ પોતાના બાપદાદાના ઘરે રહેતા. જે એક નાનકડું ગામ હતું. તેમને એક દીકરી અને દીકરો હતા. દીકરી લગભગ સતર વર્ષ અને દીકરો પંદરેક વર્ષનો. દીકરાનું નામ વિનય અને દીકરી વંદિતા.
બંનેના સારા અભ્યાસ માટે તેઓ સુરતમાં સ્થાયી થયા હતા. એ સમયે નવરાત્રી ચાલું હતી. અને સુરત શહેર આખું જાણે રાસ ગરબાની રમઝટમાં ઝુમતુ હતું. આ આખું કુટુંબ નવરાત્રી માણવા જઈ રહ્યા હતા.
"નવરાત્રીમાં ગરબા શરૂ થઈ જશે. પહોંચવામાં મોડું થશે ચાલો ઉતાવળ કરો." એવી મમ્મીએ આંગણામાંથી બૂમ પાડી. વિનય અને વંદિતા દોડીને નીચે ઉતર્યા.
બધા એક કારમાં બેસીને જવા નીકળ્યા. સામેથી બધા ગરબા રમવા જવાની ઉતાવળમાં ખૂબ ઝડપથી વાહન હંકારી રહ્યા હતા. આકાશભાઈ ધીમે-ધીમે પોતાની કાર ચલાવી રહ્યા હતા.
સામેથી ખૂબ જ ઝડપથી એક મોટરસાયકલ સામે આવી ગઈ. તે ભટકાઈ ન જાય તે માટે આકાશભાઈએ ઝડપથી કારને સાઈડમાં ખસેડી. પણ કાર પર પોતાનો કાબુ ન રહ્યો અને કાર સીધી એક બસ સાથે અથડાતા તેમને ચારેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
આકાશભાઈ અને અંકિતભાઈનો જીવ બચી ગયો. પરંતુ વિનય અને વંદિતાની જાન ડોક્ટર બચાવી ન શક્યા. અને તેમને બંનેને ગુમાવવા પડયા.
આટલા વર્ષો પછી પણ આકાશમાંથી અને અંબિકાબેન આ ગોઝારા દિવસને યાદ કરે છે અને તેમનું શરીર ધ્રુજવા માંડે છે. આ બધાં માતાજીના આ પર્વમાં ગરબા પાછળ એવા ઘેલા થઈ જાય છે કે પોતાનો જીવ તો ઠીક બીજાના જીવની પણ પરવાહ કરતાં નથી અને તેનું ફળ ભોગવે બીજા.
