Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Rohit Kapadia

Children Classics Inspirational

4  

Rohit Kapadia

Children Classics Inspirational

ગણપતિ બાપા

ગણપતિ બાપા

4 mins
966


અવિનાશ હાલમાં બહુ ખુશ હતો. ગણપતિ બાપાની અસીમ કૃપાથી કારોબાર ખૂબ જ સુંદર ચાલતો હતો. આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાની ખૂબ જ ધામધૂમથી એમના બંગલામાં પધરામણી કરવાનું નક્કી કર્યું હતું. આ પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરવા બાજુના શહેરમાં આવેલા સ્વામી શ્યામજીને એ સમયે આવવાનું નિમંત્રણ આપવા એ અને આશા ત્યાં પહોંચી ગયા હતા.

સ્વામીજીની બેઠકમાં અવિનાશ જૂતા કાઢીને પ્રવેશે એ પહેલાં આશાએ એક નાની ચબરખી સ્વામીજીને આપી દીધી. એક જ લાઈનના એ સંદેશાને સ્વામીજીએ વાંચી લીધો. અવિનાશે ભાવથી વંદન કરી સ્વામીજીને દસ દિવસ પછી આવતા ગણેશ ચતુર્થીના દિવસે પધારવાની વિનંતી કરી. સ્વામીજીએ વિનંતી સ્વીકારતાં કહ્યું "આજનું ગણેશ પૂજનનું પ્રવચન સાંભળી અને પ્રસાદ પછી જ રવાના થજો."

સ્વામીજીએ સુમધુર અવાજે ગણેશજીના જન્મથી શરૂ કરીને કથા આગળ વધારતાં કહ્યું "હર મંગલકામની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે અને એ મંગલકર્તાની કૃપાથી સર્વ કાર્ય વિધ્ન વગર પૂર્ણ થાય છે. આપ સહુ જાણો છો આ મંગલકર્તા ગણેશ કોને મંગલ માનતા હતા? કોની પૂજા કરતાં હતાં? તો સાંભળો એક નાનકડી કથા. એક વાર ગણેશજી અને એમના ભાઈ કાર્તિકેય વચ્ચે પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કોણ જલ્દીથી પૂરી કરે છે તે માટે હરીફાઈ જામી. કાર્તિકેય તો શરત લગાવી દોડવા માંડયા. ગણેશજી તો ઉભા જ રહ્યા અને થોડી વાર પછી માતા-પિતા એટલે કે શંકર-પાર્વતીની ત્રણ પ્રદક્ષિણા કરીને બેસી ગયા. કાર્તિકેય જ્યારે પ્રદક્ષિણા પૂરી કરીને આવ્યા અને ગણેશજીને જોઈને બોલ્યા "તમે કઈ રીતે પહેલાં આવી ગયા?" ગણેશજીએ કહ્યું "મારા માટે તો માતા-પિતામાં જ આખું વિશ્વ આવી જાય એટલે હું તો એમની પ્રદક્ષિણા કરીને બેસી ગયો." આપ સહુ પણ મા-બાપને એટલા જ પૂજનીય ગણજો. મા-બાપનું માન જાળવ્યા વગર કરેલું ગણેશ પૂજન વ્યર્થ છે. "પ્રવચન આગળ ચાલતું રહ્યું પણ અવિનાશ તો વિચારોમાં ખોવાઈ ગયો.

પિતાજીના કડક સ્વભાવ અને શિસ્ત પાલનના આગ્રહને કારણે નાનપણથી જ થોડીક નારાજગી હતી. શાળામાં અને કોલેજમાં પણ તેમના નિતી-નિયમોને કારણે મને પિંજરામાં પૂરાયેલા પંખી જેવી મારી દશા લાગતી. ધંધો ચાલુ કર્યો તો તેમાં પણ તેમના સલાહ સૂચન ચાલુ થઈ ગયા. ઘણો ગુસ્સો આવતો પણ મનમાં ને મનમાં જ સમાવી લેતો. આશા સાથે લગ્ન થયા તો મારી સાથે એને પણ ટોકવાનું ચાલુ કર્યું. કુટુંબની માન-મર્યાદા અને ખાનદાન વહુના કર્તવ્ય વિષે ભાષણ આપવા માંડયા. હવે મારો ગુસ્સો સામો જવાબ થઈને બહાર આવવા લાગ્યો. આશા મને રોકતી અને સમજાવવાની કોશિશ કરતી કે બાપુજીની વાતમાં કંઈ ખોટું નથી પણ મારૂં મન માનતું નહીં. તે દિવસે મારા બધા મિત્રોની વચ્ચે મને ટોક્યો. મારાથી રહેવાયું નહીં. મિત્રોના ગયા પછી મેં કહી દીધું કે જો તમારી આવી જ વર્તણૂક ચાલુ રહેશે તો મારે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા પડશે. જવાબમાં તેમણે કહ્યું "જો હું અહીં રહીશ તો એક બાપ તરીકે તને સલાહ - સૂચન આપીશ જ. મને વૃદ્ધાશ્રમમાં મૂકી દે, પછી તારે જે કરવું હોય તે કરજે."

આશાની અનેક ના હોવા છતાં પણ મેં પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. ત્યાં સારામાં સારી સગવડ મળે ને પૈસાની કોઈ તકલીફ ન પડે તેનું આયોજન કરી દીધું. ખેર! આજે જ્યારે સ્વામીજી કહે છે કે મા-બાપની પૂજા ન કરનારને ગણેશજીની પૂજા કરવાનો હક્ક નથી તો હું શું કરું? આમ જુઓ તો પિતાજીના કડક સ્વભાવ પાછળ, શિસ્તપાલનના આગ્રહ પાછળ, ધંધામાં અપાતા સલાહ - સૂચન પાછળ કે પછી વડીલોની માન-મર્યાદા જાળવવાનું કહેવા પાછળ એમનો આશય તો સારો જ હતો ને? મારી જે માંગણી એમને યોગ્ય લાગી તે બધી એમણે પૂરી કરી જ છે. લગ્ન થયા ત્યાં સુધી રોજ રાત્રે આવીને મારી ચાદર સરખી કરીને મારા માથા પર એ હાથ ફેરવી જતાં. નાનો હતો અને બિમાર થતો ત્યારે આખી રાત જાગતા. મારી પત્નીને પણ દીકરીનું જ સ્થાન આપ્યું છે. આ બધામાં એમનો પ્રેમ જ છુપાયેલો હતો ને? મેં ગાંડાએ એમનો પ્રેમ જોવાને બદલે એમની કડકાઈ જ જોઈ.

સ્વામીજીનું પ્રવચન પૂરું થતાં જ એમની પાસે જઈ વંદન કરીને કહ્યું "આ વખતે મારે ગણેશ પૂજનની સાથે પિતાજીનું પૂજન પણ કરવું છે. અમે અહીંથી સીધા વૃદ્ધાશ્રમ જઈ પિતાજીને ઘરે લઈ જઈશું. આપ સમયસર પધારી અમારૂ આંગણું પાવન કરજો." સ્વામીજીએ આશિર્વાદ આપતાં આશાની સામે હાથ જોડી લીધાં. આશાને એ ચબરખી -

"એમને પિતાજીને વૃદ્ધાશ્રમમાંથી પાછાં લાવવા સમજાવજોનો જવાબ મળી ગયો હતો."

લાઉડસ્પીકર પરથી શબ્દો ગૂંજી રહ્યા હતાં..

'ગણપતિ બાપા મોરિયા..મંગલમૂર્તી મોરિયા......'


Rate this content
Log in