STORYMIRROR

Rohit Kapadia

Inspirational

4  

Rohit Kapadia

Inspirational

મિલન

મિલન

1 min
280

પૂરપાટ ગતિએ આવી રહેલી ગાડીનો ડ્રાઇવર સતત હોર્ન વગાડી રહ્યો હતો. રસ્તા પર ચાલનાર એક મુસાફર પર એની કોઈ અસર ન જણાતાં એણે ગાડીની ગતિ ઓછી કરી ને હોર્ન વગાડવાનું ચાલું રાખ્યું. તો પણ રાહદારી પર એની અસર ન જણાતાં તેણે બ્રેક મારી ગાડી ઊભી રાખી. પેલો રાહદારી તો સાવ અજાણ રહી રસ્તો ઓળંગી સામે પાર આવી પોતાના રસ્તે આગળ જવા માંડ્યો. ગાડીવાળા ભાઈએ જોરથી બૂમ પાડી થોડી ગાળો સંભળાવી પણ પેલા રાહદારી પર તો કોઈ અસર જ ન થઈ. મનમાં થયું કે કદાચ બહેરો લાગે છે. પણ જ્યારે એ પાસેથી પસાર થયો ત્યારે જણાયું કે એના કાનમાં ઈયરપ્લગ હતાં ને એ ભાઈ ગજવામાં રહેલા મોબાઇલમાંથી વાગતું ગીત સાંભળવામાં મશગુલ હતાં. 

અચાનક જ મનમાં એક વિચાર આવ્યો. ધ્યાનમાં બેસતી વખતે જો આવા કોઈ ઇયરપ્લગ કાન પર લગાવી દઈને ભીતરના અવાજને સાંભળવામાં મગ્ન થઈ જવાય તો કેવી મજા પડે ? બહારનો કોઈ અવાજ સંભળાય જ નહીં. કોઈ અકસ્માતનો ડર નહીં રહે. એક દિવ્ય ધ્વનિ, દિવ્ય ગીત, દિવ્ય સંગીતમાં મન લીન થઇ જાય. 'સ્વ' નું 'સ્વ' સાથે મિલન થઈ જાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational