Rohit Kapadia

Inspirational

3.4  

Rohit Kapadia

Inspirational

ખેલદિલી

ખેલદિલી

1 min
211


ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. બેટીંગ કરી રહેલી ટીમના ખેલાડીઓ બહુ મામૂલી રનના જુમલે આઉટ થઈ રહ્યાં હતાં. એવી કપરી પરિસ્થિતિમાં એક ખેલાડીએ એક બાજુ ટકાવી રાખી સુંદર અને આક્રમક રમત રમી સદી ફટકારી. જીત માટેનો લક્ષ્યાંક હવે પ્રતિસ્પર્ધી ટીમ માટે મુશ્કેલ હતો. છતાં પણ ટીમના બધા જ ખેલાડીઓએ સહયોગ આપી મહા મુશ્કેલીથી છેલ્લા બૉલે એક વિકેટ બચાવીને વિજય હાંસલ કર્યો.

વિજેતા ટીમના બધા જ ખેલાડીઓ આનંદઘેલા બની ગયાં. વિજયના પ્રતિકરૂપે સ્ટમ્પને ઉખાડી ને બધા નાચવા લાગ્યાં. એકમેકને ગળે વળગતાં ચિચિયારીઓ પાડવા માંડ્યા. ત્યાં જ તેમને ખ્યાલ આવ્યો કે કેપ્ટન કશે દેખાતાં નથી. આસપાસ નજર કરતાં તેમણે જોયું તો દૂર હારેલી ટીમનાં સદી ફટકારનારા ખેલાડીને કેપ્ટન સ્ટમ્પ આપતાં કહી રહ્યાં હતાં" દોસ્ત, આ તારાં માટે છે. તું ખૂબ જ સુંદર રમત રમ્યો. અમારી જીત કરતાં તારી સદી ઘણી ભવ્ય હતી. "સદી ફટકારનાર ખેલાડીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. આખુંય મેદાન ખેલદિલીની સુવાસથી મહેંકી ઉઠયું.  


Rate this content
Log in

Similar gujarati story from Inspirational