Rohit Kapadia

Inspirational

4.5  

Rohit Kapadia

Inspirational

ઈશ્વર

ઈશ્વર

1 min
230


વિજ્ઞાનની એક અદ્ભુત સિદ્ધિ માટે પ્રજ્ઞેશનો બહુમાન સમારંભ યોજાયો હતો. સુવર્ણ પદક અને શાલથી તેમનું સન્માન થાય તે પહેલાં સ્ટેજ પર ચઢીને તેમણે હોલમાં રહેલી ઈશ્વરની છબીને ભાવથી વંદન કર્યાં. એ સાથે જ સભામાંથી કોઈએ પ્રશ્ર કર્યો " અવકાશમાં હરણફાળ ભરનાર તમારાં જેવાં વિદ્વાન વૈજ્ઞાનિક, ન જોયાં હોય એવાં ઈશ્વરને માને તે શું યોગ્ય છે ?"

પ્રજ્ઞેશે બહુ જ નમ્રતાથી હાથ જોડીને કહ્યું " આપની વાત બરાબર છે. મેં ઈશ્વરને જોયાં નથી પણ મેં મારી માતાને જોઈ છે. મારી માતામાં મને અનન્ય શ્રદ્ધા છે. મારી માતા ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા રાખતી હતી અને એટલે જ મને પણ ઈશ્વરમાં શ્રદ્ધા છે." તાળીઓના ગડગડાટથી આખો હોલ ગૂંજી ઊઠયો. શ્રદ્ધા પાસે સમજણ વામણી બની ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational