Rohit Kapadia

Inspirational

4.0  

Rohit Kapadia

Inspirational

દીકરી

દીકરી

1 min
178


નીતિ- નિયમ અને આદર સાથે જીવન જીવ્યાનો એને સંતોષ હતો. સત્યના માર્ગે પ્રમાણિક જીવન જીવતાં એણે કંઈ ખૂબ કમાણી કરી ન હતી તો યે પોતાના ત્રણ દીકરા અને એક દીકરીને તેણે સારી રીતે ઉછેર્યાં હતાં. મોટો દીકરો સોળ વર્ષનો અને સૌથી નાની દીકરી સાત વર્ષની હતી. બધા જ ભણતાં હતાં. તેથી તેમના ભણતરનો ખર્ચ પણ સારો એવો હતો. ખુદ કરકસર કરીને અને ઓવરટાઈમ કરીને તેમની ઈચ્છાઓને અને ભણતરના ખર્ચને પહોંચી વળતો. જે કંપનીમાં કામ કરતો હતો તેને પચ્ચીસ વર્ષ પૂરા થતાં તે દિવસે અણધાર્યું દસ હજાર રૂપિયાનું બોનસ મળ્યું. ખુશખુશાલ ચહેરે એ ઘરે આવ્યો અને પત્ની તથા બાળકોને બોલાવીને તેમને શું જોઈએ છે તે પૂછ્યું.

પત્નીએ કહ્યું "મને વધુ નહીં પણ પગમાં પહેરવા ચાંદીના ઝાંઝર લઈ આપો" એક છોકરાએ કહ્યું" મને સાદો મોબાઈલ લાવી આપો. બીજા છોકરાએ કહું" મને ઘડિયાળ લાવી આપો." ત્રીજા છોકરાએ કહ્યું "મને ક્રિકેટનું બેટ બોલ અને સ્ટમ્પનો સેટ લાવી આપો. "નાનકડી દીકરી ખામોશ હતી. પપ્પાએ પૂછ્યું "બેટા, તારે શું જોઈએ છે ? દીકરીએ કહ્યું "બાપુ, ઠંડી હોય ગરમી હોય કે વરસાદ હોય રોજ તમે અડધો કલાક ચાલીને ઑફિસે જાવ છો ને સાંજે અડધો કલાક ચાલીને પાછા ઘરે આવો છો. મારે તમારા માટે એક સાઈકલ જોઈએ છે." રડતી આંખે એણે દીકરીને ગળે વળગાડી દીધી. 

બહાર ગીતનાં શબ્દો હવામાં લહેરાઈ રહ્યા હતાં..દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational