Rohit Kapadia

Romance Tragedy Inspirational

4  

Rohit Kapadia

Romance Tragedy Inspirational

આંસુ

આંસુ

2 mins
244


કોરોનાના વિકરાળ પંજાએ વર્ષાના હસતાં રમતાં પતિને ઝડપી લીધો. માત્ર બે જ દિવસની ટૂંકી બિમારીમાં એ ભગવાનને પ્યારાં થઈ ગયાં. વિધિની કઠોરતા પણ કેવી કે એમનો એકનો એક દીકરો આદેશ લાખ ચાહવા છતાં પણ ઉડયનના પ્રતિબંધના કારણે પિતાના મૃત્યુ નિમિત્તે અમેરિકાથી મુંબઈ આવી શક્યો નહીં. વર્ષાબેન પણ અમેરિકા જઈ શકયા નહીં.

ઉડયન પરનો પ્રતિબંધ લંબાતો જ ગયો. આદેશ મમ્મીની એકલતાના વિચારથી મૂંઝાઈ રહ્યો હતો. આઠ મહિના જેટલો સમય નીકળી ગયો. જેવો ઉડયન પરનો પ્રતિબંધ દૂર થયો કે આદેશે મમ્મીને અમેરિકા બોલાવી લીધી. ખેર ! કુદરતને કંઈ જૂદું જ મંજૂર હતું. અમેરિકા જવા માટે જરૂરી કોરોના ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ટિકિટ રદ કરાવવી પડી અને

જવાનું એક મહિનો લંબાઈ ગયું. આખરે પુત્ર મિલનનો દિવસ આવી ગયો. 

એરપોર્ટ પર ઉદાસ ચહેરે પપ્પાની યાદમાં ખોવાયેલો આદેશ મમ્મીની રાહ જોઈ રહ્યો હતો. મમ્મીને દૂરથી જોતાં જ દોડતાં જઈને રડતાં રડતાં એ મમ્મીને વળગી પડયો. એને હતું મમ્મી પણ દિલ ખોલીને રડી લેશે અને હૈયાપરનો ભાર ઓછો કરી લેશે. પણ એવું કંઈ થયું નહીં. મમ્મી એ પ્રેમથી એની પીઠ પર હાથ ફેરવતાં એનાં મુખને ઉચું કરીને આંખનાં આંસુ લૂછયા અને એનો હાથ પકડી બહુ જ સહજતાથી ચાલવા લાગી.

ઘરે આવ્યા પછી પણ આદેશને એક પ્રશ્ન સતાવતો હતો કે મમ્મી આટલી સ્વસ્થ કેવી રીતે થઈ ગઈ ? પપ્પાનાં મૃત્યુ બાદ એમની યાદમાં એક પણ દિવસ એનો રડયા વગરનો નથી ગયો. મમ્મી અને પપ્પા વચ્ચે તો કેટલો ગાઢ પ્રેમ હતો. તો શું પ્રેમ આટલો જલ્દી વિસરાઈ જવાય ?

મોડી રાત સુધી મમ્મી સાથે વાત કરીને એ સૂઈ ગયો. બીજા દિવસે સવારે ઊઠીને એ મમ્મીની રૂમમાં ગયો તો થાક અને જેટ લેગના કારણે મમ્મી હજુ સૂતી હતી. મમ્મીના પલંગ પાસે એની ડાયરી ખુલ્લી હતી. લખતાં લખતાં જ મમ્મી સૂઈ ગઈ હોય એવું લાગતું હતું. કૂતુહલતાથી એણેે ડાયરી હાથમાં લીધી. ખુલ્લા રહેલા પાનામાં લખ્યું હતું,

પ્રફુલ્લના મૃત્યુ ના નવ મહિના પછી... આજે પ્રથમ વાર આદેશ રડતાં રડતાં ભેટયો ત્યારે પાપણની પાળ તોડીને

બહાર આવવા ઉમટેલા આંસુના સાગરને મહા મુશ્કેલીએ રોકી રાખ્યો. અંદરથી સાવ તૂટી ગઈ હોવા છતાં સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો. મારી અસ્વસ્થતાથી આદેશ ઢીલો પડી જાય તે મને મંજૂર ન હતું. આદેશ બહુ લાગણીશીલ છે. મને દુઃખી જોઈને મને એકલાં મુંબઈ રહેવા દેવા કયારેય તૈયાર નહીં થાય. મારે જે ઘરમાં પ્રફુલ્લની યાદો સમાયેલી છે. જે દિવાલોમાં

પ્રફુલ્લનો સ્પર્શ સમાયો છે તે ઘરને છોડવું નથી. ને મારા સ્વાર્થ ખાતર આદેશને કાયમ માટે મુંબઈ બોલાવીને એની પ્રગતિની આડે નથી આવવું. મારે એકલાં રહીને પણ પ્રફુલ્લની યાદો સાથે જીવવું છે. મારે મારા આંસુઓને સૂકાઈ જવા દેવા પડશે.

વાંચતા વાંચતા આદેશની આંખનાં આંસુઓ સરીને ડાયરીના સૂકાયેલા આંસુ સાથે ભળી ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Romance