STORYMIRROR

kiranben sharma

Fantasy Inspirational Others

4  

kiranben sharma

Fantasy Inspirational Others

ગંગાબાની પરબ

ગંગાબાની પરબ

2 mins
240

     મયંક વાર-તહેવારે એની બહેનની સાસરીમાં જતો. મયંક અને એની બહેન વચ્ચે ૧૨ વર્ષની ઉંમરનો તફાવત હતો. કેમકે ઘણા વર્ષો પછી મયંકનો જન્મ થયો હતો. મયંક જ્યારે જ્યારે મીનાને મળવા ગામડે જતો, ત્યારે ત્યાં બસ સ્ટેન્ડ પાસે ગંગાબા માટીનાં માટલાં પાણીથી ભરીને રાખતાં, અને જે આવે તેને ઠંડુ મીઠું પાણી પીવડાવતાં, બધા ત્યાં બાંકડા પર બેસી થોડી વાર વિસામો લેતાં,અને ઠંડુ પાણી પીધા પછી ત્યાંથી પોતાનાં ગામ કે ઘરે જતાં.

     ગંગાબાને બધાને પાણી પીવડાવીને ઘણો આનંદ મળતો. એક દિવસ મયંક જ્યારે બેનનાં ઘરે જવા નીકળ્યો, ત્યારે ગામનાં પાદરે આવી ગંગાબાનાં હાથે પાણી પીધું, ત્યાં વિસામો લેવા બેઠો. ત્યારે મયંકે ગંગાબાને પૂછ્યું ," તમે બધાને પાણી પીવડાવો છો, આ પાણી ક્યાંથી લાવો છો ?"

ગંગાબા: " બેટા ! પેલો દૂર કૂવો છે,ત્યાંથી સવારે હું થોડું થોડું કરીને પાણી ભરી લાવું ને માટલાં ભરી દઉં છું. આથી જતાં-આવતાં વટેમાર્ગુઓ પાણી પીને તરસ છીપાવી શકે. બેટા ! આ ગરમીમાં બિચારા વટેમાર્ગુને જ્યારે તરસ છીપાવી હાશકારો લેતા જોવ ત્યારે મારો રામધણી ખુશ થાય અને મને આનંદ થાય. હવે આ ઉંમરે પુણ્યનું ભાથું થોડું ભરી લઉં એ વિચાર જ છે". એમ કહી હસવા લાગતાં.

 મયંક એની બહેનનાં ઘરે જઈને કાયમ ગંગાબાનાં વખાણ કરતો, થોડા વર્ષો પછી તો ગંગાબાનું પણ મૃત્યુ થયું અને હવે ત્યાં કોઈ માટલાં પણ નથી ભરતું. ગ્રામ પંચાયતે ત્યાં પાણીની પરબ બંધાવી છે, પણ માટલાં જેવી ઠંડક અને ગંગાબા જેવું વહાલ એ પાણીમાં ક્યાંથી આવે ? પારકાને હાશકારો દેવા સવારે વહેલાં ઊઠી કૂવામાંથી પાણી ભરી લાવી, માટલાં ભરતા એ સ્નેહ, એ પોતીકાપણું, શું આ પરબમાંથી મળે ખરૂં ? ગંગાબાનાં મુખમાંથી નીકળતા "રામ રામ" જેવા શબ્દો, પરબમાંથી નીકળે ખરાં ? ઘણાં તો ખાલી ગંગાબાનાં હાથે પાણી પીવા, રામ-રામ બોલી, એમનું નિર્મળ હાસ્ય જોવાં જ ત્યાં વિસામો લેતાં.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy