Dina Vachharajani

Drama

3  

Dina Vachharajani

Drama

ગિફ્ટ

ગિફ્ટ

2 mins
188


આ પસાર થઈ રહેલ સમયે આપણને કેટ- કેટલી ભેટ આપી..કેટલી બધી સમજણ અને સાક્ષાત્કાર આપ્યા!!

લોકડાઉન, કવોરનટાઇન, કોરોના જેવા શબ્દો આપ્યાં. ધરમાં રહ્યા એટલે ચાર દીવાલને પેલે પારનો 'ઘર' નો એક નવો જ અર્થ સમજાયો. મિત્રોમાં મશગૂલ નવી પેઢીને 'કુટુંબ ' શબ્દ નો અર્થ અભિપ્રેત થયો. સ્વાશ્રય, સાદગી ને સ્વચ્છતા ને હમણાં પૂરતાં તો અપનાવ્યા છે. પરિસ્થિતિ સામાન્ય થતાં આમાં થી શું યાદ રાખશું? શું ભૂલશું એ તો આવનારો સમય જ કહેશે.............પણ એક સબક ની ગિફ્ટ એવી છે જે માનવજાતે યાદ રાખવી જ પડશે અને એ છે કુદરતની હિફાઝત.....છેલ્લી અરધી સદીમાં આપણે કુદરત પર નિષ્ઠુર અત્યાચાર જ કર્યો છે. ફેક્ટરીઓ,વાહનો, એરકન્ડીશનરનો બેફામ ઉપયોગ, જંગલોનો વિનાશ, આકાશ પર અતિક્રમણ આવા તો અગણિત દાખલા..ભારતની વાત કરીએ તો એકવીસ દિવસના આ લોકડાઉનમાં માણસ વેન્ટીલેટર પર જતો ગયો ને લો કુદરતના શ્વાસ મુક્ત થયાં.

આજે મહાનગરોની હવા શુધ્ધ છે. જાત જાતના પક્ષીઓથી વાતાવરણ ચહેકે છે. જે કામ કરોડોના પ્રોજેક્ટ એ ન કર્યુ એ આ લોકડાઉને કર્યુ. ફેક્ટરીઓ બંધ હોવાથી ગંગા અને બીજી અનેક નદીઓના પાણી શુધ્ધ છે!! આકાશ નિરભ્ર છે. તારલીયાઓનો ચમકાર આપણા સુધી પહોંચી રહ્યો છે. અરે! હિમાલય પણ વધુ શુભ્રતા ને પવિત્રતા ફેલાવી રહ્યો છે. આપણે જે ખોટું કરી રહ્યા છીએ એની આપણને ખબર તો છે જ..પણ એ ન કરીએ તો કેટલો બધો બદલાવ આવે એનો બોલતો પુરાવો આપણી સામે છે....હવે આપણે જાગૃત પણે, બધાએ સાથે મળી આપણે કુદરત પર કરેલા અતિક્રમણને ખાળવું જ પડશે જો આપણે વિનાશ થી બચવું હોય તો!!


Rate this content
Log in

Similar gujarati story from Drama