KRUPA SHAMARIYA

Thriller

3  

KRUPA SHAMARIYA

Thriller

ઘૂઘરી

ઘૂઘરી

5 mins
170


મારી દીકરી. વ્હાલી દીકરી મારી. જયારે એ મારાં ગર્ભમાં રહી ને ત્યારથી જ મારાં જીવનમાં બધું સરસ થવા લાગ્યું હતું. જાણે કે અમારા સૂના જીવનમાં ઘૂઘરીનો રણકાર સંભળાવા લાગ્યો હતો. અમારી પણ એજ ઈચ્છા હતી કે અમારૂ પહેલું સંતાન દીકરીજ આવે. અને જ્યારથી એનો આવાનો અહેસાસ થયો ત્યારથી હું ઠાકોરજીને નિત્ય એકજ પ્રાર્થના કરતી કે મને દીકરી દેજે. એના અહેસાસ સાથે અમે સપના જોવા લાગ્યા. એના સપના મારી વ્હાલુડી દીકરીના. અંતરથી એ જ અહેસાસ થતો કે દીકરી જ છે. ખુબજ સંભાળતી એના સપનાઓ બધા કેમ એના આવ્યા પછી બધા પુરા કરવાનાં હતા. એ મારાં જીવનની ઘૂઘરીને એના પગની પાયલમાં પરોવીને પહેરવાની હતી અમારે. અમે ખુબજ કાળજી લેતા એની. ક્યારે અમારી દુનિયામાં આવે એ જ વિચારતા. એના જ ખયાલોમાં ખોવાયેલા રહેતા અમે બંને. મારી પરી ક્યારે આવશે મારાં હાથમાં. કેવી લાગશે, એનું નામ વિચારતા એના ભવિષ્યના સપના પણ જોતા અમે બંને. અને બસ આજ સપના જોતા જોતા એ દિવસ પણ આવી ગયો આજે.

તબિયત થોડી ખરાબ રહેવા લાગી હોસ્પિટલમાં દાખલ પણ કરી. હજી તો વાર છે આઠમોં મહિનો છે હજુ પણ ડોક્ટર એ કહ્યું કે પ્રોબ્લેમ છે તો ઓપરેશન કરવું પડશે. અને અંતે બીજા દિવસે ઓપરેશનનું નક્કી કર્યું. પણ મને શારીરિક તકલીફના કારણે એને જલ્દી બહાર દુનિયામાં આવવું પડ્યું. આવી ગઈ મારી પરી મારાં જીવનની ઘૂઘરીતણો રણકાર. અમારૂ સપનું. અમારા જીવન નો આધાર બધુજ સર્વસ્વ અમારૂ. પણ એ જલ્દી દુનિયામાં આવી એ માટે થોડી પ્રિમેચ્યોર આવી એટલે આવતાની સાથે જ એને કાચની પેટીમાં રાખવાની સલાહ આપી ડોકટરોએ. અને હું ભાનમાં આવું એ પહેલા જ એને બીજી હોસ્પિટલ માં લઈ ગયા. એ બાજુ મને બહાર લાવામાં આવી તો પૂછ્યું કે શું આવ્યું. મમ્મી એ કહ્યું દીકરી પરી જેવી અદ્દલ તારા જેવી રૂપાળી નાજુક. નમણી. તારી કોપી છે એની આંખો અતિ સુંદર છે. મેં કહ્યું મને બતાવ ને મમ્મી. ક્યાં છે મારી પાસે લઈ આવ ને એને. મારે જોવી છે એને સ્પર્શ કરવો છે મારે મમ્મી મને આપને. તો મમ્મી એ કહ્યું હમણાં આપે છે ડૉક્ટર તૈયાર કરવા લઈ ગયા છે. તું સૂઈ જા. મેં એની વાત માની લીધી અને સૂઈ ગઈ પણ ઊંઘ નહોતી આવતી એટલે પાછુ કહ્યું મમ્મી લઈ આવ ને એને જલ્દી મારે જોવી છે એને. ત્યારે મમ્મી એ કહ્યું એ એનું વજન ઓછું છે એટલે એને કાચની પેટીમાં રાખી છે કાલે આવશે એ બાજુ મારી તબિયત પણ બગડતી હતી લોહી ચડવાનું કહ્યું ચાલુજ હતું પણ હજુ ચડાવું પડશે. આમને આમ 4 દિવસ થઈ ગયા અમને રજા આપી ઘરે ગયા. તો પણ મારી દીકરી ને હજુ રજા ના મળી બધા ત્યાં જઈ આવ્યા પણ મેજ જોઈ નહોતી. એટલી તાલાવેલી લાગી હતી એને જોવાની એને સ્પર્શ કરવાની એને. મમતા સાભાર વ્હાલ કરવાની અમારા જીવનનું સપનું હતી એ જે સપનું ખુલ્લી આંખો એ ઠાકોરજી એ સાકાર કરી આપ્યું હતું. એટલે અમે એનું નામ પણ વેણુ રાખ્યું હતું. એને 5 દિવસે રજા આપી 2 કિલો અને 100 ગ્રામની થઈ ગઈ હતી એ એટલે એને ઘરે લઈ આવ્યા. હાઈ તો એને જોતી જ રહી. મમ્મીને કહ્યું તું સાચું કહેતી હતી મારાં જેવી જ છે એ તો મારો જ પડછાયો મારી જ છાંયા છે આ તો. હું તો જોઈજ રહી એને મારાં સૂના જીવનમાં એ ઘૂઘરીનો રણકાર બની આવી મારી દીકરી વેણુ. એની આંખો ખુબજ સુંદર હતી ખુબજ. મારાં જેવી જ હતી. અમે બધા ખુશ હતા બહુ જ કેમ કે બધાનું સપનું હતું કે દીકરી આવે બધા ખુશ ખુશાલ હતા.

ત્યાં તો વાતાવરણમાં અચાનક જ બદલાવ આવ્યો અને ખુબજ ઠંડીની સાથે ખુબજ વરસાદ પણ આવ્યો. એની અસર મારી વેણુ પર પડી એની તબિયત એકજ રાત માં ખરાબ થઈ ગઈ છો દિવસે સવારે. મમ્મી એ કહ્યું કે આજે એની છઠ્ઠી કરવાની છે તો બધો સામાન પણ લાવ્યા અને સાંજે છઠ્ઠી પણ કરી. દીવો મૂક્યો. વેણુ ને શરદી અને કફ થઈ ગયા ઠંડી ના કારણે. અમે દવા પીવડાવી ને સૂઈ ગયા. એ મારી બાજુમાંજ સૂતી હતી. બસ આજ રાત. એજ રાતે એકબાજુ એની છઠ્ઠી નો દીવો ચાલુ હતો વિધાતા દેવી આવ્યા અને લેખ લખ્યા પણ શું લખ્યા હશે ? બધા સૂતા હતા હું પણ મોડા સુધી જાગવાને કારણે 3 વાગે ઊંઘ પણ આવી ગઈ. ત્યાં સુધી હું વેણુ ની ચિંતા કરતી એને લઈને જ બેઠી હતી. એ સૂઈ ગઈ પછી હું પણ સૂઈ ગઈ. જેવી આંખો ઊંઘ થી ઘેરાઈ તરતજ એક સપનું આવ્યું જાણે કે એ સપના જેટલીજ ઊંઘ આવી ના હોય મારી આંખો માં. સપના માં મેં જોયું કે એક સફેદ સાડી પહેરેલી એક સ્ત્રી જેના ખુબજ લાંબા વાળ છે. અને હાથ પણ ખુબજ લાંબા જે મને બૂમો પડી બોલાવી રહી છે બારીની બહાર. મેં અવાજ સાંભળીને જેવું બારીની બહાર જોયું તો એને જોઈને હું ડરી જ ગઈ અને એજ ક્ષણે એણે હાથ એટલો લાંબો કર્યો અને સીધો મારી તરફ મને પકડવા લાંબો કર્યો પણ મને ના પકડી અને મારી વેણુને પકડી અને તરતજ અદ્રશ્ય થઈ ગઈ. એજ ક્ષણે મારી મમ્મીએ મને જગાડી ત્યારે હું આખી ધ્રૂજતી હતી ત્યારે બસ 3:45 જેટલો સમય થયો હશે અને મને કહ્યું કે જોતો વેણુ કેમ હલતી નથી મેં એને ઘોડિયામાં સુવડાવી છે. પણ કહેતા એ મને જોવા લાગી કે તને શું થયું છે કેમ આટલી ઠંડીમાં પણ આટલી પસીનાથી નીતરે છે. મેં મમ્મીને ભેટીને કહ્યું કે એવું સપનું આવ્યું મમ્મી એ પણ સાંભળીને થોડી બી ગઈ. અમે જે છઠ્ઠીની વિધિ કરીને બધું મૂક્યું હતું ત્યાં મારી નજર ગઈ મમ્મી એ પણ જોયું તો ત્યાં એ છઠ્ઠીનો કાગળ જેમાં વિધાતા લેખ લખવાં આવે એ થોડો બળી ગયેલો પડ્યો હતો અને દીવો ચાલુ હતો. અમને પેટમાં ફાળ પડી. એ જોઈને કે આમ કેમ થયું. અમે બંને તરતજ ઊભા થયા અને ઘોડિયામાં જોયું તો વેણુ હતી પણ કઈ હલન ચલન નહોતું. બસ એમજ સૂતી હતી. મમ્મી એ એને હલાવી હાથમાં લીધી પીઠ થપથપાવી બધું કર્યું પણ જાગી નહિ મારી વેણુ મારી આંખોમાંથી અશ્રુ બંધજ નહોતા થતા. ઘરની સામેજ ડૉક્ટર રહેતા હતા એમને ત્યાં લઈને ગયા. વહેલા સવારે એમને કહ્યું કે જ્યાં દાખલ કરી હતી ત્યાં લઈને જાવ એને મને ખબર નથી પડતી. એને ત્યાં લઈને ગયા ત્યાં ડોક્ટરઓએ જાહેર કર્યું કે એ નથી હવે. એ લોકો ઘરે લઈને આવ્યા મારી પરી મારી દીકરી મારી વેણુ ને. મને મમ્મી એ કહ્યું ઈશારામાંજ કે કઈ નથી હું તો ત્યાંજ ભાંગી પડી મારાં તો હોશ જ ઊડી ગયા ત્યાંજ બેભાન થઈ ગઈ. અમારા જીવનનું સપનું અમારો આધાર બધુજ તૂટી ગયું જીવન શૂન્ય બની ગયું. જાણે કે બધુજ લૂંટાઈ ગયું. અમારી પાયલ સામી જિંદગીની ઘૂઘરી ખરી ગઈ આજે. અમારા જીવનને ઘૂઘરી વગરની પાયલ સમી કરીને બીજી અલૌકિક દુનિયામાં પરી લોકમાં ઘૂઘરી બનીને રણઝણવા માટે. 


Rate this content
Log in

Similar gujarati story from Thriller