પાનખરની ઋતુમાં
પાનખરની ઋતુમાં
1 min
332
આજે એક અજીબ ઉદાસી છવાઈ ગઈ. પાનખરની ઋતુમાં એક લટાર મારી આવી આજે બગીચામાં. કુદરતે મારા માટે જાણે પાનખરના સોનેરી ખરેલા પર્ણોની જાજમ બિછાવી હતી. આ સોનેરી પર્ણોની જાજમ મારા અસ્તિત્વનો ખૂબજ સંતોષ ભરેલો હિસ્સો છે. જે મને ખુબજ ખુશી અને આનંદનો અહેસાસ આપે છે. હું સંતુષ્ટ છું મારી આ પાનખર સાથેની સોનેરી પર્ણો સમી જિંદગીમાં.
લીલા પાંદડાઓને આજ,
પાનખરના સ્મરણો સતાવે,
આંખોના અશ્રુઓને આજ,
વિરહના પરપોટા રડાવે,
વરસાદી પોરાં ને આજ,
સૂકું રણ અશ્રુઓથી ભીંજવે.