બાપનું આંગણીયુ
બાપનું આંગણીયુ


નવ્યા આજે લગન કરીને ગઈ પછી પહેલી વાર એના પિયર આવી હતી. પણ તોયે એને જાણે હવે એનું પિયર પારકું લાગતું હતું. એની મમ્મી સુમિત્રા બહેને કહ્યું દીકરી નિત્યા રસોડામાંથી નાસ્તાનો ડબ્બો લઇ આવ તો, ત્યારેજ નિત્યા એ જવાબ આપ્યો, મમ્મી મને તારા ઘરમાં ખબર ના હોય કે નાસ્તા નો ડબ્બો ક્યાં મુક્યો છે, એમ કર ભાભી ને કહે તને લાવી આપે લાવ હું કપડાં વાળી દઉં છું, ત્યારેજ સુમિત્રા બહેન ને જેટલી પીડા એની વિદાય વખતે થઇ હતી એનાથી અનેક ગણી પીડા નિત્યાના શબ્દો સાંભળીને થઇ રહી હતી અને વિચારતી હતી કે મારી દીકરી આજે સાચેજ પરાયી થઇ ગઈ.
જેમને દીકરી બહેન હોયને એમને પ્રેમથી રાખજો કેમકે એ તમારા ઘરેથી જાય પછી ક્યારેય પાછી એજ રૂપમાં નથી આવતી,
પરાયી બનીને કોઈના ઘર ની શોભા બનીને તમારા ઘરે પ્રેમની આશા માં થોડો સમય વિતાવા આવે છે બસ, અને સાથે લઈ જાય છે તો બસ એ પ્રેમ ભરેલી યાદોના સંભારણા, ચંચળ નદી ની જેમ વહેતી ચાલી જાય છે, એના સંસ્કારો સાથે બંને કુળ ને તારવા. વંશ ને જનમ આપીને વંશવેલો સાસરી નો આગળ વધારવા.
પહાડ જેવડું પિયરિયું,
દરિયા જેવડું સાસરિયું,
સરિતા જેવી ઉછળતી દીકરી,
લઇને ચાલી બાપનું આંગણીયું.