પિતાના મૃત્યુનું સ્નાન
પિતાના મૃત્યુનું સ્નાન
વેણુની માઁ અરુણાબેનના ગુજરી ગયા પછી વેણુ જયારે પિયર ગઈ ત્યારે ભાઈ નેહલ, ભાભી હિરલ અને સાથે એના પિતા ગુલાબરાયે કહ્યું કે હવે આ ઘરમાં ના આવતી, અહીંયા રોટલા કરીને ખવડાવાવાળી આવી ગઈ છે. જરૂર નથી હવે તારી, ત્યારે વેણુ ને મનમાં લાગી આવ્યું અને ત્યારેજ એણે એની માઁ ના ફોટા સામે જોઈને કહ્યું માઁ આજે તારી દીકરી સાચા અર્થ માં સાચી રીતે અનાથ થઇ ગઈ. અને રડતી રડતી પિતા સામું વેદના ભરી નજરે નિહાળતી વિચારતી ચાલી નીકળી ઘરની બહાર, કે પિતાના મૃત્યુનું સ્નાન કરવું પડશે ને ઘરે જઈને.