KRUPA SHAMARIYA

Tragedy Inspirational

5.0  

KRUPA SHAMARIYA

Tragedy Inspirational

માઁ " આ એક મીઠો શબ્દ

માઁ " આ એક મીઠો શબ્દ

2 mins
410


માઁ આ એક મીઠો શબ્દ મારી જિંદગીમાં કાયમ માટે મમ્મીના ગયાં પછી વિલિપ્ત થઇ ગયો. દિલના હર એક ધબકારમાં હરપળ જીવતો. 


જયારે હું દુનિયામાં પહેલીવાર આવી ને આંખો ખોલી હશેને, ત્યારે "માઁ "ને મને જોવાની તાલાવેલી કેટલી હશે, એ મમતા ભર્યો હાથ મારા માથે ફેરવવાની રાહ જોતી હશે. ત્યારે જ "માઁ "એ એની હેત ભરી છેલ્લી આંગળી મારા હાથ માં પકડાવી હશે. મમતા ભર્યો એ વાત્સલ્ય સભર હાથ મારા માથામાં ફેરવ્યો હશે. ત્યારે એ પોતે પણ એટલુંજ હરખાઈને પ્રસવપીડા પણ ભૂલી ગઈ હશે. 

મારા એક અવાજે મારી પાસે દોડી આવતી, વ્હાલ વરસાવતી. એના સ્પર્શ માત્રથી મારી સઘળીયે વેદના નાશીપાત થતી. એના મીઠા મધુરા બોલ આંખોમાં નીંદરરાણીને લઈને આવતા. 


આજે એજ વાત્સલ્ય સભર મમતા કેરો સ્પર્શ ઝંખું છું "માઁ ", તારાં એજ મીઠાં મધુરા અવાજ ને તરસું છું "માઁ ", મારા દિલમાં ઉઠતાં આ દર્દના વમળો ને કેમ કરી શાંત રાખું હું "માઁ ", ?


તું એવી દુનિયા માં જઈને વસી ગઈ છે "માઁ " જ્યાં હું તારા નામે કોઈ કાગળ પણ લખી ને પહોંચાડી નથી શકતી "માઁ ". હવે આગળ શું લખું હું? કઈ લખી શકું તારા માટે એવા શબ્દો પણ નથી મારી પાસે. 


બસ એટલું જ દિલમાંથી નીકળે છે, અને એટલુંજ તારા સુધી પહોચાડવુ છે મારે, કે તારા વિના તારી આ દીકરી ખુબજ તૂટી ગઈ છે, તારી દીકરી નું અસ્તિત્વજ નથી તુંજ સદા સર્વદા સર્વસ્વ હતી મારૂં "માઁ "...... મિસ યુ મમ્મી. તારી લાડકી દીકરી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy