KRUPA SHAMARIYA

Romance

3  

KRUPA SHAMARIYA

Romance

રાધાનો વિરહ પત્ર

રાધાનો વિરહ પત્ર

5 mins
397


આજે રાધાજી ઉઠ્યા અને ભાવ સભર લલિતાજી ને પાસે બેસાડ્યા. અને કઈ વિચારવા લાગ્યા. લલિતાજી એમનું મુખ મન્ડલ જોઈને સમજી ગયાં કે આજે પ્રીયાજી પ્રિયજુ ને અત્યંત વિરહ રસમાં યાદ કરી રહ્યા છે. લલિતાજી એમની આંખોમા વાંચી શકતા હતાં રાધાજી ના મનની વ્યથા અને સાંભળી રહ્યા હતાં એમના હૃદયના વેદના ભર્યા શબ્દો. લલિતાજી પણ જોઈને ખુબ ચિંતિત થઈ ગયાં. રાધાજી ને વિરહ અવસ્થામા જોઈને એ પણ દુઃખી થઈ ઉઠ્યા. અને એમને મનમાં વિચાર આવે છે. 

રાધાના મનની વ્યથા કાન્હા સુધી પહોચાડવી કઈ રીતે ? પરંતુ એમને રાધાજીને પૂછવાની હિંમત ના આવી. બસ એ તો રાધાજીના ચરણ પાસે બેસીને એમના મુખ પર ની વિરહ વ્યથા વાંચીને વિહવળ બની ઉઠ્યા. અને ત્યારેજ એમની આંખોમાંથી એક આસું સરી ને રાધાજીના ચરણો ને સ્પર્શ કરે છે. ત્યારેજ રાધાજી અચાનક વિરહ અવસ્થામાથી જાગીને લલિતાજીની સામે જોવે છે અને મન્દ મન્દ મુસકાય છે. અને લલિતાજી એમની આ મુસ્કાન જોઈને વધુ દુઃખી થઈ જાય છે. અને બંને સખી એકબીજાની આંખોમાં જોઈને જાણે એકબીજાની વ્યથા વાંચી રહ્યા છે. આહા કેવું દ્રશ્ય છે આ હૃદય હચમચાવી જાય એટલું દર્દ ભર્યું. અને આજ દર્દ બાજુમાં ઉભેલી સખીઓ પણ અનુભવી રહી હતી. એમના આખોમાંથી પણ અશ્રુ ધારા વહી જતી હતી. રાધાજીની વિરહ અવસ્થા જોઈને સખીઓ પણ કાન્હાને યાદ કરી ને વિરહણી બનીને રડી રહી હતી અને રાધા રાધા કરીને રાધે ને જ આશ્વાસન આપી રહી હતી. રાધે દુઃખી હતાં. સખીઓ પણ દુઃખી થઈ રહી છે. 

અને ત્યારેજ રાધાજી ના કક્ષમાં એક નિરંતર શાંતિ વેરાઈ જાય છે અને ત્યારેજ લલિતાજી આ વેદના ભરેલી વિરહ શાંતિ ને તોડે છે અને ઉચ્ચરે છે. હે રાધે આજે તારા હૃદય કમલમાં કેમ વલોપાત ચાલી રહ્યું છે. ? શું થયું છે ? મને કહે સખી તને શું થાય છે ? તારે કઈ કહેવું છે સખી ? કહે ને મને હું તારા મનની દશા જાણું છું. સમજુ છું તને, આજે કાન્હો તને ખુબજ યાદ આવી રહ્યો છે રાધે. રાધે તારૂં રોમેરોમ આજે કાન્હામય બનીને વિરહમાં ડૂબી ગયું છે રાધિકે !

હે રાધે મને સમજાવ ને હું શું કરું તારી માટે કે કાન્હો તારી પાસે દોડીને આવીને પ્રેમમય હૃદયે ગળે લગાવે. 

લલિતાજી કહે છે હે રાધે તું મને તારા મનની લાગણીઓ કહે હું પત્રમા એને કંડારીને કાન્હાની પાસે મોકલું છું. તારી ફરિયાદો મને કહે હું એને શબ્દો રૂપે પત્ર દ્વારા કાન્હાના હૃદય સુધી પહોચાડું છું. રાધે પણ બધું સાંભળીજ રહ્યા હતાં. અને એમને પણ એમની આંખોના ઈશારે એમને પત્ર લખવાની સંમત્તિ આપી. લલિતાજી તરતજ ઊભા થયા અને એમના નિજ કક્ષમાં જઈને પત્ર અને શ્યાહી લઈને આવ્યા. અને રાધાજીની બાજુમાં જઈને બેસી ગયાં. અને રાધાજીને જોવા લાગ્યા. રાધાજી બસ આંખોથી વ્યથા અને હોઠે થી હસી વેરતા જાય છે અને લલિતાજીને નીરખતા જાય છે. 

લલિતાજી કહે છે સખી મને કહે ને હું શું લખુ ? ત્યારે રાધાજી ની આંખો મા અશ્રુ સહીત હોઠેથી શબ્દો નીકળે છે અને રાધે બોલે છે હે સખી લખ કાન્હાને હું કહું છું એમ જણાવો એ ચિત્તચોર ને સખી એ મનમોહન માખણચોર મારાં હૈયા નો સ્વામી મારાં રોમેરોમ મા વસી ગયેલો એને લખજો સખી કે રાધા પૂછે છે તને ઉત્તર તો આપશો ને ? 

સખી લલિતા એ મારાં મનના મિત ને લખો કે હે કાન્હા તું જયારે પણ અધરે વાંસળી ધરે છે ત્યારે તને તારી રાધા યાદ આવે છે ? એ વેણુ ના નાદ સાથે તને મારાં નૂપુરનો નાદ સંભળાય છે કાન્હા ? હે કાન્હા એ વાંસળી જે પ્રેમ નું પ્રતીક છે શું એને તું હાથ મા ઉઠાવે અને હોઠે સ્પર્શે ત્યારે તને તારી રાધાનો સ્પર્શ યાદ આવે છે કાન્હા. ? 

હે સખી તમે પેલા ગોવાળિયા ને લખો કે જયારે હું તારી ગોરી ગાવલડી જોઉં છું ત્યારે મને તુજ સાંભરે છે. શું તને આ ગોરી ગાવલડી ના દૂધ પીતી વખતે તારી ગૈયા યાદ આવે છે ? 

એ ગાયો ચરાવા જતો ત્યારે ગોપીઓને રસ્તામાં રોકીને એમની મટકી ફોડીને માખણ બધાને ખવડાવતો. હે કાન્હા તને બધું યાદ છે કે નથી ? 

હે લલિતાજી પેલા યશોદાના લાલાને લખો કે હે નંદના લાલા તારી યશોદામા તારી યાદમા રોજ આંસુ સારે છે અને તને યાદ કરે છે તો એ તારી માતાના આંસુ તારા હૃદયને પલાળે છે કે નહિ ? માઁ ના આસું જોઈને મારું તો હૃદય ચિરાઈ જાય છે હે કાન્હા તારા હૃદયને એ સ્પર્શે છે ? 

મારી વ્હાલી સખી એ કામણગારા કાન ને તમે લખો નંદ બાવા રોજ યમુના કિનારે જઈને તારી ભીની આંખોએ રાહ જોવે છે કે ક્યારે આવશે મારો લાલો યશોદાનો દુલારો મારી આંખોનો તારો પણ એમની એ રાહ તકતી આંખો તને દેખાય છે કાન્હા ? તારા વિરહ મા તારા બાબા ને માઁ નથી જમતા કે સુતા વિરહ રસ મા આમ થી તેમ ઝૂર્યા કરે છે તને એટલો પ્રેમ કરે છે કે એમની દશા નું પણ ભાન નથી એમને ! હે કાન્હા શું તને તારા બાબા ને માઁ યાદ આવે છે ? 

સખી મારાં કાન્હાને લખો કે તારા વિરહ મા આ શરદ પૂનમની રાતે તારા વગર આ ગામ ની ગોપીઓ મારી સાથે યમુના કિનારે આવીને રાસ રમવા થનગનતા હૈયે અને ચોધાર આંસુ સાથે શોળે શણગાર સજીને તારી રાહ તકતી બેઠી રહે છે. કાન્હો આવે ને મહારાસ રમીયે તો હે કાન્હા આ ગોપીઓ ના ભાવ તારા હૃદયના ભાવને સ્પર્શે છે ? 

સખી હવે લખો એ મારાં ચિતડાં ના ચોરને કે તારી રાધા તારા વિરહ મા સુકાતી જાય છે નથી દેહનું ભાન કે નથી દુનિયાનું ભાન હે કાન્હા ક્યારે આવશે તું તારા પ્રેમ ભર્યા નયનો નિરખવાને આતુરતાથી રાહ જોઈ રહી છે તારી રાધા. તારા કોમલ સ્પર્શ ને તરસી રહી છે તારી રાધા તારા પ્રેમ ભર્યા વેણુ ના નાદ ને સાંભળવા કાન અને હૈયું તરસી ગયાં છે હવે જોને હવે તો કાન્હા સાંભળ ને હવે મારાં હૃદયમાંથી નીકળતા અવાજ સાંભળીને મારી પાસે આવ ને ગળે લગાડીને પ્રેમ થી આલિંગન કરીને મને તારામાં વસાવી લેને કાન્હા તારી વિરહણી તારા વિરહ રસ મા ઝૂરી રહી છે તને યાદ કરીને તારી રાધા રૂદન કરીને થાકી છે હવે તો માની જા ને કાન્હા મારી પસે આવ ને. માન્યું તારી પસે રુક્મણી ને સત્યભામા છે પણ મારે તો બસ તુજ છે. કોને કહેવું મારે આપણા મિલન નું સુખ અને કોને કહેવું મારે આપણા વિરહનું દુઃખ. જો જે હો કાન્હા બહુ ના તડપાવીશ ક્યાંક આ જીવ નહિ રહે તો તું કોને ચાહીશ. રાધે તારીજ છે ને તારીજ રહેશે બસ આવીને તારા મા સમાવી દે મને કાન્હા. હૃદય નથી રહ્યું મારું હવે હાથ. કેમ કરીને કહું હવે દિલ ની વાત કાન્હા. શબ્દો મારાં તને વંચાય છે ને વ્યથા મારી આમ જ વંચાય છે. વિરહણી વેદના અતિશય વધીને ના સહેવાય એવી થઈ જાય એ પહેલા આવીને મને લઈ જા ને કાન્હા. તારી રાધા તારા માટે તડપે છે તારા પ્રેમ માટે જીવે છે આવીને આ પ્રીત ની લાજને રાખ ને કાન્હા. 

લી.

તારા વિરહમાં ઝૂરતી રાધા


Rate this content
Log in

Similar gujarati story from Romance