Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

ઘરનું અસતિત્વ

ઘરનું અસતિત્વ

2 mins
197


એક સુંદર એવી ઈમારત મે જોઈ, આકર્ષક અને એનું સુશોભન પણ વખાણવા લાયક હતું ખાસ્સી એવી ઊંચી પણ ખરી... ત્યારે મનમાં પ્રશ્ન થયો મહત્વ કોનું આંકવું ! બાહ્ય દેખાવ કે ખાસ જરૂરી એવું એની ઈમારતના પાયાનું ? આ ઈમારત ઊભી રહી છે તો એમાં મહત્વ તો એના પાયાનું જ છે જો એજ ડગમગી જાય તો પૂરી ઈમારત માત્ર કાટમાળ જ બની જાય છે. મિત્રો આવું જ કંઈક મહત્વ આપણા ઘરમાં પિતાના સ્થાનનું હોય છે જે દેખાવમાં તો ક્યાંય સ્થાન નથી છતાં એના વિના કોઈ અસ્તિત્વ જ નથી.

        અચાનક કશુંક થયું કે ઠેસ વાગી તરત જ ' ઓ મા ' શબ્દ મોઢામાંથી નીકળી જશે ! ખરુંને ? અને જો કોઈ મોટી સમસ્યા આવી ગઈ એટલે ' અરે બાપા ! દરેક પરિસ્થિતિમાં આપણે માતાને નથી ભૂલતા પણ પિતાને પણ ક્યારે યાદ કરીએ જ છીએ !

ઘરમાં દરેક માટે સુરક્ષિત અને સલામતીની ચિંતા સેવવાની સાથે દરેકનું સપનું પૂરું કરવા મથતી વ્યક્તિ એટલે પિતા, દીકરી પરી તો દીકરો રાજકુમારની જેમ ઉછેર કરનાર એટલે પિતા, પોતાના કપડાં વારસો જૂના પહેરી તહેવારોમાં સંતાન અને પત્ની માટે બે કે ત્રણ જોડી કપડાં ખરીદી આપનાર વ્યક્તિ ... બાળક નાના હોય ત્યારે ખભે બેસાડી એનું વજન આજીવન ઉંચકનાર વ્યક્તિ એટલે પિતા. બાળકના સપનામાં પોતાનું સ્વપ્નનું બલિદાન આપનાર વ્યક્તિ એટલે પિતા ! પોતાના સંતાન માટે ભૂખ્યા રહીને પણ સંતોષનો ઓડકાર કરનાર એટલે પિતા ! સતત પોતાની જાતને ઘસીને પણ પોતાના સંતાનના શિક્ષણ અને સર્જન માટે પોતાની જિંદગી પણ ખર્ચી નાખનાર એટલે પિતા !

    સાહિત્યમાં પણ કેટલા અંશે પિતાનું મહત્વ જોઈ શકાયું છે ! માતા વિશે ઘણું જ સાહિત્ય રચાયું છે, કવિતાઓ કે પછી વાર્તાઓ અને ફિલ્મો પણ બની શકે છે પણ પિતા વિશે ! હા માતાનું સ્થાન અતુલ્ય અને અમૂલ્ય છે જ પણ પિતાનું મહત્વ પણ ઓછું નથી. એક સ્ત્રી રડીને પોતાનું દુઃખ હળવું કરી શકે છે જ્યારે એક પુરુષને કઠોર બની જવાબદારીના ભાર નીચે રડી નથી શકાતું રડે તો એકલામાં જ કારણ કે એમને તો અન્યોનો ભાર ઊંચકવાનો હોય છે એ ઈમારતના પાયાનું કાર્ય કરવા તૈયાર રહેવું પડતું હોય છે. 

    પિતા એટલે ઘરનું અસ્તિત્વ ટકાવી રાખનાર ઓક્સિજન ! પિતાને ભગવાનથી પણ ઉપર દરજ્જો પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન તો આપણે સુખની સાથે દુઃખ પણ આપણા કર્મોને આધીન રહીને આપે છે પણ એક પિતા ! એતો આપણે એમને દુઃખી કર્યા પછી પણ હંમેશ આપણી સુખની કામના કરે છે...પિતાનું ઋણ ચૂકવવા જાઉં તો આ જન્મ પણ ઓછું પડે. તે છતાંય એતો માત્ર આપણા સુખમાં જ સુખ અનુભવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy