Hetshri Keyur

Drama Tragedy Inspirational

3.4  

Hetshri Keyur

Drama Tragedy Inspirational

ઘરની જેલ

ઘરની જેલ

2 mins
237


     વૃદ્ધ આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતાં,અને માથા ના વાળ અસ્તવ્યસ્ત એવા હતાં જાણે મહિનાઓથી દાતિયોજ એમાં ફર્યો ન હતો ! બારણું ખોલતાં વેત પહેલા તો એક ખૂણામાં લપાઈ ગયા અને આંખો આડો હાથ દઈ દીધેલ હતો એ વૃદ્ધ વ્યક્તિ એ ! અવાજ અને પ્રકાશ જાણે એમનાથી સાહેબ સહન નો'તા થતાં એ માફક કાનમાં અને આંખમાં હાથ એ વારંવાર રાખતા હતાં ! હાજર પોલીસની ટીમે એમને બોલાવ્યા,દાદા ડરોમાં ! અમે તમારી મદદ માટે આવ્યા છીએ ! બહાર આવી જાવ દાદા હવે તમને કોઈ પૂરશે નહીં કહી પોલીસ બાહેધરી આપે છે ત્યારે દાદા ની આંખ છલી ઊઠે છે,ધ્રૂજતા હાથે પગે લાગે છે એ મારા પર પાડ ! સાહેબ તમે મારા પર પાડ કર્યો ! પ્રતિષ્ઠિત ગણાતી જ્ઞાતિ ના એકના એક દીકરા એ કરેલ કૃત્ય જાણી સમાજમાં એ જ્ઞાતિનાં છીએ એમ કહેવામાં શરમ આવે એવું કૃત્ય કરેલ હતું ! એક સગા દીકરા એ પુરા એક વર્ષ સુધી પોતાના સગા પિતા ને બાથરૂમથી પણ નાનો રૂમ હતો એમાં પૂરી દીધા હતાં,એમ કઈ ને કે મકાન મારા નામે કરશો ત્યારે ખોલી આપીશ,પરંતુ દાદા એની દીકરી ને પણ ભાગ આપવા માગતા હતાં જે એના દીકરા ને પસંદ ન હતું !

દાદા થોડા શરીર ને કળ વળતા બહાર આવી ખુરશીમાં બેઠા, ત્યાં બેસી દાદા પહેલાં બોલ્યા અરે વાહ સવારનો તડકો ! એક વરસથી તડકો, પવન કઈજ ખ્યાલ જ નથી ભાઈ મને તો ! કહી ખુબજ પોક મૂકી રડવા લાગ્યા. કહે સાહેબ મે એક વરસ આ નાની ઓરડીમાં વિતાવ્યું છે જ્યાં સરખું બેસી ન શકાય હું ટૂંટિયું વાળી સૂઈ રહેતો ! બાથરૂમ અને કુદરતી ક્રિયા પણ મે એમજ કરી છે એમજ સૂઈ જવાનું એમજ કુદરતી સૌચ એમજ જમવાનું ઉપર થી ઘા કરે પછી પાછો પૂરી દે મને, નહીં અવાજ નહીં અજવાળું અરે ઉંદરડા ચાલે ગંદગીનાં લીધે પણ શું કરું સાહેબ મારે એક બંધ ઓરડામાં રહેવું ફરજિયાત હતું એસ એમ બોસનું ફરમાન હતું ને ! આ મારો દીકરો એસ એમ ચતુર્વેદી ! બોસ મારો જો પૂર્યો નહીં મને !

અરે સાહેબ મે એક વરસથી મારું પોતાનું મોઢું સુધ્ધા નથી જોયું,નથી ઈચ્છા પડે પાણી પીધું કે સૂર્ય ની જલક મારી નજરે નિહાળી ! મે મારા જ ઘરમાં જેલ અનુભવી સાહેબ,હું તો કહીશ જેલ પણ સારું હો સાહેબ ! કહી વૃદ્ધ રડવા લાગ્યા, હાજર બધા ની આંખો ભરાઈ આવી જ્યારે વૃધ્ધે પોતાના એક વર્ષ એક રૂમ બંધ રૂમમાં ! કઈ રીતે વીત્યા એ જણાવ્યું ત્યારે !


Rate this content
Log in

Similar gujarati story from Drama