Leena Vachhrajani

Drama Tragedy Thriller

3  

Leena Vachhrajani

Drama Tragedy Thriller

ઘરભણી

ઘરભણી

1 min
586


આકાશ ઉદાસ મને ઘેર જતાં વિચારી રહ્યો હતો. 

આજે તારલી ઘેર હશે? પણ જે થશે એ કદાચ ઠીક જ હશે. 

તારલીને હવે એના સપના મુજબની જિંદગી મળશે. આ ક્લાર્કગીરીમાં તારલીને કંઇ સુખ આપી ન શક્યો. એનેય નોકરી કરવી પડી. 

છેલ્લા કેટલાય દિવસથી આકાશ પોતાની વૈવાહિક જિંદગીથી અસંતુષ્ટ તારલીના વર્તનનો ફેરફાર નોંધી રહ્યો હતો. 

એક રાતે તારલીના મોબાઇલ પર ભૂલથી વંચાઇ ગયેલા મેસેજથી તેને સમજાઇ ગયું હતું કે ઓફિસના ડાયરેક્ટર સમીરની લક્ઝરી લાઇફથી અંજાઇ ગયેલી તારલી એની સાથે જવા તૈયાર થઇ ગઇ હતી.

ઘેર પહોંચતાં પહોંચતાં તો આકાશ કાળાં વાદળોથી ઘેરાઈ ગયો હતો. 

આજ સાંજે જ જવાની વાત પેલા રાતના મેસેજમાં હતી. આજથી મારે ઘર ખોલવું પડશે. આમ તારલી વગર ગમશેય નહીં પણ એનેય વૈભવશાળી જિંદગીનાં સપનાં હોય ને! એ પૂરાં કરવા મારે તો બે જનમ લેવા પડશે. આકાશે ખિસ્સામાંથી ઘરની ચાવી કાઢી ત્યાં તારલીએ દરવાજો ખોલ્યો,

આકાશથી અનાયસે પૂછાઇ ગયું,

"તું?”

તારલી હિબકાં ભરતી બોલી,

"હા.”

આકાશે એને આગોશમાં સમાવી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Drama